Home Blog Page 1057

આ લોકો ક્યારે સુધરશે ? દિલ્હી મેટ્રોમાં ફરી બેકાબૂ થયા કપલ, સરાજાહેર આવી હરકત કરતાં વીડિયો થયો વાયરલ

0
  • દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક કપલ જાહેરમાં કિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમુક યાત્રીઓની અજીબોગરીબ હરકતોના કારણે દિલ્હી મેટ્રો (Delhi Metro) મોટાભાગે ચર્ચામાં રહે છે. DMRCની ચેતાવણી છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ક્યારેક કોઈ મેટ્રોમાં રિલ્સ (Reels) બનાવતા જોવા મળે છે તો ક્યારેક કોઈ અતરંગી કપડા પહેરીને મુસાફરી કરતા જોવા મળે છે. હવે એક નવી તસવીરો સામે આવી છે.

આ તસવીરોમાં મેટ્રો કોચની અંદર એક કપલ ઈન્ટીમેટ થતું જોવા મળી રહ્યું છે. સીટ પર બેઠેલું આ કપલ એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યું છે. પોસ્ટને શેર કરનાર ટવીટર યુઝરે કેપ્શનમાં લખ્યું- Delhi Metroની યલો લાઈનનો નજારો. T2C14ની બાજુમાં હુડા સિટી સેન્ટરની તરફ.

યુઝરની પોસ્ટ થઈ વાયરલ :

યુઝરની પોસ્ટ વાયરલ થયા બાદ DMRCએ કહ્યું- હેલો કોઈ પણ અસુવિધા માટે ખેદ છે. હુડા સિટી સેન્ટરમાં તપાસ કરવામાં આવી અને આવું કોઈ યાત્રી નથી મળ્યું. જોકે આ પહેલો મામલો નથી. આ પહેલા મેટ્રોમાં બિકિની પહેલીને એક યુવતીને સફક કરતા જોવામાં આવી હતી.

મેટ્રો કોચમાં કિસ કરવી, ડાંસ કરવો, લડાઈ-ઝગડો જેવી વાતો સામાન્ય થઈ ગઈ છે. આવો મોટાભાગે આવા કેસ જોવા મળે છે. એક યુઝરે કમેન્ટ કર્યું- લોકો નહીં સુધરે. અન્ય એક યુઝરે તેના પર કમેન્ટ કરી લખ્યું- DMRCને બોલવાનું બંધ કરી એક્શન લેવું જોઈએ.

આ પણ વાંચો :-

પૂર્વ ધારાસભ્યના ફાર્મનું ડિમોલેશન ! સુરતના પૂર્વ મહિલા ધારાસભ્ય ઝંખના પટેલનું ‘ઈન્દ્રરાજ’ ફાર્મનું કીચન તોડાયું

0
  • સુરતની ચોર્યાસી બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલને ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ટીકિટ આપી નહોતી. જેથી તેઓ ત્રીજીવાર ધારાસભ્ય બનતા અટકી ગયા હતાં.

જો કે હવે ઝંખના પટેલના (Zhankhana Patel) ઈન્દ્રરાજ ફાર્મ (Indraraj Farm) હાઉસમાં ડિમોલેશન (Demolition) કરવામાં આવ્યું હતું. રસ્તા ફાર્મ હાઉસમાં આડે આવતો હોવાથી દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં કીચન સહિતનો ભાગ તૂટ્યો હતો.

ટીપી રોડ ખુલ્લો કરાયો :

ડુમસમાં ટી.પી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઈન્દ્રરાજ ફાર્મ આવેલું છે. જેનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં હતો. હાલમાં જ ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરાતાં ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરાયો છે.

