Home Blog Page 1056

Black Thread : સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ

0
  • પગમાં કાળો દોરો બાંધવાથી લાભ થાય છે પરંતુ તેના માટેના કેટલાક નિયમો છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો કાળો દોરો બાંધવાથી લાભ પણ થતો નથી. આજે તમને જણાવીએ કાળો દોરો બાંધવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું ધ્યાન રાખીને જ હંમેશા કાળો દોરો બાંધવો જોઈએ.

તમે ઘણા લોકોને જોયા હશે જેના પગમાં કાળો દોરો બાંધેલો હોય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી. એવી માન્યતા છે કે કાળો દોરો બાંધવાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહે છે.

જોકે આ એક વાતને ધ્યાનમાં રાખીને લોકો કાળો દોરો બાંધવાના નિયમોને પણ ધ્યાનમાં લેતા નથી. જેના કારણે કાળો દોરો બાંધવાથી લાભ પણ મળતો નથી. આજે તમને જણાવીએ કાળો દોરો બાંધવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું ધ્યાન રાખીને જ હંમેશા કાળો દોરો બાંધવો જોઈએ.

કેવી રીતે પગમાં બાંધવો કાળો દોરો ? 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો રંગ ભગવાન શનિને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી શનિદોષ ઓછો થાય છે. પરંતુ જ્યોતિષ નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે કાળો દોરો બાંધો તે પહેલા તેમાં નવ ગાંઠ વાળવી જોઈએ. અન્ય એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે જ્યાં પણ તમે કાળો દોરો બાંધો ત્યાં તેના સિવાય અન્ય કોઈ વસ્તુ બાંધવી નહીં.

જ્યારે પણ કાળો દોરો બાંધો ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી કાળા દોરાનું પ્રભાવ વધી જાય છે. દોરો બાંધ્યા પછી પણ નિયમિત એક સમયે ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરી લેવો.

જો નાના બાળકોને વારંવાર નજર લાગતી હોય અને તે બીમાર પડી જતા હોય તો તેને કાળો દોરો બાંધવો જોઈએ. તેના પગમાં કાળો દોરો બાંધવાથી તે ખરાબ નજરથી બચી જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની અજીબોગરીબ ઘટના ! આંતરવસ્ત્રોમાં આ રીતે છૂપાવ્યું સોનું

0
  • સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે શારજહાં સુરત આવતા પ્લેનમાં એક યાત્રી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહ્યો છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીઓની તપાસ હાથ ધરી હતી.

ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ ફરી એક વખત શારજહાથી સુરત આવતા વિમાનના એક યાત્રી પાસેથી સોનાની દાળ ચોરી ઝડપી પાડી છે. આ યાત્રી આંતરવસ્ત્રોમાં સોના પાવડર સ્વરૂપ ઉપર લઈને આવ્યો હતો. રાત્રીએ તેના બેલ્ટ તથા ટ્રોલી બેગમાં પણ સોનુ છુપાવ્યું હતું. આ યાત્રી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુલ 60 લાખથી પણ વધુનું સોનુ જપ્ત કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે, શારજહાં સુરત આવતા પ્લેનમાં એક યાત્રી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહ્યો છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીઓની તપાસ હાથ ધરી હતી. એક યાત્રીની કસ્ટમ વિભાગના અધિકારીઓએ જ્યારે તપાસ હાથ ધરી ત્યારે તેણે પેન્ટ પર કાળા રંગના બેલ્ટ પહેર્યો હતો પરંતુ આ બેલ્ટનમાં જે બક્કલ લાગ્યું હતું તે સોનાનું હતું. જ્યારે કસ્ટમ વિભાગ ના અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે તેને ગોલ્ડ કોટેડ કર્યું હતું.

યાત્રીના બીજા લગેજ ની તપાસ જ્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ શરૂ કરી ત્યારે યાત્રીના ટ્રોલી બેગની ચારેય બાજુ યાત્રીએ જ્યાં ફાઇબર પ્લાસ્ટિક છે તેની અંદર સોનાનું વાયર છુપાવ્યું હતું. સોનાની દાન ચોરી કરવા માટે આ નવો કીમ્યો યાત્રી એ અપનાવ્યો હતો. એટલું જ નહીં આ યાત્રી એ અંતરવસ્ત્રમાં સોનાનો પાવડર પણ મૂકી રાખ્યો હતો.

