Home Blog Page 1034

ઘટી ગઈ iPhone 14 ની કિંમત ! અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત

0
  • iPhone 14 Deal : એપ્પલ આઈફોન 14 ખરીદવા માટે ઘણા સમયથી બજેટ બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે તમે એન્ડ્રોયડ ફોનની કિંમતમાં આઈફોન 14 ખરીદી શકો છો.

APPLE iPhone 14 ને ખરીદવાની ઈચ્છા દરેકની હોય છે અને તેની પાછળ કારણ છે કે આ સૌથી લેટેસ્ટ સિરીઝનું બેસ વેરિએન્ટ છે. તેનું સૌથી વધુ પોપ્યુલર વેરિએન્ટ છે 128 GB સ્ટોરેજવાળુ કારણ કે તેમાં યૂઝર્સ પોતાની ઘણી સારી ફાઈલ્સ સ્ટોર કરી શકે છે. જો વર્તમાન સમયની વાત કરીએ તો આ ફોનને જો ફ્લિપકાર્ટથી ખરીદવામાં આવે તો ગ્રાહકોએ 70999 રૂપિયા ચુકવવા પડી શકે છે. જે તેની લેટેસ્ટ પ્રાઈઝ છે.

આ પ્રાઈઝ પર કેટલાક લોકો માટે તો ફોન ખરીદવામાં સમસ્યા થશે નહીં પરંતુ દરેક માટે આ કિંમત પર આઈફોન ખરીદવો મુશ્કેલ સાબિત થઈ શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી ઓફર વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમે અડધી કિંમતમાં આઈફોન લઈ શકો છો. જો તમે પણ આ મોડલ ખરીદવા ઈચ્છો છો તો અમે તેના પર મળનાર ડિસ્કાઉન્ટ વિશે જણાવી રહ્યાં છીએ.

APPLE iPhone 14 ના કયા મોડલ પર છે ડિસ્કાઉન્ટ :

APPLE iPhone 14 પર મળી રહેલી ઓફરની વાત કરીએ તો તેના (Midnight, 128 GB)વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે અત્યાર સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ છે. હકીકતમાં ફ્લિપકાર્ટ પર APPLE iPhone 14 (Midnight, 128 GB)વેરિએન્ટની ખરીદી કરવા પર ગ્રાહકોને 38,600 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ એક્સચેન્જ ઓફર લાગૂ થયા બાદ ગ્રાહકોએ 70999 રૂપિયા ચુકવવાની જરૂર પડશે નહીં પરંતુ તેણે માત્ 32,399 રૂપિયા ચુકવવા પડશે.

ઓફરનો લાભ લેવા ઈચ્છતા લોકો માટે આ સરી તક છે જો તમે ઓફરનો લાભ અત્યારે નહીં લો તો આ ડિસ્કાઉન્ટ સ્કીમ ગમે ત્યારે પૂરી થઈ શકે છે. પછી ફ્લિપકાર્ટ તરફથી ક્યારે ડિસ્કાઉન્ટ ઓફર લાવવામાં આવશે તેની કોઈ જાણકારી નથી.

આ પણ વાંચો :-

ચોમાસામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન ? આ ૫ જગ્યાએ આવશે ભરપૂર મજા, ટ્રીપ જિંદગીભર નહીં ભૂલો

0
  • જુલાઈ મહિના પહેલા જ લોકો ચોમાસા દરમિયાન ભારતમાં ફરવા માટેના સ્થળો શોધવાનું શરૂ કરી દે છે. તમારા ચોમાસાનાં પ્રવાસને સરળ અને યાદગાર બનાવવા માટે અમે જગ્યાઓનું લીસ્ટ લઈને આવ્યા છીએ.

ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી છે. દેશનાં મોટા ભાગનાં વિસ્તારમાં ઝરમર વરસાદ ગરમીથી રાહ આપવાનું કામ કરે છે. આ સમય ફરવા માટે આયોજન કરવાનો પણ છે.  જો તમે વરસાદ પ્રેમી છો તો તમને જણાવી દઈએ એવી ૮ જગ્યાઓ વિશે કે જ્યાં ચોમાસાની ઋતુમાં ફરવા જવાનું આયોજન કરવું જોઈએ.

કોડઈકેનાલ :

કોડાઈકેનાલ એ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું એક પહાડી શહેર છે. કોડાઈકેનાલ જુલાઈની રજાઓમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો માટે જાણીતું છે. કોડાઇકેનાલમાં આ સમયે વરસાદની સીઝન પુર બહારમાં ખીલી છે. અને આ સમયગાળા દરમ્યાન આ સ્થળ ખૂબ જ સુંદર બની જાય છે.

