Home Blog Page 1035

IPLનો સ્ટાર યશસ્વી કરશે ટેસ્ટમાં ડેબ્યૂ, કોહલી-રોહિતની થશે અગ્નિપરીક્ષા

0
  • ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચની સિરીઝ રમવાની છે. આ પ્રવાસ આજથી (12 જુલાઈ) શરૂ થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ઘણી નબળી દેખાઈ રહી છે. તે ODI વર્લ્ડ કપમાંથી બહાર છે. વિન્ડીઝની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ છે. આવી સ્થિતિમાં કેટલાક પ્રશંસકો અને દિગ્ગજોનું માનવું છે કે ભારતીય ટીમ નબળા વિન્ડીઝને પોતાના ઘરમાં જ સાફ કરી શકે છે.

પરંતુ ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ શ્રેણી સાથે પરિવર્તનનો એક તબક્કો શરૂ કરશે. આ દરમિયાન ચાહકો અને મેનેજમેન્ટની નજર યશસ્વી જયસ્વાલ સહિતના યુવા ખેલાડીઓ પર રહેશે. બીજી તરફ યજમાન વેસ્ટ ઈન્ડિઝ માટે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં મળેલી હારના ઘા હજુ તાજા છે. આવી સ્થિતિમાં ભારત જેવી મજબૂત ટીમને હરાવીને વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ ક્રિકેટમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

પુજારાની જગ્યાએ જયસ્વાલને મળી શકે તક :

ચેતેશ્વર પૂજારાની હકાલપટ્ટી બાદ ભારતીય ટોપ ઓર્ડરમાં એક જગ્યા ખાલી પડી છે. રોહિત શર્માએ પણ પુષ્ટિ કરી છે કે જયસ્વાલને તક મળશે અને તે ઓપનિંગ કરશે, જ્યારે શુભમન ગિલ નંબર 3 પર રમશે. શુભમન ગિલ સ્વાભાવિક રીતે મિડલ ઓર્ડર બેટ્સમેન છે. જયસ્વાલ મુંબઈ, પશ્ચિમ ઝોન અને રેસ્ટ ઈન્ડિયા માટે ઈનિંગ્સની શરૂઆત કરતો આવ્યો છે. તેના માટે ટોપ ઓર્ડર પર રમવાનું મુશ્કેલ નહીં હોય.

ભારત WTCની ત્રીજી સિઝનમાં જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે :

આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા કેમાર રોચ, શેનોન ગેબ્રિયલ, અલ્ઝારી જોસેફ અને જેસન હોલ્ડર જેવા અનુભવી બોલરોને રમવા ભારત માટે સારો અનુભવ હશે. ભારતની નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીઝન પાછલી બે સીઝન કરતાં વધુ કઠિન હશે. છેલ્લી બે સિઝનમાં ભારતીય ટીમ શાનદાર ઝડપી બોલિંગ અને ચુસ્ત બેટિંગ ઓર્ડરના આધારે ફાઈનલમાં પહોંચી હતી.

હવે મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત છે. જ્યારે મોહમ્મદ શમીને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના આક્રમણમાં ધારનો અભાવ છે. ઈશાંત શર્મા છેલ્લી બે સીઝન રમી ચૂક્યો છે, પરંતુ આ વખતે કોમેન્ટ્રી કરશે. જ્યારે 36 વર્ષીય ઉમેશ યાદવ માટે હેમસ્ટ્રિંગની ઈજા બાદ કમબેક કરવું મુશ્કેલ છે.

આ પણ વાંચો :-

ગુજરાત-મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું, જાણો આજના જાહેર થયેલા નવા ભાવ

0
  • આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આજે સપાટ રહ્યા છે. WTI ક્રૂડ 0.01 ડોલર ઘટીને બેરલ દીઠ $74.82 પર વેચાઈ રહ્યું છે.

બ્રેન્ટ ક્રૂડ $ 0.02 ઘટીને $ 79.38 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના તાજેતરના ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે કિંમતોમાં સુધારો કરવામાં આવતો હતો.