સુરત એરપોર્ટ પર આ પ્રથમ ઘટના છે જ્યારે દાણ ચોરી કરવા માટે અંતરવસ્ત્રમાં પાવડર રૂપે સોનું મૂકવામાં આવ્યું હોય. આ વ્યક્તિ પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ 922.66 ગ્રામ સોનું જપ્ત કર્યું છે જેની કિંમત 60.54 લાખ રૂપિયા છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ સુરતની એક માત્ર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શારજાહા થી અવારનવાર દાણચોરીની ઘટના સામે આવતી હોય છે પરંતુ પ્રથમ વાર ગોલ્ડ દાણચોરી કરવા માટે કોઈ યાત્રીએ અંતરવસ્ત્રમાં અને ટ્રોલી બેગ ના ફાઇબર પ્લાસ્ટિકની અંદર સોનુ વાયર છુપાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ અનેક વખત કેપ્સુલ અને મોબાઈલ કવરમાં પણ સોના દાણચોરીની ઘટના સામે આવી ચુકી છે પરંતુ પ્રથમવાર છે કે આવી રીતે કોઈ દાણચોરી કરવા માટે આંતરવસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યો હતો.

આ પણ વાંચો :-

 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન… પીએમ મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી સાંસદોની

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો.

અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી. ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા. એટલું જ નહીં પીએમ મોદીનાં ભાષણનું ઊભા થઈને સ્વાગત પણ કર્યું. લગભગ એક કલાકના સંબોધનમાં સાંસદો ઉત્સુકતાથી સાંભળતા જોવા મળ્યા.

15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન :

પીએમ મોદીના સંબોધન દરમિયાન ત્યાં હાજર સેનેટરોએ 79 વાર તાળીઓ પાડી અને 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પીએમ મોદીના સંબોધનથી સંસદમાં હાજર સભ્યો ખુબ પ્રભાવિત થયા હતા. પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તેમનું ભાષણ પૂરું થયા બાદ સાંસદો વચ્ચે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા માટે હોડ મચી હતી.

પીએમ મોદીએ જ્યારે પોતાનું ભાષણ પૂરું કર્યું તો સાંસદો અને ભારતીય સમુદાયના લોકોએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું. તેઓ  તેમનો ઓટોગ્રાફ લેવા માટે અને તેમની સાથે સેલ્ફી  લેવા પડાપડી  કરવા લાગ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે વાત કરી અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા.

મોદી મોદીના નારાથી ગૂંજી સંસદ :

અનેક અવસરો પર સાંસદોએ ઊભા થઈને પીએમ મોદીના સંબોધનને બીરદાવ્યું. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આફ્રીકી સંઘને જી20ની પૂર્ણ સદસ્યતા આપવી જોઈએ તેના પર સાંસદોએ ઊભા થઈને સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે વિચાર, દેખભાળ અને કન્સર્ન સમયની માંગણી છે. આથી મારો દ્રઢ વિશ્વાસ છે કે આફ્રિકી સંઘને જી20ની પૂર્ણ સદસ્યતા મળવી જોઈએ.

આ પણ વાંચો :-

Jobs in Hotels : 5 સ્ટાર હોટલમાં શેફ કેવી રીતે બનવું, જાણો તે કેટલી કમાણી કરે છે ?

0
  • ફાઈવ સ્ટાર હોટલમાં શેફ બનવા માટે ક્રીએટીવીટી, ઈમેજીનેશન અને બિઝનેસ સ્કિલ સાથે ખાવાનુ બનાવવાનો શોખ હોવો ખૂબ જ જરૂરી છે. શેફ બનવા માટે કોલેજ કે ઈન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેનિંગ લેવી પણ ખુબ જ જરૂરી છે. આ માટે ઘણા પ્રકારના હોટેલ મેનેજમેન્ટ કોર્સ કરી શકાય છે.

