15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન… પીએમ મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી સાંસદોની

Share this story
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો.

અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી. ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા. એટલું જ નહીં પીએમ મોદીનાં ભાષણનું ઊભા થઈને સ્વાગત પણ કર્યું. લગભગ એક કલાકના સંબોધનમાં સાંસદો ઉત્સુકતાથી સાંભળતા જોવા મળ્યા.

15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન :

પીએમ મોદીના સંબોધન દરમિયાન ત્યાં હાજર સેનેટરોએ 79 વાર તાળીઓ પાડી અને 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પીએમ મોદીના સંબોધનથી સંસદમાં હાજર સભ્યો ખુબ પ્રભાવિત થયા હતા. પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તેમનું ભાષણ પૂરું થયા બાદ સાંસદો વચ્ચે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા માટે હોડ મચી હતી.

પીએમ મોદીએ જ્યારે પોતાનું ભાષણ પૂરું કર્યું તો સાંસદો અને ભારતીય સમુદાયના લોકોએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું. તેઓ  તેમનો ઓટોગ્રાફ લેવા માટે અને તેમની સાથે સેલ્ફી  લેવા પડાપડી  કરવા લાગ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે વાત કરી અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા.

મોદી મોદીના નારાથી ગૂંજી સંસદ :

અનેક અવસરો પર સાંસદોએ ઊભા થઈને પીએમ મોદીના સંબોધનને બીરદાવ્યું. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આફ્રીકી સંઘને જી20ની પૂર્ણ સદસ્યતા આપવી જોઈએ તેના પર સાંસદોએ ઊભા થઈને સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે વિચાર, દેખભાળ અને કન્સર્ન સમયની માંગણી છે. આથી મારો દ્રઢ વિશ્વાસ છે કે આફ્રિકી સંઘને જી20ની પૂર્ણ સદસ્યતા મળવી જોઈએ.

આ પણ વાંચો :-