પૂર્વ ધારાસભ્ય કહ્યું કે સ્વૈચ્છિક તોડ્યું :

પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. માત્ર દીવાલ જ નડતરરૂપ હતી. જેને સ્વૈચ્છિક તોડી પાડી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ 7 ધોધ સામે વિદેશના ધોધ ફેલ ! ચોમાસામાં ફરવાની બેસ્ટ જગ્યા

0
  • હરવા ફરવાના શોખીનેને કોઈપણ ઋતુ હોય ફરવાનું બહાનું મળી જ જાય છે. ત્યારે ચોમાસામાં ફરવાની પણ કંઈક અલગ જ મજા છે. જો તમે ચોમાસામાં ફરવાના શોખીન હોવ અને ફરવાની જગ્યા શોધતા હોવ તો તમારી ગાડી લઈને ઉપડી જવાય એવી આ છે ગુજરાતની સૌથી બેસ્ટ 7 જગ્યાઓ જ્યાં છે તમે માણી શકશો ધોધની મોજ.

ચોમાસામાં (Monsoon) ફરવું હોય તો ગુજરાતના આ 7 ધોધ છે સૌથી બેસ્ટ. ચોમાસુ હવે બસ આવી જ ચુક્યું છે. ત્યારે હરવા ફરવાના શોખીનો માટે અમે આ આર્ટિકલમાં લાવ્યાં છીએ એવી માહિતી કે જે જાણીને તમને મજો પડી જશે. શું તમે પણ કાળઝાળ ગરમીથી કંટાળ્યા છો અને ચોમાસામાં ફ્રેન્ડ, ફેમિલી કે તમારા પાર્ટનર સાથે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો ગુજરાતના આ સ્થળ તમારા માટે બનશે બેસ્ટ વિકલ્પ. જીહાં અહીં આપવામાં આવ્યાં છે ચોમાસામાં મોજ પડી એવા ગુજરાતના 7 સૌથી સુંદર વોટર ફોલ એટલે કે ઝરણાંઓ…ધોધ….

વરસાદ પછી વાતાવરણ એકદમ રોમાન્સ થી ભરેલું બની જાય છે. વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ સક્રિય થઈ જાય છે. ગુજરાતના ઘણા બધા ધોધ એવા છે કે વરસાદ શરૂ થતાં એટલા રમણીય દ્રશ્યો સર્જાય છે.

ત્યાં જઈને બધાનું મન ખુશ થઈ જાય છે. વરસાદ શરૂ થતાં પ્રવાસીઓની અવરજવર પણ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં ઘણા બધા કુદરતી સૌંદર્યથી સભર સ્થળો આવેલા છે. જ્યાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે.

1) ઝાંઝરી ધોધ (દહેગામ) :

ચોમાસામાં ફરવા લાયક ધોધ એટલે આપણું ઝાંઝરી. જીહાં, ઝાંઝરી ધોધ અમદાવાદથી માત્ર 74 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલો છે. અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ ની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તે નો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

2) ગીરા ધોધ (ડાંગ) :

ગીરા ધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઈ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલો છે. ગીરા ધોધ એ અંબિકા નદી કિનારે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે જોવા મળે છે. ગીરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. ચોમાસામાં અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોય છે માટે અહીંયા ખૂબ જ મજા આવે છે. ગીરાધોધ માં સવારના સમયે ધુમ્મસ અને મેઘ ધનુષ થી છવાયેલું વાતાવરણ જોવા મળે છે.

3) ચીમેર નો ધોધ (ડાંગ) :

ચિમેર નો ધોધ ડાંગ જીલ્લામાં આવેલો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા ને ત્યાં જ રહી જવાનું મન થઈ જાય છે. આ ધોધ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ચિમેર નો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ સુંદર લાગે છે. આને ગુજરાતના નાયગ્રા ફોલ પણ કહેવામાં આવે છે. આની મુલાકાત એકવાર અવશ્ય લેજો.

આ પણ વાંચો :-

સુરતનાં વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા યથાવત, વાતાવરણમાં ઠંડક છવાઈ

0
  • સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી સવારમાં હળવા વરસાદી ઝાપટા પડવાનું યથાવત રહ્યું છે.

આજે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.