જો તમને પણ ખાવાનું બનાવવાનો શોખ છે તો તમે પણ શેફ બની શકો છો. જો કે શેફ માત્ર લઝીઝ ખાવાનુ જ નહીં આ સિવાય તે મેનુ તૈયાર કરવા ફૂડ ટેસ્ટિંગ અને કિચન મેનેજમેન્ટ માટે પણ જવાબદાર હોય છે. જેમ જેમ હોટેલ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી વધી રહી છે.

તેમ તેમ શેફ જેવા પ્રોફેશનલ્સની માંગ પણ વધી છે. શેફને જોરદાર સેલેરી પેકેજ પણ મળે છે. જો કે તે સંપૂર્ણપણે શેફના એક્સપીરીયન્સ અને ટેલેન્ટ પર આધારિત છે. આજે આપણે જાણીશું કે 5 સ્ટાર હોટલમાં શેફ કેવી રીતે બને છે અને તેમને કેટલો પગાર મળે છે.

હોટેલ મેનેજમેન્ટ કોર્સ માટે કેટલીક ટોચની સંસ્થાઓ :

1. IHM (ઈન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ), કેટરિંગ અને ન્યુટ્રિશન પુસા, નવી દિલ્હી.

2. ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેક્નોલોજી અને એપ્લાઈડ ન્યુટ્રિશન, દેહરાદૂન.

3. GIHMCT, નાગપુર.

4. ડો. આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, ચંદીગઢ.

5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, જયપુર.

હોટલ મેનેજમેન્ટ કોલેજોમાં એડમિશન માટે માટે હોય છે એન્ટ્રેંસ

સરકારી હોટેલ મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. તે સંયુક્ત પ્રવેશ પરીક્ષા છે. જેનું નામ નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એક્ઝામ (NCHM) છે. આના દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી (NCHMCT) સાથે સંલગ્ન કોલેજોમાં B.Sc (હોસ્પિટાલિટી એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન) કોર્સમાં પ્રવેશ મળે છે. આ ત્રણ વર્ષનો કોર્સ છે. જેમાં છ સેમેસ્ટર હોય છે. તેની ડિગ્રી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવે છે.

ફાઈવ સ્ટાર હોટેલમાં શેફની સેલેરી

અમેરિકન રિવ્યુ વેબસાઈટ Glassdoor અનુસાર, દિલ્હીની 5 સ્ટાર હોટલોમાં શેફનો સરેરાશ પગાર વાર્ષિક 40 લાખ રૂપિયા સુધી છે. જો કે તે સંપૂર્ણપણે શેફની કાબિલીયત અને અનુભવ પર આધારિત છે. જેમ જેમ સ્કીલ વધશે તેમ પગાર પણ વધશે.

શેફ બનવા માટે શું કરવું?

આજના સમયમાં શેફ બનવા માટે પ્રોફેશનલ લાયકાત જરૂરી છે. આ માટે, તમે હોટેલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટીમાં સર્ટીફીકેટ, ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરી શકો છો. આમાં હોસ્પિટાલિટી અને હોટેલ મેનેજમેન્ટમાં B.Sc, કેટરિંગ સાયન્સ અને હોટેલ મેનેજમેન્ટમાં B.Sc, ફૂડ પ્રોડક્શન અને પેટિસરીમાં સર્ટીફિકેટ કોર્સ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ તમામ કોર્સ છ મહિનાથી ત્રણ-ચાર વર્ષ સુધી ચાલે છે.

 આ પણ વાંચો :-

‘હું આત્મ*હત્યા કરું છું એની પાછળ આ જ માણસ છે’, પરિણીતાએ લાઈવ વિડીયો બનાવી કર્યો આપ*ઘાત

0

‘હું આત્મ*હત્યા કરું છું એની પાછળ આ જ માણસ છે’, પરિણીતાએ લાઈવ વિડીયો બનાવી કર્યો આપઘાત

  • મહિલાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસના આપતા હોવાનો ખુલાસો કર્યો છે. હાલ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઈચ્છપોરમાં 32 વર્ષીય મહિલાએ પતિ, સાસરિયાના ત્રાસથી આપઘાત  કર્યો છે. મહિલાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસના આપતા હોવાનો ખુલાસો કર્યો છે. હાલ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઈચ્છાપોર જયરાજ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય નીતુબેન દિપક ચૌધરીએ ગત તા. 19મીના રોજ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ મામલે મૃતક નીતુબેનના પરિવારજનોએ તેના પતિ દિપકબ્રીજ મોહન ચૌધરી અને અર્જુન બ્રીજમોહન ચૌધરી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. નીતુબેનને દહેજના પૈસા મુદ્દે વારંવાર પરેશાન કરવામાં આવતાં હતાં.

આપઘાતને પગલે પિયર પક્ષ દ્વારા તેણીને સાસરિયા દ્વારા માનસિક- શારીરિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી પતિ સહિત ચાર વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પરિણીતા તેના આપઘાત માટે પતિને જ જણાવ્યો હતો. મહિલાએ આપઘાત કરતા પહેલા વીડિયોમાં પતિ ઉપર આક્ષેપો કર્યા છે કે મારો પતિ દીપક ચૌધરી રોજે મને માનસિક ટોર્ચર કરે છે. તેના કારણે મને આત્મહત્યા કરવા પર મજબૂર કરી રહ્યો છે, એ પોતે ફસે નહિ એટલે એ વિડીયો બનાવીને રાખવા માંગે છે પરંતુ હું આત્મહત્યા કરું છું એની પાછળ આ જ માણસ છે.

હાલ તો આ મામલે પરિવારના આક્ષેપ આધારે પોલીસ ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે. આપઘાત કરનાર પરિણીતાના પતિ, સસરા, સાસુ સહિત ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પરિણીતાના પતિ દિપક ચૌધતીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

૨૩ જૂન / ધન માનનો વ્યય, નોકરીમાં માથાકૂટ, આ રાશિના જાતકો શુક્રવારે જોઈ ડગલાં ભરે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવક નું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પર ના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ
લાગણીશીલતા નું પ્રમાણ વધતું જણાય. સંબંધ ના ખેંચાણ ને કારણે ખોટું કામ ન થઇ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીય ક્ષેત્રે નવીન ઉર્જા નો અનુભવ થાય.

મિથુનઃ
ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પ્રમાણ ઘટે. ગળાના રોગથી સાચવવું. જમણી આંખની કાળજી રાખવી. ફાયનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હોટલ ના ધંધામાં લાભ. ધંધામાં ઓચિંતિ સારી તક આવે.

કર્કઃ
વિચારવાયું નું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

સિંહઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે.

કન્યાઃ
આવકનું પાસુ મજબુત બને છે. ગણત્રીપૂર્વક ના આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશ ના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવા ની સલાહ છે. સંતાનની પ્રગતિ થી આનંદ જળવાય.

તુલાઃ
આળસ નો અનુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આયોજન જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃષિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઇ-બહેન સાથેના સંબંધો માં તણાવ રહે. સ્થવાર-જંગમ મિલકત ક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી ‌સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધનઃ
મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દીમાટે વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની ‌તબિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકરઃ
માનસિક સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. ‌માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથા માં ‌ઇજા થાય તો સાવધાની જરૂરી.

કુંભઃ
માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઇ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. પાણીના રોગો થી સાચવવું.

મીનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્ય માં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમ માં વધારો થાય. સંતાનની તબિયત ની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના મિત્રો ની મુલાકાત શક્ય બને.

આ પણ વાંચો :-

હવામાન વિભાગની આગાહી, આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારમાં પડશે વરસાદ

0
  • હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ બિપોરજોય (Biporjoy) વાવાઝોડાના કારણએ ચોમાસાની સિસ્ટમ થંભી ગઇ છે. જેના કારણે રાજ્યમાં ચોમાસાની (Monsoon) વિધિવત શરૂઆત માટે હજુ રાહ જોવી પડશે. જો કે આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં ક્યાં દિવસે  પડશે વરસાદ :

