પીએમ મોદીએ US રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટમાં આપેલા બોક્સમાં છે આ ખાસ 10 વસ્તુ

Share this story
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું. આ અગાઉ વ્હાઈટ હાઉસે કહ્યું કે અધિકૃત રીતે ભેટ સ્વરૂપે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન પીએમ મોદીને 20મી સદીની શરૂઆતની એક હસ્તનિર્મિત પ્રાચીન અમેરિકી પુસ્તક ગેલી ભેટ કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્હાઈટ હાઉસમાં પ્રાઈવેટ ડીનરનું આયોજન કર્યું. જેના મેન્યુમાં બાઈડેનના મનપસંદ પાસ્તા અને આઈસ્ક્રીમ પણ સામેલ કરાયા. ડીનરમાં પીએમ મોદી અને જો બાઈડેન ઉપરાંત ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુવિલન પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું.

વ્હાઈટ હાઉસ પહોંચેલા પીએમ મોદીનું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્વાગત કર્યું. અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને સ્ટેટ ડીનરનું મેન્યુ શેર કર્યું. આ અગાઉ પીએમ મોદીએ ઝીલ બાઈડેન સાથે એલેક્ઝેન્ડ્રિયા (વર્ઝીનિયા)માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા બે એવા ઈન્ક્યુઝીવ દેશ છે જે સસ્ટેનેબલ ગ્રોથનું એન્જિન બનશે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કૌશલ વિકાસ સંલગ્ન એક કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી સાથે સામેલ થવું એ સન્માનની વાત છે. આપણા માટે કૌશલ વિકાસ ટોચની પ્રાથમિકતા છે.

વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત :

પીએમ મોદીએ આપી આ ભેટ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેનને પ્રયોગશાળામાં વિક્સીત 7.5 કેરેટનો ગ્રાન ડાયમંડ ભેટમાં આપ્યો.

આ ઉપરાંત પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને એક ખાસ ચંદનનો ડબ્બો ભેટમાં આપ્યો. જેને જયપુરના એક માસ્ટર શિલ્પકાર દ્વારા હસ્તનિર્મિત કરાયો છે. તેના પર મૈસૂરથી મળેલા ચંદનમાં જટિલ રીતે નક્શીદાર વનસ્પતિઓ અને જીવોની પેટર્ન છે.

બોક્સમાં ભગવાન ગણપતિની મૂર્તિ છે. મૂર્તિને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદી કારીગરોના એક પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. બોક્સમાં એક દીવો પણ છે. આ ચાંદીના દીવાને પણ કોલકાતામાં પાંચમી પેઢીના ચાંદીના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે.

પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટ અપાયેલા બોક્સમાં દસ દાન રાશિ છે. ગૌદાન (ગાયનું દાન) માટે ગાયના સ્થાન પર પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા એક નાજુક હસ્તનિર્મિત ચાંદીનું નારિયેળ આપવામાં આવ્યું છે.

ભૂદાન માટે ભૂમિકાના સ્થાન પર મૈસૂર, કર્ણાટકથી પ્રાપ્ત ચંદનનો એક સુગંધિત ટુકડો. તલદાન (તલના બીજનું દાન) માટે તમિલનાડુથી લાવવામાં આવેલા તલ કે સફેદ તલના બીજ ચડાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં હસ્તનિર્મિત આ 24 કેરેટ શુદ્ધ અને હોલમાર્કવાળો સોનાનો સિક્કો હરણ્ય દાન (સોનાના દાન) તરીકે આપવામાં આવ્યું છે.

પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ભેટમાં અપાયેલા બોક્સમાં 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્કવાળો ચાંદીનો સિક્કો પણ છે જેને રાજસ્થાનના કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાયો છે. તેને રૌપ્યદાન (ચાંદીનું દાન) તરીકે રજૂ કરાયો છે. લવંદન (મીઠાનું દાન) માટે ગુજરાતનું લવણ એટલે કે મીઠું આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-