ગુજરાતમાં પેટ્રોલ 61 પૈસા અને ડીઝલ 62 પૈસા સસ્તું થયું છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલની કિંમતમાં 54 પૈસા અને ડીઝલની કિંમતમાં 47 પૈસાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 54 પૈસા અને ડીઝલ 52 પૈસા સસ્તું થયું છે. આ સિવાય ઝારખંડ, તેલંગાણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 24 પૈસા મોંઘુ થયું છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં પણ ઈંધણ મોંઘુ થઈ ગયું છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે :

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડયુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

આ પણ વાંચો :-

RBIની કડક કાર્યવાહી, આ 4 બેંકોના લાયસન્સ રદ ; ગ્રાહકોના પૈસાનું શું થશે ?

0
  • શ્રી શારદા મહિલા સહકારી બેંકના લગભગ 97.82 ટકા થાપણદારોને તેમની થાપણોની સંપૂર્ણ રકમ DICGC તરફથી પરત કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફરી એકવાર બે બેંકોના લાઈસન્સ રદ કર્યા છે. આ વખતે આરબીઆઈએ કર્ણાટકના તુમકુર સ્થિત શ્રી શારદા મહિલા સહકારી બેંક અને મહારાષ્ટ્રના સતારા સ્થિત હરિહરેશ્વર બેંક સામે કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે બે સહકારી બેંકો પાસે ‘પૂરતી મૂડી અને કમાણીની સંભાવના’ નથી. હરિહરેશ્વર સહકારી બેંકના કિસ્સામાં વ્યવસાય બંધ કરવાનો આદેશ 11 જુલાઈ, 2023 થી અમલી બન્યો છે.

ખાતા ધારક થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર છે :

બેંકના લગભગ 99.96 ટકા થાપણદારોને તેમની કુલ થાપણો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને લોન ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી આપવામાં આવશે. તે જ સમયે, શ્રી શારદા મહિલા સહકારી બેંકના લગભગ 97.82 ટકા થાપણદારોને DICGC તરફથી તેમની થાપણની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. લિક્વિડેશન પર, દરેક થાપણદાર DICGC તરફથી તેમની રૂ. 5 લાખ સુધીની થાપણો માટે થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.

બંને બેંકો પાસે યોગ્ય મૂડી અને આવકની સંભાવના નથી :

લાયસન્સ રદ થયા બાદ બેંકોને બેંક સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાં અન્ય બાબતોની સાથે થાપણોની સ્વીકૃતિ અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે. આરબીઆઈએ કહ્યું કે બંને સહકારી બેંકો પાસે યોગ્ય મૂડી અને કમાણીની ક્ષમતા નથી. બેંકે કહ્યું કે બંને બેંકો તેમની વર્તમાન નાણાકીય સ્થિતિને જોતા તેમના થાપણદારોના સંપૂર્ણ નાણાં પરત કરવામાં અસમર્થ છે.

અગાઉ, આરબીઆઈએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કાર્યરત બે સહકારી બેંકોનું લાઈસન્સ રદ કર્યું હતું. આ પછી, 5 જુલાઈ, 2023 થી બંને બેંકોનો તમામ પ્રકારનો વ્યવસાય બંધ થઈ ગયો છે. રિઝર્વ બેંકના આદેશ બાદ, બુલઢાણા સ્થિત મલકાપુર અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ અને બેંગલુરુ સ્થિત સુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક રેગ્યુલરના બેંકિંગ લાઈસન્સ 5 જુલાઈથી રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

 

જય શ્રીરામ લોકોને વરસાદમાં ભીજાતા બચાવશે, સુરત જ નહિ, વિદેશમાં વધી આ ખાસ વસ્તુની માંગ 

0
  • જય શ્રી રામ લોકોને વરસાદમાં ભીજવાથી પણ બચાવશે. સાંભળીને આશ્ચર્ય થશે કે જય શ્રી રામ અને વરસાદનું શું કનેક્શન હોઈ શકે. તો અમે તમને જણાવવા માંગીશું કે સુરત જ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયા અને યુએસમાં ખાસ જય શ્રી રામ લખેલી કસ્ટમાઈઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે.

