Jharkhand : મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો, રિમ્સ હોસ્પિટલ પ્રશાસને ટ્વિટર પર શેર કરી તસવીર

Share this story

Woman gave birth to 5 children at once, RIMS hospital

  • Jharkhand : RIMS એ તેના ટવિટમાં લખ્યું છે કે ઈતખોરી ચતરાની એક મહિલાએ RIMSના મહિલા અને બાળજન્મ વિભાગમાં પાંચ બાળકોને જન્મ આપ્યો છે. બાળકો એનઆઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે.

ઝારખંડના (Jharkhand) રાંચીના રિમ્સમાં સોમવારે એક મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો. જે પછી આખી હોસ્પિટલમાં તે ચર્ચાનો વિષય બની ગયો. હકીકતમાં ચતરા જિલ્લાના ઈતખોરીના મલકપુર ગામની રહેવાસી અનિતા કુમારીએ (Anita Kumari) એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે. તમામ નવજાત શિશુઓનું વજન લગભગ એક કિલો છે. ત્યારબાદ બાળકોને નિયોનેટલ વોર્ડમાં (Neonatal ward) દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.

માત્ર 26-27 અઠવાડિયામાં જન્મેલા

તે જ સમયે ડોકટરોએ કહ્યું કે બાળકોનું વજન ઓછું છે અને તેઓ પ્રિ-મેચ્યોર છે. તેઓ 26-27 અઠવાડિયામાં જ જન્મ્યા છે. ત્યાર બાદ કાળજી લેવામાં આવી રહી છે. બાળકોને ઓછામાં ઓછા એક મહિના સુધી ખૂબ કાળજીની જરૂર હોય છે. દરેકને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ છે.

જ્યારે બાળકોની માતાની હાલત સારી છે. RIMSએ પોતાના ટવિટમાં લખ્યું છે કે, ‘ઈતખોરી ચતરાની એક મહિલાએ રિમ્સના મહિલા અને બાળજન્મ વિભાગમાં પાંચ બાળકોને જન્મ આપ્યો છે. બાળકો એનઆઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. ડો.શશી બાલા સિંઘના નેતૃત્વમાં સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી.

નવજાત શિશુનું વજન સામાન્ય બાળકો કરતા ઓછું હોય છે :

તમને જણાવી દઈએ કે તમામ નવજાત શિશુઓને નિયોનેટોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બાળકોનું વજન સામાન્ય કરતા ઘણું ઓછું છે. રિમ્સે માહિતી આપી હતી કે આ બાળકોની માતા ઈટખોરી, ચત્રાની રહેવાસી છે. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. ડોકટરોની ટીમ માતા અને બાળકો પર નજર રાખી રહી છે.

દરમિયાન રાંચી રિમ્સમાંથી એક દર્દીએ મોતની છલાંગ લગાવ્યાના સમાચાર પણ સામે આવ્યા હતા. દર્દી લક્ષ્મણ રામને ત્રીજા માળે આવેલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેણે તે જ વોર્ડમાં બારીમાંથી છલાંગ લગાવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશ સંબંધીઓને સોંપી હતી.

આ પણ વાંચો :-