હવામાન વિભાગની આગાહી, આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારમાં પડશે વરસાદ

Share this story
  • હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ બિપોરજોય (Biporjoy) વાવાઝોડાના કારણએ ચોમાસાની સિસ્ટમ થંભી ગઇ છે. જેના કારણે રાજ્યમાં ચોમાસાની (Monsoon) વિધિવત શરૂઆત માટે હજુ રાહ જોવી પડશે. જો કે આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં ક્યાં દિવસે  પડશે વરસાદ :

22 જૂન         

પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ

23 જૂન          

જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

24 જૂન          

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

25 જૂન      

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ

આ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે : અંબાલાલ પટેલની આગાહી

હાલમાં જ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. બીજી બાજુ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદની આગાહી :

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી ચાર-પાંચ દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ધાનેરાના ખેતરો બેટમાં ફેરવાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં  બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવાર અને મંગળવારે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-