પૂર્વ ધારાસભ્યના ફાર્મનું ડિમોલેશન ! સુરતના પૂર્વ મહિલા ધારાસભ્ય ઝંખના પટેલનું ‘ઈન્દ્રરાજ’ ફાર્મનું કીચન તોડાયું

Share this story
  • સુરતની ચોર્યાસી બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલને ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ટીકિટ આપી નહોતી. જેથી તેઓ ત્રીજીવાર ધારાસભ્ય બનતા અટકી ગયા હતાં.

જો કે હવે ઝંખના પટેલના (Zhankhana Patel) ઈન્દ્રરાજ ફાર્મ (Indraraj Farm) હાઉસમાં ડિમોલેશન (Demolition) કરવામાં આવ્યું હતું. રસ્તા ફાર્મ હાઉસમાં આડે આવતો હોવાથી દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં કીચન સહિતનો ભાગ તૂટ્યો હતો.

ટીપી રોડ ખુલ્લો કરાયો :

ડુમસમાં ટી.પી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઈન્દ્રરાજ ફાર્મ આવેલું છે. જેનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં હતો. હાલમાં જ ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરાતાં ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરાયો છે.

પૂર્વ ધારાસભ્ય કહ્યું કે સ્વૈચ્છિક તોડ્યું :

પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. માત્ર દીવાલ જ નડતરરૂપ હતી. જેને સ્વૈચ્છિક તોડી પાડી છે.

આ પણ વાંચો :-