એક આર્ટિસ્ટે બનાવેલી જય શ્રી રામ લખેલી છત્રી હાલ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લોકો વિદેશમાં બેસીને આ છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે. આ છત્રી લઈને કોઈપણ નીકળે છે તો લોકો તેને જય શ્રી રામ ચોક્કસથી કહે છે.

ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે માત્ર સુરત કે ગુજરાત નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં પણ એક ખાસ પ્રકારની કસ્ટમાઈઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. આ છત્રીની ખાસિયત છે કે આની ઉપર એક્રેલિક કલર થી જય શ્રી રામ લખ્યું છે અને રામ મંદિરની તસવીર બનાવવામાં આવી છે. એટલું જ નહીં આ છત્રીમાં તિરંગા પણ છે. હાલ વિદેશોમાં જય શ્રી રામ લખેલી છત્રી અને મંત્રોવાળી છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે.

સુરતની આર્ટિસ્ટ ભાવિની ગોલવાલા રામભક્ત છે. તેઓને નાનપણથી જ દેવનગરી કેલિગ્રાફી શીખવાનો શોખ હતો. પોતાના આર્ટમાં હંમેશા થી આ બંનેનું સમાવેશ કરતી હતી .ચોમાસાની સિઝન આવતા તેઓએ વિચાર્યું કે તેઓ છત્રી ઉપર એ ખાસ પ્રકારની આર્ટ તૈયાર કરે હાલ રામ મંદિરને લઈ દેશભરમાં ભક્તિનો માહોલ છે ત્યારે તેઓએ ખાસ શ્રીરામ લખેલી રામ મંદિરની એક એવી છત્રી બનાવી છે જેની ડિમાન્ડ હાલ વિદેશોમાં પણ જોવા મળી રહી છે.

ભાવિનીએ જણાવ્યું હતું કે, નાનપણથી જ ભગવાન રામની ભક્ત છે તેઓએ માત્ર એમ જ એક છત્રી ઉપર જય શ્રી રામ લખીને ડિઝાઇન તૈયાર કર્યું હતું અને પોતાના સોશિયલ હેન્ડલ પર મૂક્યું હતું. જેને જોઈ વિદેશમાં રહેતા લોકોએ તેમને આવી છત્રી બનાવવા માટે ઓર્ડર આપ્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને યુએસમાં રહેતા લોકો કે જેઓ ત્યાં રહીને પણ ભક્તિ અને દેશ પ્રેમ સાથે જોડાવા માંગે છે તેઓએ આ ખાસ પ્રકારની છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે જેથી તેઓ પોતાના હાથથી કલર કરીને આ છત્રી તૈયાર કરે છે અને ત્યાં મોકલે છે.

આ પણ વાંચો :-

ટાટા બનાવશે iPhone 15, ડીલ થઈ ફાઈનલ ! ભારતીયોને મળશે આ ફાયદા

0
  • એપલ અને ટાટા વચ્ચે થનારી ડીલ લગભગ અંતિમ તબક્કામાં છે. પરંતુ જો બંને વચ્ચે ડીલ થાય તો, સામાન્ય ભારતીયોને શું ફાયદો થશે?

ટાટા ગ્રુપની એપલની સાથે ભાગીદારી થવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે ટાટા ગ્રુપની આ ડીલ ફાઈનલ થવાની છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ડીલને ઓગસ્ટ 2023 સુધી મંજૂરી મળી શકે છે. જો આ ડીલ થઈ જાય છે તો એપલ પ્રથમ એવી કંપની હશે. જેને આઈફોન બનાવવાની ડીલ મળી રહી છે.