અલેપ્પી 

કેરળના અલેપ્પીમાં પણ જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. જે વરસાદ પ્રેમીઓ માટે હરવા ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે.

કુર્ગ :

કર્ણાટકનું સુંદર હિલ સ્ટેશન ચોમાસાની સીઝન દરમિયાન એકદમ અલૌકિક લાગે છે.  એક શાંત હિલ સ્ટેશન, કૂર્ગની પ્રાકૃતિક સુંદરતાનો કોઈ પણ તુલના થઈ શકે નહી.

ગંગટોક :

સિક્કિમની રાજધાની ગંગટોકમાં જુલાઈમાં ઘણો વરસાદ પડે છે. જેના કારણે આખો વિસ્તાર હરિયાળો અને સુંદર દેખાય છે. તમે જુલાઈ મહિનામાં અહીં પ્રવાસનું આયોજન કરી શકો છો.

ગોવા :

ગોવામાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. પરંતું આ સમય દરમિયાન દરિયાકિનારો જોખમી બની જાય છે. જેથી ત્યાં સ્વિમિંગ શક્ય બનશે નહીં. પરંતુ તમે બીચની મુલાકાત લઈ શકો છો. વરસાદની ઋતુમાં આ જગ્યા સંપૂર્ણપણે હરિયાળી બની જાય છે.

લંઢૌર :

જો તમે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માંગો છો. તો જુલાઈ મહિનામાં લંઢૌરની મુલાકાત અવશ્ય લો.  આ સમયગાળા દરમ્યાન ઉત્તરાખંડનું નાનું કેન્ટોનમેન્ટ શહેર સંપૂર્ણપણે લીલું અને સુંદર બની જાય છે.

લોનાવાલા :

મહારાષ્ટ્રમાં લોનાવાલા જુલાઈમાં સંપૂર્ણપણે લીલું અને ખૂબસૂરત બની જાય છે. ચોમાસામાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

મેઘાલય :

વાદળોનું નિવાસસ્થાન કહેવાતું મેઘાલય વિશ્વનું સૌથી ભીનું રહેતું સ્થળ એટલે માવસિનરામનું ઘર છે.  તે પ્રકૃતિ અને વરસાદ પ્રેમીઓ માટે એક ઉત્તમ સ્થળ છે.

આ પણ વાંચો :-

૧૩ જુલાઈ / પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે, રૂપિયાની લેવડ-દેવડમાં સાચવજો, આ રાશિના જાતકોનો ગુરુવાર ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મન માં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ. કાર્યક્ષેત્રે ‌પત્નિનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોઘાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શખશો. સંતાનો ની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનો માં મહત્વની તક મળે. નોકરી ધંધામાં વિશ્વાસઘાત થી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજ માં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણો થી આવક વધતી જણાય. સંતાન ની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથી નો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રો થી લાભ.

સિંહઃ
આત્મબળ માં વધારો થાય. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારીક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માન માં ‌વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. મિત્રો થી ચિંતા રહે.

કન્યાઃ
કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વક્ત, કાર્યકુશળ બનશો. ભાગ્યોદય ની નવી-નવી તક મળે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વાસ્થ્યતા જળવાઇ રહેશે.

તુલાઃ
દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબુત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજ માં સાવચેત રહેવું. ભાગ્ય નો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાંકીય બાબતો માં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતો થી લાભ મળતો જણાય. સંતાન સબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવા, નાણાંકીય બાબતો માં અનુકુળતા રહે. પરિવાર માં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથી ની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકાર ની ભાવના પેદા થાય, નાણાંકીય વ્યવહારો માં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજન નો મિલાપ થાય. પેટ માં એસીડીટી રહે. સંતાન નું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજ વસ્તુ ખોવાઇ જાય, ફુડ પોઇઝનીંગ કે દવાનવા રીએક્શન થી સાચવવું. ઝેરી, જંતુ, કુતરૂ કરડવાના બનાવ બને. વિદેશી બાબતો થી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળ નો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખ માં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખ ની કાળજી જરૂરી. બહેનો એ ગર્ભાશય ના રોગો થી સાચવવું.

