Tuesday, Jun 17, 2025

‘હું આત્મ*હત્યા કરું છું એની પાછળ આ જ માણસ છે’, પરિણીતાએ લાઈવ વિડીયો બનાવી કર્યો આપ*ઘાત

2 Min Read

‘હું આત્મ*હત્યા કરું છું એની પાછળ આ જ માણસ છે’, પરિણીતાએ લાઈવ વિડીયો બનાવી કર્યો આપઘાત

  • મહિલાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસના આપતા હોવાનો ખુલાસો કર્યો છે. હાલ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઈચ્છપોરમાં 32 વર્ષીય મહિલાએ પતિ, સાસરિયાના ત્રાસથી આપઘાત  કર્યો છે. મહિલાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસના આપતા હોવાનો ખુલાસો કર્યો છે. હાલ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઈચ્છાપોર જયરાજ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય નીતુબેન દિપક ચૌધરીએ ગત તા. 19મીના રોજ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ મામલે મૃતક નીતુબેનના પરિવારજનોએ તેના પતિ દિપકબ્રીજ મોહન ચૌધરી અને અર્જુન બ્રીજમોહન ચૌધરી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. નીતુબેનને દહેજના પૈસા મુદ્દે વારંવાર પરેશાન કરવામાં આવતાં હતાં.

આપઘાતને પગલે પિયર પક્ષ દ્વારા તેણીને સાસરિયા દ્વારા માનસિક- શારીરિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી પતિ સહિત ચાર વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પરિણીતા તેના આપઘાત માટે પતિને જ જણાવ્યો હતો. મહિલાએ આપઘાત કરતા પહેલા વીડિયોમાં પતિ ઉપર આક્ષેપો કર્યા છે કે મારો પતિ દીપક ચૌધરી રોજે મને માનસિક ટોર્ચર કરે છે. તેના કારણે મને આત્મહત્યા કરવા પર મજબૂર કરી રહ્યો છે, એ પોતે ફસે નહિ એટલે એ વિડીયો બનાવીને રાખવા માંગે છે પરંતુ હું આત્મહત્યા કરું છું એની પાછળ આ જ માણસ છે.

હાલ તો આ મામલે પરિવારના આક્ષેપ આધારે પોલીસ ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે. આપઘાત કરનાર પરિણીતાના પતિ, સસરા, સાસુ સહિત ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પરિણીતાના પતિ દિપક ચૌધતીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article