22 જૂન         

પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ

23 જૂન          

જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

24 જૂન          

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

25 જૂન      

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ

આ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે : અંબાલાલ પટેલની આગાહી

હાલમાં જ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. બીજી બાજુ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદની આગાહી :

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી ચાર-પાંચ દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ધાનેરાના ખેતરો બેટમાં ફેરવાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં  બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવાર અને મંગળવારે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સુરતની હોટલમાં MLA મહિલા સાથે ઝડપાતા હોબાળો ! વીડિયો વાયરલ થતાં આપ નેતાની બોલતી બંધ

0
  • ગુજરાત આમ આદમી પાર્ટીમાં ચૂંટણી બાદ પણ ભૂકંપ આવવાનું યથાવત રહ્યું છે. વિસાવદર આપના ધારાસભ્ય સુરતની કડોદરા ખાતેની એક હોટલમાં મહિલા સાથે રંગેહાથ ઝડપાઈ ગયાં હતાં.

મહિલાના (woman) પતિએ બન્નેને રંગેહાથ ઝડપી લીધા હતાં. જેથી હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV video) પણ વાયરલ થયો છે. જેના આધારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, પોલીસે હોટલના ડીવીઆર કબ્જે લીધા છે. જો કે કોઈ ફરિયાદ ન થઈ હોવાથી પોલીસે ઓન રેકોર્ડ કોઈ કાર્યવાહી ન કરી હોવાનું કહ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય દ્વારા કોઈ જ પ્રતિક્રિયા પણ આપવામાં આવી નથી.

800 રૂપિયામાં રૂમ ભાડે રાખ્યો :

કડોદરા (Kadodara) વિસ્તારમાં આવેલી સૂરજ નામની એક ઓયો હોટલમાં 800 રૂપિયાના ભાડે રૂમ રાખીને પહોંચેલા ભુપત ભાયાણીએ (Bhupat Bhayani) રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કર્યું હતું. યુવતી સાથે 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા. પરંતુ આ વાતની જાણ તેના પતિને થઈ જતા તેને મોબાઈલ વીડિયો શરૂ કરીને હોટલ પર રેડ કરી હતી. પતિ આવી ગયો હોવાનું જાણતા જ ભુપત ભાયાણીએ મોઢે રૂમાલ બાંધીને ચાલતી પકડી હતી.

કોઈ ફરિયાદ નથી નોંધાઈ :

સમગ્ર હોબાળા અને વીડિયો બાદ પોલીસનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે હજુ સુધી આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. મહિલાના પતિએ, મહિલાએ કે ધારાસભ્ય દ્વારા પણ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે અંદરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા સૂરજ હોટલમાંથી ડીવીઆર કબ્જે લેવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કેદ થયા છે.

આ પણ વાંચો :-

એલપીજી લીક થવાથી રેસ્ટોરેન્ટમાં જોરદાર વિસ્ફોટ, 31 લોકોના….

  • ચીનમાં એક રેસ્ટોરન્ટમાં LPG લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના ચીનના (China) ઉત્તર-પશ્ચિમ શહેર યિનચુઆનની છે. ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસમાં (Liquid petroleum gas) લીક થવાને કારણે વિસ્ફોટ થયો છે.

આ અકસ્માત ડ્રેગન બોટ ફેસ્ટિવલ દરમિયાન થયો હતો :

આ વિસ્ફોટ બુધવારે રાત્રે લગભગ 9 વાગે યિનચુઆનના રહેણાંક વિસ્તારમાં ફુયાંગ બાર્બેક્યુ રેસ્ટોરન્ટમાં થયો હતો. યીનચુઆન એ ચીનના નાનજિંગ પ્રાંતની રાજધાની છે. આ દિવસોમાં ચીનમાં ત્રણ દિવસીય ડ્રેગન બોટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો બહાર જાય છે અને મિત્રો સાથે પાર્ટી કરે છે.