આ પણ વાંચો :-

૦૭ વર્ષ બાદ મામા-ભાણેજના ઝઘડાનો આવ્યો અંત, કૃષ્ણા-ગોવિંદાનું થયું પૈચઅપ

  • એક સમય હતો જ્યારે મામા ભાણેજ ને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મામા ભાણેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આવી વાત એટલો વધ્યો કે જાહેરમાં પણ બંને વચ્ચેની અનબન સામે આવી ગઈ હતી.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદા અને કૃષ્ણાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. એક સમય હતો જ્યારે મામા ભાણેજ ને એકબીજા માટે ખૂબ જ પ્રેમ અને લાગણી હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મામા ભાણેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

આવી વાત એટલો વધ્યો કે જાહેરમાં પણ બંને વચ્ચેની અનબન સામે આવી ગઈ હતી. ગોવિંદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે વાતચીત પણ કરતા ન હતા. પરંતુ હવે સાત વર્ષ પછી બંને વચ્ચે બધું જ બરાબર હોય તેવું જણાઈ રહ્યું છે.

મામા ભાણેજના ઝગડાનો અંત આવ્યો છે તે વાત કૃષ્ણા અભિષેકે તાજેતરમાં શેર કરેલી એક પોસ્ટ પરથી સામે આવી છે. કૃષ્ણા અભિષેકે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ડાન્સ કરતો જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે તેણે આ વીડિયોમાં પોતાના મામાને ટેગ કર્યા છે. તેણે કેપ્શન માં લખ્યું છે કે નાનપણથી જ તેને ડાન્સ કરવાનો શોખ હતો જ્યારે તે તેની માતા સાથે ગોવિંદાની ફિલ્મના શૂટિંગ પર જતો ત્યારે તેમને જોઈને ખુબ જ સારું લાગતું. આજે તે જ કામ તે કરી રહ્યો છે તેથી વધારે સારું લાગે છે.

કૃષ્ણા અભિષેકની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. થોડા સમય પહેલા બન્ને એકબીજા વિશે વાત કરવાનું પણ તાડતા તેવામાં કૃષ્ણા અભિષેકે ગોવિંદાને ટેગ કરીને આ પોસ્ટ કરી છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે હવે મામા અને ભાણેજ વચ્ચે બધું બરાબર થઈ ગયું છે. જોકે ગોવિંદાએ કૃષ્ણા અભિષેકને આ પોસ્ટ ઉપર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો :-

 

 

વાત્રક-મેશ્વો નદી પર નિર્માણધીન પુલના સ્લેબ નીચેના ટેકા ધડામ કરતા પાણીમાં પડ્યા

0
  • ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના છેવાડાના ગામો અને નદી કાંઠાના ગોમો પ્રભાવિત થયા છે.

ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર નિર્માણધીન પુલના સ્લેબ નીચેના ટેકા ધડામ કરતા પાણીમાં પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેડાની વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. આ નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ખેડા તાલુકાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા નવા નિર્માણધીન બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં વહી ગયાનો બનાવ સામે આવ્યો છે.

પાણીમાં તીવ્ર પ્રવાહના કારણે બ્રીજનું સ્ટ્રકચર એકાએક તૂટી પડ્યું હતું. બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતા પ્રવાહ સાથે તણાતું જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો.

આ પણ વાંચો :-

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન સુરક્ષાકર્મીઓએ ભક્તને ઝીકી દીધો લાફો

0
  • યુપીના નોઈડામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન એક ભક્તને માર મારવામાં આવ્યો હતો. કથા પંડાલમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા લોકોએ ભક્તને એક પછી એક થપ્પડ મારી.

પંડાલમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ નજીવી દલીલ બાદ શ્રદ્ધાળુને માર માર્યો હતો. આ દરમિયાન લોકોએ ભક્તને બચાવ્યો હતો. કથા પંડાલમાં એક ભક્તની મારપીટનો વીડિયો સામે આવ્યો છે.

આ કથા કાર્યક્રમનું આયોજન ‘અમૃત કલ્યાણ સેવા ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કથામાં એક ભક્તને નજીવી તકરાર થઈ હતી. જે બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને જોરદાર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી.

મારપીટની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે, ગ્રેટર નોઈડામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.

સોમવારે કલશ યાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી હતી. જે ગ્રેટર નોઈડા સિટી પાર્ક સ્થિત વૈષ્ણો દેવી મંદિરથી જેતપુર ડેપો મેટ્રો સ્ટેશન નજીક કથા સ્થળ સુધી પહોંચી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો કાર્યક્રમ નોઈડામાં ૧૬ જુલાઈ સુધી ચાલશે :

કથામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં મહિલા અને પુરૂષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ૧૦મી જુલાઈથી ૧૬મી જુલાઈ સુધી ગ્રેટર નોઈડામાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશાળ પંડાલ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે આયોજકો દ્વારા પોલીસની સાથે ગાર્ડ અને સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Heavy Rain Alert : હિમાચલમાં ભારે તબાહી, યમુનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

0
  • હિમાચલમાં વરસાદે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. અનેક ઘર અને પુલ પાણીમાં વહી ગયા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સરકારે શાળાઓની રજામાં ફેરફાર કર્યો છે.

