Friday, Apr 25, 2025

પંચને ટક્કર મારવા Hyundaiએ લોન્ચ કરી SUV Exter, તસવીરો અને ફીચર્સ લક્ઝુરિયસ કાર જેવા

2 Min Read
  • હ્યુંડાઈની 5.99 લાખથી માંડી ટોપ એન્ડ વેરિએન્ટની 9.3 લાખ રૂપિયાની કિંમતની માઇક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી દીધી છે.

હ્યુંડાઈએ માઈક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી દીધી છે. આ સીએનજીની સાથે પણ ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારની સીધી ટક્કર ટાટા પંચ, નિસાન મેગ્નાઈટ અને રેનો કાઈગર સાથે હશે. હ્યુંડાઈની આ કારની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. આ કારના ટોપ એન્ડ વેરિએન્ટની કિંમત 9.3 લાખ રૂપિયા છે. તેના સીએનજી એડિશનની કિંમત 8.2 લાખ રૂપિયા છે.

8 ઈંચનું ટચસ્ક્રિન ડેશબોર્ડ :

હ્યુંડાઈ એક્સ્ટરમાં ઈન્ટિરિયર ડિઝાઈન ઓરા યા નિઓસ જેવું છે. જેમાં સમાન પેટર્નવાળું ડેશબોર્ડ અને 8 ઈંચનું ટચસ્ક્રિન છે. એક્સટરમાં i20ની જેમ એક ડિજિટલ ઈંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. એક્સટરની લંબાઈ 3815 મીમી અને વ્હીવેસ 2450 મીમી છે. સ્ટાઈલની વાત કરીએ તો એક્સટરમાં ગ્રિલની સાથે સાથે પાછળના ભાગ માટે પેરામીટ્રિક હ્યુંડાઈ ડિઝાઈન છે. એક્સટરના લાઈટિંગ પેટર્નમાં હેન્ડલેંપ અને ટેલ-લેંપ બંને માટે એક ટચ પેટર્ન છે.

6 એરબેગ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સહીતની સુવિધા :

એક્સટર 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન રંગમાં ઉપલબ્ધ છે. તેમાં વ્હીલ આર્ક અને સ્કિડ પ્લેટ પણ છે જે બીજું એસયુવી સ્ટાઈલિંગ ટચ છે. એક્સટર હ્યુંડાઈ એસયુવી લાઈન-અપમાં વેન્યુથી નીચે છે. ફિચર્સની વાત કરીએ તો એક્સટરમાં વોયસ કમાન્ડ દ્વારા સંચાલિત સિંગલ પેન સનરૂફ અને એક ડેશકેમ છે. જે આ કેટેગરીમાં કોઈ બીજી એસયુવીમાં નથી. સાથે જ ક્નેક્ટેડ કાર ટેક્નોલોજી, ઓટીએ અપડેટ, 6 એરબેગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એપ્પલ કારપ્લે, એન્ડ્રોઈડ ઓટો, વોયસ કમાન્ડ, ફૂટવેલ લાઈટિંગ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article