- રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય તે સમજી શકાય છે. પરંતુ સુરતના સગરામપુરા વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા છે.
અહીં પાણીની લાઈનમાં ભંગાણ પડતા એક કિલોમીટર સુધી પાણી-પાણી જોવા મળી રહ્યું છે. નવસારી બજાર નળવિતરણ મથક નજીક પાઈપલાઈનમાં ભંગાણ થવાને લીધે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થવાને કારણે લાખો લીટર પાણી પણ વેડફાયું છે.
આ પણ વાંચો :-