હિમાચલમાં વરસાદે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. અનેક ઘર અને પુલ પાણીમાં વહી ગયા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સરકારે શાળાઓની રજામાં ફેરફાર કર્યો છે. આ રજાઓ ૧૦જુલાઈથી શરૂ થઈ છે. હાલ હિમાચલનો મંજર ખુબ જ પરેશાન કરનારો છે. ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સતત વરસાદ પડી રહ્યો છે.

ખરાબ હવામાનના કારણે છેલ્લા ૪ દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ ૧૦૦થી વધુ લોકોના જીવ ગયા. આઠ જુલાઈથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં 36, જમ્મુ કાશ્મીરમાં ૧૫, ઉત્તરાખંડમાં ૯, દિલ્હીમાં ૫, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ૧-૧ મોત થયા છે.

હિમાચલમાં તબાહી :

વરસાદના કારણે હિમાચલ પ્રદેશને લગભગ ૧૦૫૦કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક લોકોના મોત થયા છે. ૭૯ જેટલા ઘરો સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા. જ્યારે ૩૩૩ ઘરોને આંશિક નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ પ્રદેશમાં અત્યાર સુધીમાં ૪૧ જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું છે. જ્યારે ૨૯ ફ્લેશ ફ્લડની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ બ્લોક થવાથી હિમાચલ પ્રદેશ લોક સેવા આયોગ (HPPSC) એ HPASની ૨૩ જુલાઈની પરીક્ષા રદ કરી છે.

Rain News Today Live: Flash floods likely in Himachal Pradesh, Shimla says  Met; floods worsen in Punjab, UP

દિલ્હીમાં યમુનાનું વિકરાળ સ્વરૂપ :

દેશના અનેક રાજ્યોમાં થયેલા ભારે વરસાદના કારણે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. આજે સવારે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું જળસ્તર ૨૦૭ મીટર પાર કરી ગયું. હરિયાણાના હથિણીકૂંડ બેરેજથી ૩ લાખ ક્યૂસેક પાણી છોડાયા બાદ યમુનામાં પાણી વધ્યું છે.

આ પણ વાંચો :-

હોટલમાં આવી જા…: હનીટ્રેપમાં ગીરસોમનાથનો ફસાયો યુવક, છેલ્લી….

0
  • ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને બચાવ્યો હતો. ત્યારે સુરતનાં યુવકને વેરાવળની યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા સુરતનાં યુવકને બચાવ્યો હતો. વેરાવળની યુવતી દ્વારા યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદ યુવકને સાસણની હોટેલમાં બોલાવી રૂપિયાનો ખેલ પાડ્યો હતો. ટોળકી દ્વારા યુવકનું અપહરણ કરી વેરાવળ લાવી હતી. જે અંગેની જાણ એલસીબી પોલીસને થતા જ ટોળકી નાસી છુટી હતી.

પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી :

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોબાઈલ પર વોટ્સઅપ વીડિયો કોલ કરી યુવતિઓ દ્વારા યુવકોને તેમજ આધેડને ફસાવી તેઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલ કેટલાક લોકો દ્વારા સમાજમાં આબરૂ જવાનાં ડરે પૈસા આપીને મામલો પતાવટ કરે છે તો કેટલાક લોકો ચોર ટોળકી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી તેને જેલની સળીયા પાછળ ધકેલે છે.

આ ઠગ ટોળકી દ્વારા યુવકોનું અપહરણ કરવાનું પણ હવે શરૂ કર્યું છે. ત્યારે વેરાવળની યુવતી દ્વારા સુરતનાં યુવકને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ટોળકી દ્વારા તેનું અપહરણ કર્યું હતું. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

સ્કૂલના બાળકો ભરેલી બસે કારને અડફેટે લીધી, બસ ડ્રાઈવરે પીધેલી હાલતમાં ઝડપાયો

0
  • સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ અકસ્માત સર્જાયો છે. જેમાં ડભોલી ચાર રસ્તા પર સ્કૂલ બસના ચાલકે કારને અડફેટે લીધી હતી.

બસમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓ હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા લોકોએ બસનો પીછો કરી ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર દિનેશ પટેલને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ડભોલી ચાર રસ્તા નજીક રાંદેર ઉગતની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકે કારને પાછળથી અડફેટે લેતા ભારે હોબાળો થયો હતો. BRTS રૂટ ક્રોસ કર્યા બાદ કારને અડફેટે લેનાર વિદ્યાર્થીઓથી ભરેલી બસનો ચાલક પીધેલી હાલતમાં મળી આવતા સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

મોડી સાંજે બનેલી ઘટના બાદ ભેગા થઈ ગયેલા વાલીઓએ ક્હું કે, સ્કૂલ બસનો ચાલક પીધેલ હોય તો અમારા બાળકોની સુરક્ષા શું, હાલ સિંગણપોર પોલીસે બસ જમા લઈ બસ ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

કૃણાલ પટેલે જણાવ્યું હતું કે ઘટના લગભગ ૫:૩૦ વાગ્યાની છે. હું મારી સ્વીફ્ટ કાર લઈ ડભોલીથી વરાછા જવા નીકળ્યો હતો. જ્યાં બાજુમાં BRTS રૂટ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બસે સ્વીફ્ટ કારને પાછળથી અડફેટે લઈ ભાગી ગયો હતો. જોકે વરાછા બેંક સુધી બસનો પીછો કરી વિદ્યાર્થીઓ ભરેલી બસને રોકવા મજબુર બન્યો હતો. ડ્રાઈવરને ઠપકો આપતા મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. જેને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ ને બસમાંથી ઉતારી વાલીઓ જ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

 

સ્કૂલના બસ ચાલકે કોઈ જવાબદાર વ્યક્તિના નંબર સુધ્ધાં આપવાની ના પાડી દીધી હતી. વાલીઓનો ગુસ્સો જોઈ નંબર આપ્યો હતો. ત્યારે શાળાના કોઈ જવાબદાર વ્યક્તિએ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવા જણાવ્યું અને કહ્યું હતું કે પોલીસ ફરિયાદ કરી દો. હાલ પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો :-

 

ગટરના પાણીથી શાકભાજી ધોતો પકડાયો લારીવાળો, વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

0
  • હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ જશો. વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો? વીડિયોમાં એક શાકભાજી વેચનારો એવું કામ કરતો જોવા મળે છે કે ગુસ્સો આવી જાય.

લીલા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેના અનેક લાભ થાય છે. બીમારીઓથી છૂટકારો મળતો હોય છે. રોગ દૂર રહે છે. મોટાભાગે શાકભાજી વેચનારાઓને તમે શાકભાજીને લીલાછમ રાખવા માટે પાણી છાંટતા જોયા હશે. આ ઉપરાંત દુકાનદારો શાકભાજીને સારી રીતે ધોતા પણ હોય છે. જેથી કરીને શાકભાજી તાજા રહે.

અનેકવાર એવું પણ જોવા મળ્યું છે કે ખરાબ શાકભાજીને શાકભાજીવાળા ધોઈને ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ જશો. વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો? વીડિયોમાં એક શાકભાજી વેચનારો એવું કામ કરતો જોવા મળે છે કે ગુસ્સો આવી જાય. આ વીડિયો જોકે હાલનો નથી, ઘણો જૂનો છે.

નાળાના પાણીથી ધૂએ છે શાકભાજી :

દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય છે. ગ્રાહકો દુકાનદારોના ત્યાંથી ગુણવત્તા જોઈને જ સામાન ખરીદતા હોય છે. સોશયિલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં વ્યક્તિ નાળાના ગંદા પાણીથી શાકભાજી ધોતો જોવા મળે છે. શાકભાજી ગંદાપાણીથી ધોઈને પોતાની રેકડી પર મૂકી રહ્યો છે.

શાકભાજીવાળો તે નાળામાં ટામેટા, મરચા અને અન્ય શાકભાજી ડૂબોડી ડૂબોડીને ધોતો જોવા મળી રહ્યો છે. પહેલા આ શાકભાજીવાળો ટામેટા અને ફ્લાવરને તે ગંદાપાણીથી ધોવે છે. ત્યારબાદ બાકી શાકભાજી સાથે તેને રેકડી પર ગોઠવી દે છે. આ નાળામાં તે લીલા મરચા, સહિત અનેક શાકભાજી પણ નાખીને ધોવે છે.

અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે પરંતુ તે ઘણો જૂનો છે. આ વીડિયો માર્ચ 2020નો છે જેને @igopalgoswami ટ્વિટર એકાઉન્ટથી ફરીથી ટ્વીટ કરાયો છે. આ ઘટના મહારાષ્ટ્રના ભીવંડીની હતી. આ મામલે આરોપી વ્યક્તિ પર આઈપીસીની કલમ 273 હેઠળ કેસ પણ દાખલ થયો હતો.

આ પણ વાંચો :-