MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરવા સામાન્ય વહીવટ વિભાગનો આદેશ

Share this story

General Administration Department

  • પત્રો વિભાગોમાં ધૂળ ખાય છે પરિણામે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ધારાસભ્ય-સાંસદો નારાજ રહે છે. ત્યારે પક્ષમાં કરવામાં આવેલી આ પ્રકારની ફરિયાદને પગલે સરકારી તંત્ર હવે સાબદુ જાગ્યું છે.

રાજ્યના સાંસદો (MPs) અને ધારાસભ્યોના (MLA) પત્રો વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડયા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે ફરી એક વાર બધા વિભાગોને સૂચના આપી છેકે સાંસદ-ધારાસભ્યોના (MP-Members of Legislature) પત્રોનો માત્ર પાંચ દિવસમાં જ નિકાલ કરો.

પત્રો વિભાગોમાં ધૂળ ખાય છે પરિણામે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ધારાસભ્ય-સાંસદો નારાજ રહે છે. ત્યારે પક્ષમાં કરવામાં આવેલી આ પ્રકારની ફરિયાદને પગલે સરકારી તંત્ર હવે સાબદુ જાગ્યું છે. હવેથી સાંસદો અને ધારાસભ્યોએ પત્ર દ્વારા કરેલી રજૂઆત કે કોઈ ભલામણનો ઝડપી સમાધાન કરવા પ્રયાસ કરવામાં આવશે.

કયા વિભાગોમાં છે સૌથી વધારે સમસ્યા?

ખાસ કરીને મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય અને પંચાયત વિભાગમાં સાંસદો અને ધારાસભ્યોએ અરજદાર મતવિસ્તારના પ્રશ્નોને લઇને પત્રો લખેલાં પડી રહે છે.

ભાજપના સાંસદો-ધારાસભ્યોની ફરિયાદ એવી છે કે વિભાગોમાં પત્રો પડી રહે છે જેથી પ્રશ્નોનો નિકાલ થઇ શકતો નથી. વારંવાર કડક સૂચના આપવામાં આવી હોવા છતાં આ મામલે પાલન થતું નથી.

આ મામલે સરકારે ગંભીરતાની નોંધ લીધી છે. સામાન્ય વહીવટ વિભાગે આદેશ અથવા કર્યો છેકે, સાંસદો-ધારાસભ્યોના પત્રને માત્ર પાંચ દિવસમાં જ જે તે વિભાગમાં મોકલવાનો રહેશે. જો કે આ સમયમર્યાદા ૧૦ દિવસ સુધીની રાખવામાં આવી છે. આ વખતે સામાન્ય વહીવટ વિભાગે નિયમનુ પાલન નહી કરનારાં અધિકારી- કર્મચારી સામે પગલાં લેવા પણ ચિમકી આપી છે.

આ પણ વાંચો :-