એસ જયશંકર છે આટલા કરોડની સંપત્તિના માલિક, જાણી લો કેટલી છે કાર અને કેટલા છે મકાન

Share this story

એસ જયશંકર છે આટલા કરોડની સંપત્તિના માલિક, જાણી લો કેટલી છે કાર અને કેટલા છે મકાન

  • દેશના વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. તેમણે બીજીવાર રાજ્યસભા માટે ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી છે. વિદેશમંત્રીએ ગઈ કાલે બપોરે 12.39 કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે તેમના એફિડેવિડમાં વિવિધ માહિતી સામે આવી છે.

ગુજરાતમાં ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે આજે વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિદેશમંત્રી એસ.જયશંકર ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે અને હવે તેમણે બીજીવાર રાજ્યસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એસ જયશંકરનું ચૂંટણી એફિડેવિડ સામે આવ્યું છે. જેમાં વિદેશમંત્રીની સંપત્તિ, કાર, મકાન સહિતની વિગતો સામે આવી છે.

વિદેશમંત્રીનું ચૂંટણી એફિડેવિડ :

વિદેશમંત્રી એસ જયશંકરે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રજૂ કરેલા એફિડેવિડ પ્રમાણે તેમના પર કોઈ પોલીસ ફરિયાદ કે કોર્ટ કેસ નથી. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરેલા ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામું પોતે કરોડપતિ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  જોકે વિદેશમંત્રી એસ જયશંકરના છેલ્લા પાંચ વર્ષના આઈટી રિટર્નમાં આવકમાં ઘટાડો થયો હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. 2019- 20માં નવ કરોડ 84 લાખથી વધારાની રકમનું આઈટી રિટર્ન ફાઈલ કર્યું હતું.  જોકે 21 -22 માં 61લાખ 96 હજારથી વધારાનું આઈટી રિટર્ન ફાઇલ કર્યું છે.

વિદેશમંત્રી એસ જયશંકર પાસે હાથમાં રોકડ રકમ 80 હજાર રૂપિયા છે. તો બેન્ક એકાઉન્ટમાં 62 લાખથી વધુની સંપત્તિ છે. બોન્ડ, શેરબજાર અને મ્યૂચુઅલ ફંડમાં વિદેશમંત્રીનું રોકાણ 49 લાખથી વધુનું છે. તો વિદેશમંત્રી પર 8 લાખ 36 હજાર રૂપિયાની લોન છે. જ્યારે 21 લાખથી વધુ કિંમતની જવેલરી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. તો વિદેશમંત્રી પાસે રહેલા વાહનોની કિંમત 17,63,000 રૂપિયા થાય છે.

વિદેશમંત્રીની સંપત્તિની વિગત :

– 80 હજાર રૂપિયા હાલમાં એસ જયશંકર પાસે કેશ

– 62 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં

– 3.79 કરોડની અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં એફડી

– 49 લાખનું બોન્ડ અને મ્યૂચ્યલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ

– 8.36 લાખની બેન્ક લોન

– 17.63 લાખની એક કાર

– 21.61 લાખની પોતાની પાસે તો પત્ની પાસે 32.86 લાખની જવેલરી

– 9.19 કરોડની કુલ મિલકત

આ પણ વાંચો :-