વિવિધ વિસ્તારમાં વરસાદ :

શહેરના પીપલોદ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય ઉધના, સરથાણા, વરાછા, કામરેજ, કતારગામ, સચિન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડ્યાં હતાં. વરસાદ ૨૫ તારીખ બાદ ભારે પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

ગીતા રબારીના આ સ્ટાઈલિશ લુક સામે સુપર મોડલ પણ ફેલ, આખા લંડનને ઘેલું લગાડ્યું

  • હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીની ઈમેજ આવે એટલે કચ્છી પહેરવેશ આવે. કચ્છની આ કોયલ હાલ ઈન્ટરનેશનલ ટુર પર છે.

ગુજરાતી ગાયિકા ગીતા રબારી (Gujarati singer Geeta Rabari) હાલ લંડનમાં (London) છે અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. હાલ તેમણે એક લહેંગા ચોલી (Lehenga Choli) સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે. સ્ક્રોલ કરીને નીચે જુઓ તસવીરો.

આ પણ વાંચો :-

સુરતમાં પરિણીતાને ફ્લાઈંગ કિસ કરી બે યુવકોના અડપલા, ઠપકો આપવા જતા પતિને માર માર્યો

  • સુરતમાં બે યુવકોએ મર્યાદા ઓળંગીને મહિલાની છેડતી અને અડપલાં કર્યા હતાં. લિંબાયત ખાતે રહેતી પરિણીતા સાથે ઈધર દેખો ઓર ઈધર આઓ કહી ફ્લાઈંગ કિસ કરી છેડતી કરી હતી.

પરિણીતાએ (Married) ઠપકો આપવા જતાં બન્ને યુવકોએ અડપલાં પણ કર્યા હતાં. સાથે જ ઘટના સ્થળે આવી ગયેલા પતિને પણ માર માર્યો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગંદા ઈશારા કર્યા :

લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાએ નજીકમાં રહેતા ગુલામ મુસ્તુફા અને સમાધાન ગાવટી નામના બે ઈસમો વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપી છે. જે મુજબ મહિલા આ વિસ્તારમાંથી જઈ રહી હતી ત્યારે ગુલામ મુસ્તફા અને સમાધાન ગાવટીએ મહિલાને આંખોથી અને હાથથી ગંદા ઈશારા કર્યાં હતાં. જેથી ફરિયાદીએ નજર અંદાજ કરીને આગળ ચાલતી પકડી હતી ત્યારે બન્ને જણાએ ઈધર દેખ ઓર ઈધર આઓ તેમ કહી મહિલાને પોતાની પાસે બોલાવી હતી.

પતિને માર માર્યો :

મહિલાએ જ્યારે પાછળ જોયું તો બન્નેએ ફ્લાઈંગ કીસ આપી હતી. જેથી મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમને ઠપકો આપવા ગઈ હતી. ત્યારે મહિલા સાથે ગુલામ મુસ્તફાએ શારીરિક અડપલાં અને સમાધાને હાથ પકડીને ઝપાઝપી કરી હતી. એટલીવારમાં મહિલાનો પતિ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બન્નેએ મહિલાના પતિ સાથે ઝપાઝપી કરી મારવા જતા તેણે બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવતા બન્ને યુવકો ભાગી ગયા હતાં. આ અંગે મહિલાની ફરિયાદ લઈ લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગણદેવીના દુવાડાની પરિણીતાને ગળે ટૂંપો આપી હત્યા, મૃતદેહ મળતા ખળભળાટ

0
  • નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામે વડ ફળિયામાં રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારે નજીકના કછોલી ગામે આવેલા પોતાના પિયર ગઈ હતી. ત્યાંથી સાંજે 4 વાગ્યા આસપાસ પરત દુવાડા આવવા નીકળી હતી.

ગણદેવીના (Gandevi) દુવાડા ગામે શ્રીરામ ક્વોરીની સામેની ખુલ્લી જગ્યામાંથી આજે સવારે ગામની પરિણીતાનો ગળે ઓંધણીથી ટુંપો આપી હત્યા કરી અર્ધનગ્ન (half naked) હાલતમાં ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થથી વાર કરી તેનો ચહેરો બગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસ સાથે જિલ્લા પોલીસ વડા (District Police Chief) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યારાઓનું પગેરૂ મેળવવાના પ્રયાસો આરંભ્યા છે.

નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામે વડ ફળિયામાં રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારે નજીકના કછોલી ગામે આવેલા પોતાના પિયર ગઈ હતી. ત્યાંથી સાંજે 4 વાગ્યા આસપાસ પરત દુવાડા આવવા નીકળી હતી. પરંતુ હીના પોતાના ઘરે પહોંચી ન હતી અને આજે સવારે ગામની શ્રી રામ ક્વોરી સામે આવેલી ચીમન પટેલના ખેતરની ખુલ્લી જગ્યામાંથી અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કવોરી નજીક જ રહેતા હીનાના સંબંધીઓએ તેનો મૃતદેહ જોતા અર્જુન અને ગામના આગેવાનોને જાણ કરી હતી.

સાથે જ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ગણદેવી પોલીસે મૃતદેહ તપાસતા તેના ગળે મરૂન રંગની ઓઢણી બાંધી ગળે ટુંપો આપી હત્યા કરી હતી. સાથે જ હત્યારાએ કોઈ બોથડ પદાર્થ કે પથ્થર વડે તેના માથામાં તેમજ કપાળ અને ડાબી આંખ ઉપર વાર કરી ચહેરો બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે હિનાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હતો.

હીનાની હત્યા પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે હીના છેલ્લા 4 વર્ષોથી કછોલી ગામે રહેતા પોતાના પતિ ધર્મેશ હળપતિને છોડીને દુવાડા ગામે રહેતા અને વહાણમાં મચ્છીમારી કરવા જતા અર્જુન નાયકા સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. જેમાં ધર્મેશનું બે વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ થયુ હતું. હીનાને ધર્મેશથી 8 વર્ષનો એક પુત્ર અને અર્જુંનથી 3 વર્ષનો એક પુત્ર છે.

જ્યારે હીના દેશી દારૂ પીવાની આદત ધરાવતી હોવાની પણ ગામમાં ચર્ચા છે. જેથી કદાચ ગત રોજ સાંજે હીના દારૂના નશામાં હોય અને એને કોઈએ રોકીને તેની સાથે બળજબરી કરવાના પ્રયાસમાં તેને મોતને ઘાટ ઉતારી હોવાની પણ થિયરી પોલીસ વિચારી રહી છે.

જેથી પોલીસે શ્રી રામ કવોરી અને નજીકમાં જ ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂરો મળીને અત્યાર સુધીમાં 20 લોકોની પૂછપરછ કરી છે. જ્યારે પતિ અર્જુન સાથે પણ ઝઘડા થતા હોવાની માહિતી મળતા એને પણ શંકાના દાયરામાં રાખી તપાસને વેગ આપવામાં આવ્યો છે. પોલીસે LCB, SOG અને ગણદેવી પોલીસની 3 – 4 ટીમો બનાવી હત્યારાને પકડવાની મથામણ આરંભી છે.

આ પણ વાંચો :-

Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી

0

If you are using a credit card

  • Credit Card News : જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે.

જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે. માહિતી આપતા આવકવેરા વિભાગે કહ્યું છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ પર TCS ચાર્જ વસૂલવામાં આવે છે. તો તે કાર્ડ ઈશ્યૂ કરનાર બેંકને નિર્ધારિત સમયગાળામાં યોગ્ય માહિતી આપવાની જોગવાઈ કરવા પર વિચાર કરી રહ્યું છે.

RBIએ આપી માહિતી  :

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં આવકવેરા વિભાગ યોગ્ય વ્યવસ્થા કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. આ તબક્કે ચર્ચા ચાલી રહી છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચનો હેતુ ઇશ્યુ કરનાર બેંકને નિશ્ચિત સમયમાં આપવામાં આવે.

TCSનો કેટલો ખર્ચ થશે?

