- ગુજરાત આમ આદમી પાર્ટીમાં ચૂંટણી બાદ પણ ભૂકંપ આવવાનું યથાવત રહ્યું છે. વિસાવદર આપના ધારાસભ્ય સુરતની કડોદરા ખાતેની એક હોટલમાં મહિલા સાથે રંગેહાથ ઝડપાઈ ગયાં હતાં.
મહિલાના (woman) પતિએ બન્નેને રંગેહાથ ઝડપી લીધા હતાં. જેથી હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV video) પણ વાયરલ થયો છે. જેના આધારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, પોલીસે હોટલના ડીવીઆર કબ્જે લીધા છે. જો કે કોઈ ફરિયાદ ન થઈ હોવાથી પોલીસે ઓન રેકોર્ડ કોઈ કાર્યવાહી ન કરી હોવાનું કહ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય દ્વારા કોઈ જ પ્રતિક્રિયા પણ આપવામાં આવી નથી.
800 રૂપિયામાં રૂમ ભાડે રાખ્યો :
કડોદરા (Kadodara) વિસ્તારમાં આવેલી સૂરજ નામની એક ઓયો હોટલમાં 800 રૂપિયાના ભાડે રૂમ રાખીને પહોંચેલા ભુપત ભાયાણીએ (Bhupat Bhayani) રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કર્યું હતું. યુવતી સાથે 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા. પરંતુ આ વાતની જાણ તેના પતિને થઈ જતા તેને મોબાઈલ વીડિયો શરૂ કરીને હોટલ પર રેડ કરી હતી. પતિ આવી ગયો હોવાનું જાણતા જ ભુપત ભાયાણીએ મોઢે રૂમાલ બાંધીને ચાલતી પકડી હતી.
કોઈ ફરિયાદ નથી નોંધાઈ :
સમગ્ર હોબાળા અને વીડિયો બાદ પોલીસનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે હજુ સુધી આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. મહિલાના પતિએ, મહિલાએ કે ધારાસભ્ય દ્વારા પણ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે અંદરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા સૂરજ હોટલમાંથી ડીવીઆર કબ્જે લેવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કેદ થયા છે.
આ પણ વાંચો :-