એલપીજી લીક થવાથી રેસ્ટોરેન્ટમાં જોરદાર વિસ્ફોટ, 31 લોકોના….

Share this story
  • ચીનમાં એક રેસ્ટોરન્ટમાં LPG લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના ચીનના (China) ઉત્તર-પશ્ચિમ શહેર યિનચુઆનની છે. ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસમાં (Liquid petroleum gas) લીક થવાને કારણે વિસ્ફોટ થયો છે.

આ અકસ્માત ડ્રેગન બોટ ફેસ્ટિવલ દરમિયાન થયો હતો :

આ વિસ્ફોટ બુધવારે રાત્રે લગભગ 9 વાગે યિનચુઆનના રહેણાંક વિસ્તારમાં ફુયાંગ બાર્બેક્યુ રેસ્ટોરન્ટમાં થયો હતો. યીનચુઆન એ ચીનના નાનજિંગ પ્રાંતની રાજધાની છે. આ દિવસોમાં ચીનમાં ત્રણ દિવસીય ડ્રેગન બોટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો બહાર જાય છે અને મિત્રો સાથે પાર્ટી કરે છે.

રાષ્ટ્રપતિ જિનપિંગે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપી હતી :

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની એક ડઝનથી વધુ ટીમોએ ઘટનાસ્થળે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો તે સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે. આ રેસ્ટોરન્ટની નજીક અન્ય ઘણી રેસ્ટોરન્ટ છે. જેથી આગ અન્ય રેસ્ટોરન્ટમાં પણ ફેલાઈ જવાનો ભય હતો. પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો હતો કે તમામ ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે.

આ પણ વાંચો :-