સાત ફેરા લેતા પહેલા કેમ દુલ્હા- દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે ? ના ખબર હોય તો ખાસ જાણો

Share this story

Why is the pithi rubbed

  • પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે.

પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો (Back Rub) રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સગા સંબંધીઓ પણ સામેલ થાય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે લગ્ન પહેલા છોકરા અને છોકરીને પીઠી (Peethi) કેમ ચોળવામાં આવે છે.

આમ તો પીઠી ચોળવાની સેરેમનીમાં આજકાલ લોકો ખુબ ખર્ચો કરે છે. આ માટે હલ્દી થીમ ડેકોરેશનથી લઈને આઉટફિટ સુધીની ચીજો પર ધ્યાન આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પીઠી ચોળવાનો વારો આવે છે ત્યારે રસ્મના નામ પર થોડું થોડું છોકરા અને છોકરીને લગાવી દેવાય છે. આવામાં અમે તમને આજે પીઠી ચોળવા પાછળના કેટલાક કારણો વિશે જણાવીશું.

પીઠી ચોળવાની રસ્મથી લગ્નની તૈયારીઓ શરૂ થાય છે. જેને દરેક સમાજનો લોકો પોત પોતાની રીતે આયોજિત કરે છે. કેટલીક  જગ્યાઓ પર લગ્નના ત્રણ દિવસ પહેલાથી દુલ્હન અને દુલ્હાને અલગ અલગ ઘરો પર પીઠી ચોળવામાં આવે છે. કેટલીક જગ્યાએ બંનેને સાથે જ લગ્નના દિવસે કે એક દિવસ પહેલા પીઠી ચોળવામાં આવે છે.

ધાર્મિક કારણ :

હિન્દુ ધર્મની માન્યતા મુજબ લગ્ન એક પવિત્ર બંધન છે. જેમાં નવા જોડાને આશીર્વાદ આપવા માટે દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું સ્થાન વિશેષ હોય છે. આથી તેમના આશીર્વાદ માટે તેમનો પસંદગીનો રંગ પીળો અને હળદરનો ઉપયોગ લગ્નમાં થાય છે. આ જ કારણ છે કે અનેક રસ્મોમાં પણ દુલ્હા દુલ્હન પીળા રંગના કપડાં પહેરતા હોય છે.

વિજ્ઞાન શું માને છે?

હળદર પ્રાચીન સમયથી ઔષધીય રીતે ઉપયોગમાં લેવાતો મસાલો છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક, એન્ટી ડિપ્રેશન જેવા ગુણ હોય છે. તેને લગાવવાથી ત્વચા પર કોઈ ઈન્ફેક્શનનું જોખમ રહેતું નથી અને તે ડિટોક્સ રહે છે. આ સાથે જ હળદર લગાવવાથી બોડી રિલેક્સ થાય છે અને સ્કિનમાં પણ ચમક આવે છે. આવામાં હળદરને લગ્નના કારણે થતી નર્વસનેસને ઓછી કરવામાં કારગર માની શકાય ચે.

હળદર સાથે જોડાયેલી માન્યતાઓ :

અનેક લોકો એવું માને છે કે હળદર લગાવવાથી દુલ્હા અને દુલ્હન પર કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓનો પ્રભાવ કે ખરાબ નજર લાગતા નથી. આ કારણ છે કે સામાન્ય રીતે દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળ્યા બાદ તેમના લગ્નના મુહૂર્ત સુધી ઘરની બહાર નીકળવાની મંજૂરી હોતી નથી.

આ પણ વાંચો :-