રાષ્ટ્રપતિ જિનપિંગે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપી હતી :

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની એક ડઝનથી વધુ ટીમોએ ઘટનાસ્થળે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો તે સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે. આ રેસ્ટોરન્ટની નજીક અન્ય ઘણી રેસ્ટોરન્ટ છે. જેથી આગ અન્ય રેસ્ટોરન્ટમાં પણ ફેલાઈ જવાનો ભય હતો. પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો હતો કે તમામ ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ US રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટમાં આપેલા બોક્સમાં છે આ ખાસ 10 વસ્તુ

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું. આ અગાઉ વ્હાઈટ હાઉસે કહ્યું કે અધિકૃત રીતે ભેટ સ્વરૂપે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન પીએમ મોદીને 20મી સદીની શરૂઆતની એક હસ્તનિર્મિત પ્રાચીન અમેરિકી પુસ્તક ગેલી ભેટ કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્હાઈટ હાઉસમાં પ્રાઈવેટ ડીનરનું આયોજન કર્યું. જેના મેન્યુમાં બાઈડેનના મનપસંદ પાસ્તા અને આઈસ્ક્રીમ પણ સામેલ કરાયા. ડીનરમાં પીએમ મોદી અને જો બાઈડેન ઉપરાંત ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુવિલન પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું.

વ્હાઈટ હાઉસ પહોંચેલા પીએમ મોદીનું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્વાગત કર્યું. અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને સ્ટેટ ડીનરનું મેન્યુ શેર કર્યું. આ અગાઉ પીએમ મોદીએ ઝીલ બાઈડેન સાથે એલેક્ઝેન્ડ્રિયા (વર્ઝીનિયા)માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા બે એવા ઈન્ક્યુઝીવ દેશ છે જે સસ્ટેનેબલ ગ્રોથનું એન્જિન બનશે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કૌશલ વિકાસ સંલગ્ન એક કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી સાથે સામેલ થવું એ સન્માનની વાત છે. આપણા માટે કૌશલ વિકાસ ટોચની પ્રાથમિકતા છે.

વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત :

પીએમ મોદીએ આપી આ ભેટ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેનને પ્રયોગશાળામાં વિક્સીત 7.5 કેરેટનો ગ્રાન ડાયમંડ ભેટમાં આપ્યો.

આ ઉપરાંત પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને એક ખાસ ચંદનનો ડબ્બો ભેટમાં આપ્યો. જેને જયપુરના એક માસ્ટર શિલ્પકાર દ્વારા હસ્તનિર્મિત કરાયો છે. તેના પર મૈસૂરથી મળેલા ચંદનમાં જટિલ રીતે નક્શીદાર વનસ્પતિઓ અને જીવોની પેટર્ન છે.

બોક્સમાં ભગવાન ગણપતિની મૂર્તિ છે. મૂર્તિને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદી કારીગરોના એક પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. બોક્સમાં એક દીવો પણ છે. આ ચાંદીના દીવાને પણ કોલકાતામાં પાંચમી પેઢીના ચાંદીના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે.

પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટ અપાયેલા બોક્સમાં દસ દાન રાશિ છે. ગૌદાન (ગાયનું દાન) માટે ગાયના સ્થાન પર પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા એક નાજુક હસ્તનિર્મિત ચાંદીનું નારિયેળ આપવામાં આવ્યું છે.

ભૂદાન માટે ભૂમિકાના સ્થાન પર મૈસૂર, કર્ણાટકથી પ્રાપ્ત ચંદનનો એક સુગંધિત ટુકડો. તલદાન (તલના બીજનું દાન) માટે તમિલનાડુથી લાવવામાં આવેલા તલ કે સફેદ તલના બીજ ચડાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં હસ્તનિર્મિત આ 24 કેરેટ શુદ્ધ અને હોલમાર્કવાળો સોનાનો સિક્કો હરણ્ય દાન (સોનાના દાન) તરીકે આપવામાં આવ્યું છે.

પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ભેટમાં અપાયેલા બોક્સમાં 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્કવાળો ચાંદીનો સિક્કો પણ છે જેને રાજસ્થાનના કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાયો છે. તેને રૌપ્યદાન (ચાંદીનું દાન) તરીકે રજૂ કરાયો છે. લવંદન (મીઠાનું દાન) માટે ગુજરાતનું લવણ એટલે કે મીઠું આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-