૨૨ જૂને / ધન, વૃષભ સહિત આ રાશિના જાતકો ગુરુવારે જોઈ જોઈને પગલાં ભરે, નહીંતર લેવાના દેવા પડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Share this story

મેષઃ
મનોબળ વધતુ જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાન ની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયત નું ધ્યાન રાખવું પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડા પીણા ના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવાર માં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નો નો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોરબાદ સ્થાવર જંગમ મિલકત થી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક ઈષ્ટએ તથા પારિવારિક રીતે દિવસ દરમ્યાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાનિધ્ય માણવાનો યોગ બને છે. શેર બજાર કેમીસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

ન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજન માં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇ ના ધંધા માં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. આગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઇ લેવા. પિતા ની તબિયત સાચવવી. યશ, પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃષિકઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રો નો સાથ સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવાર ના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુ ના દુઃખાવા થી સાચવવું.

ધનઃ
પરોપકાર ની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઇ શકાય. ભાગ્યનો સાથે મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસ નો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવા. જીવનસાથીની તબિયત નું ધ્યાન રાખવું ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માન ને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી ખાંસી, તાવથી પરેશાની રેહ. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોરબાદ આવક જળવાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવા થી સાચવનું.

આ પણ વાંચો :-