ટાટા બનાવશે iPhone 15 :

ટાટા સમૂહને વિસ્ટ્રોન ફેક્ટરીના અધિગ્રહણની લીડને મંજૂરી મળી શકે છે, જે કર્ણાટકના સાઉથઈસ્ટમાં હાજર છે. તેની વેલ્યૂએશન આશરે 600 મિલિયન ડોલરની છે. નોંધનીય છે કે આ ડીલને લઈને આશરે એક વર્ષથી વાતચીત ચાલી રહી છે. આ ફેક્ટરીને આઈફોન 14 મોડલના મેન્યુફેક્ચરિંગ માટે ઓળખવામાં આવે છે. આ ફેક્ટરીમાં આશરે 10 હજારથી વધુ લોકો કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે માર્ચ 2024 સુધી વિસ્ટ્રોન આ ફેક્ટરીથી આશરે 1.8 બિલિયન ડોલરના એપલ ફોન બનાવશે. ટાટા આ ફેક્ટરીમાં iPhone 15નું નિર્માણ કરશે.

શું થશે ફાયદો ?

ટાટાએ વાયદો કર્યો છે કે જો ડીલ ફાઈનલ થઈ જાય તો તે આગામી વર્ષ સુધી ફેક્ટરીમાં વર્કફોસને ત્રણ ગણો કરશે. તેવામાં મોટા પાયે રોજગારીની તક ઉભી થશે. સાથે ભારતથી સ્માર્ટફોનની નિકાસમાં પણ તેજી આવશે. તો આઈફોનના નિર્માણમાં ખર્ચ ઓછો આવશે. તેવામાં આવનારા દિવસોમાં આઈફોનની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

વિસ્ટ્રોન કેમ વેચી રહી છે કંપની :

રિપોર્ટનું માનીએ તો વિસ્ટ્રોનને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એપલની ટર્મ અને કંડીશન હેઠળ કંપનીએ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. હકીકતમાં વિસ્ટ્રોનનું કહેવું છે કે એપલ તરફથી ફોક્સકોન અને પેગાટ્રોનના મુકાબલે વધુ માર્જિલ લેવામાં આવી રહ્યું છે. તો ચીનના મુકાબલે ભારતમાં અલગ પડકાર છે. જેનાથી ભારતમાં કર્મચારીઓ સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેવામાં વિસ્ટ્રોન પોતાની કંપની વેચવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

 

૧૨ જુલાઈ / ભાગીદારી કરવાનું વિચારતા હોય ઉજળો સમય.! આકસ્મિક ધનલાભના યોગો, આ રાશિના જાતકો માટે બુધવાર લકી, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવાર ના સભ્યો સાથે આનંદ નું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દુર રહેવું.

કર્કઃ
બપોરબાદ આવકનું પ્રમાણ વધેે આથી પ્રસન્નતા નો અનુભવ થાય. પરિવાર માં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવેે. દામ્પત્ય જીવનમાં આનંદ ની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્ય નો સાથ મળતો જણાય.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથા ના દુઃખાવા ની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંંતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્ય માં સફળતા મળે. સંતાનો નો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહ ના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાની માંથી મુત્સદ્દી પણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકા ના રોગો, માથા નો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસી થી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલે તારીખ સાથે ત્રીજા રાઉન્ડની તોફાની આગાહી કરી !

0
  • ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે.

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. ૧૪ જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. ૨૦ જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે.

દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. ૨૩ થી ૩૦ જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. ૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.

રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ પડશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસાદ આવશે. તો નર્મદા નદીમાં પુષ્કળ પાણીની આવક થશે. સરદાર સરોવર બંધની ઊંચાઈ સુધી પાણી પહોંચશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન ૧૮-૧૯અને ૨૦ જુલાઈએ આવશે. ૨૩ થી ૩૦ જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.

અંબાલાલ પટેલે કહ્યું કે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.

તેમણે કહ્યું કે, આ દિવસોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ વરસાદ થતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા છે. તો તાપી નદીમાં પણ હળવા પૂરની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ૪ થી ૮ ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ૧૦-૧૨ ઈંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