જો વિદેશમાં ખર્ચવામાં આવેલી રકમ શિક્ષણ અથવા તબીબી સારવાર માટે છે. તો તેના પર 5 ટકા TCS લેવામાં આવશે. જ્યારે 20 ટકા TCS અન્ય હેતુઓ માટે ખર્ચ પર લેવામાં આવશે. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર 1 જુલાઈથી TCS લાદવાની જોગવાઈ લાગુ થવા જઈ રહી છે. આવકવેરા વિભાગ વિવિધ હેડ હેઠળ થતા વિદેશી ચલણ ખર્ચ પર વસૂલવામાં આવતા TCS ચાર્જીસ સંબંધિત પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો અને જવાબોની વિગતવાર યાદી પણ ઈશ્યૂ કરશે.

20 ટકા ફી લેવામાં આવશે :

આગામી મહિનાથી જો વિદેશમાં ક્રેડિટ કાર્ડ પર ખર્ચ રૂ. 7 લાખથી વધુ થશે તો 20 ટકા ફી વસૂલવામાં આવશે. જો કે જો શિક્ષણ અને દવા સંબંધિત ખર્ચ હશે તો આ ફી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લેનારાઓ માટે સાત લાખ રૂપિયાથી વધુની રકમ પર 0.5 ટકા ફી વસૂલવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૧ જૂન / વાહન ચલાવવામાં કાળજી રાખજો, જીવનસાથી સાથે ખટરાગ, આ રાશિના જાતકો બુધવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

‌મિથુન
મનોબળ મજબૂત બને. કેલા કાર્ય સફળ થતા જણાય. આ‌ર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

‌સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉદ્રવ થાય.

ધન
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરિયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

 

અયોધ્યામાં ભગવાન રામના દર્શન પ્રાણ પ્રતિષ્ઠાથી લઈ રામ મંદિર દર્શનની ટાઈમ લાઈન

0
  • ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે. તેના પર સોનાની કોતરણી હશે.

રામ મંદિરના દરવાજા જનતા માટે ક્યારે ખુલશે તે પ્રશ્નના જવાબને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે “15 જાન્યુઆરી, 2024 થી 24 જાન્યુઆરી, 2024 ની વચ્ચે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય છે.”

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શું કહ્યું :

નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે 24-25 જાન્યુઆરી, 2024 સુધી સામાન્ય ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. તેમણે કહ્યું કે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં જીવનની પ્રતિષ્ઠા જોવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે :

તેમણે કહ્યું કે ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે, તેના પર સોનાની કોતરણી હશે. તેમણે કહ્યું કે મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર પણ સોનાનો ઢોળ ચડાવવામાં આવશે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના મનમાં હતું કે તેઓ ત્યારે જ અયોધ્યા જશે જ્યારે મંદિરનો શિલાન્યાસ થશે. તેથી જ તેઓ 5 ઓગસ્ટ, 2021ના રોજ અહીં આવ્યા હતા.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી આનાથી 20 વર્ષ પહેલા સુધી અહીં આવ્યા ન હતા. તેઓ અયોધ્યાની આસપાસ ઘણી વખત આવ્યા. પરંતુ અહીં આવ્યા નહીં.

ડિસેમ્બર 2023થી અયોધ્યામાં ઉજવણી શરૂ થશે :

રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી, સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે રામ મંદિર જાન્યુઆરી 2024 ના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદઘાટનની ઉજવણી ડિસેમ્બર 2023માં જ શરૂ થશે. ઓગસ્ટ 2020માં રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ પ્રથમ વખત મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર અયોધ્યા શહેરમાં ભવ્ય રામનવમીની ઉજવણીનું આયોજન કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે 2019માં ચુકાદો આપ્યો હતો :

સુપ્રીમ કોર્ટે 2019ના અંતમાં ચુકાદો આપતાં એક આદેશમાં મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ પછી દાયકાઓથી ચાલી રહેલું રામમંદિર આંદોલન ખતમ થઈ ગયું. 1996 થી રામ મંદિર નિર્માણને હંમેશા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-