‘ટીપ-ટીપ બરસા પાની’.. છોકરાએ એવી કમર લચકાવી કે નોરા ફતેહીનો ડાન્સ પડ્યો ફિક્કો

0
  • તમે ઘણી છોકરીઓને શ્રીદેવી અને અનિલ કપૂરના ફેમસ ગીત પર ડાન્સ કરતી જોઈ હશે. પરંતુ હવે આ ગીત પર એક છોકરાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નોરા ફતેહીને બોલિવૂડમાં આઈટમ સોંગ ક્વીન માનવામાં આવે છે. તેણે એકથી વધુ ડાન્સ નંબર કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવ્યું છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ઘણા એવા પ્રભાવકો છે જેઓ પોતાના ડાન્સ મૂવ્સથી લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી રહ્યા છે. તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ યુઝર તેના ડાન્સ મૂવ્સથી લોકોના દિલ જીતી રહ્યો છે. નંદ ગોપાલ નામનો આ યુવક પોતાના ડાન્સથી બોલિવૂડની સારી જાણીતી અભિનેત્રીઓના હોશ ઉડાવી રહ્યો છે.

ડાન્સ મૂવ્સ જોઈને મગજ કામ નહીં કરે :

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો બોલિવૂડના લોકપ્રિય ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’ પર તેના ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળે છે. અમિતે પીળી સાડીમાં ટેરેસ પર ઉભા રહીને જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ છોકરાનું સાચું નામ નંદ ગોપાલ છે. જેણે ‘અમિત ધ શાઈનિંગ સ્ટાર‘ નામનું પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે. નંદ ગોપાલે તેની ઉત્તમ નૃત્ય કૌશલ્યથી ઈન્સ્ટાગ્રામ પર ભારે ફેન ફોલોઈંગ બનાવ્યું છે.

કેટલા છે ફોલોઅર્સ ?

અમિતના ઈન્સ્ટાગ્રામ પર 199k ફોલોઅર્સ છે. તે એક વિડિયો ક્રિએટર છે. આ સાથે અમિત એક પ્રોફેશનલ ડાન્સર પણ છે. તે ફરીદાબાદમાં રહે છે અને ત્યાં તેના ડાન્સ વીડિયો બનાવે છે. અમિતના આઈડી પર ઘણા ડાન્સ વીડિયો છે જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. જો કે કેટલાક લોકો અમિતનો વિરોધ કરતા પણ જોવા મળે છે. પરંતુ અમિત આ બધી બાબતોથી દૂર પોતાના ડાન્સ પર ધ્યાન આપે છે.

આ પણ વાંચો :-

દાંતામાં નદી પાર કરતા પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા

0
  • દાંતામાં ધામણીયા નદી પાર કરતા પિતા-પુત્ર તણાયા. તો ધોરાજીમાં બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા. વડગામમાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત.

જુલાઈનો વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાતમાં આજે ફરીથી ભારેથી આ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે. હાલ ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

આજે મંગળવારે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. આવામાં બનાસકાંઠાના દાતામાં ધામણીયા નદીમાં પિતાપુત્ર તણાયા હતા.

આ પણ વાંચો :-

 

એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી આવતી સ્કૂલ બસમાં SUV કાર ઘુસી ગઈ, ૬ લોકોના દર્દનાક મોત

0
  • ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક્સપ્રેસ વે પર બસ અને TUV 300 કાર વચ્ચે ટક્કર થઈ હતી.

અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. તે જ સમયે ગંભીર રીતે ઘાયલ ૮ વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

રોંગ સાઈડમાં બસ આવતા કાર અથડાઈ :

મળતી માહિતી મુજબ આ ઘટના દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાઈવે પર રોંગ સાઈડથી આવી રહેલી હાઈસ્પીડ બસને અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. હાઈવે પર રોંગ સાઈડથી સીએનજી લઈ જતી બસ આવી રહી હતી.

ટક્કર એટલી તીવ્ર હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. ત્યાર પછી ફસાયેલી લાશને કટર વડે દરવાજો કાપીને બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ખાટુ શ્યામના દર્શને જતો પરિવાર મોતને ભેટ્યો :

જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ બસ ખાલી હતી અને રોંગ સાઈડથી આવી રહી હતી. તે જ સમયે કારમાં સવાર પરિવાર મેરઠથી દિલ્હી તરફ આવી રહ્યો હતો. પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જતો હતો. પરંતુ રોંગ સાઈડથી આવતી બસ સાથે કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળક અને એક પુરુષને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-