….હું AAPમાંથી રાજીનામું આપી દઈશ’, ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકમાન્ડની કઈ વાત  દર્શાવી નારાજગી

Share this story
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. એવી સંભાવના છે કે આ મહિને શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર તેને ગૃહમાં રજૂ કરી શકે છે.

જ્યાં મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં રાજકીય પક્ષોના અભિપ્રાય આ અંગે વિભાજિત છે. આ મામલે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલાથી જ તેનું સમર્થન કરી ચૂક્યા છે. એવામાં હવે ગુજરાતમાં AAPના UCCને સમર્થનથી આદિવાસી નેતાઓ નારાજ છે.

UCC મુદ્દે આપમાં પડયાં બે ભાગ :

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રવિવારે AAPના ધારાસભ્યની સમગ્ર ગુજરાત બહારના આદિવાસી સમાજ સાથે જોડાયેલા આગેવાનો સાથે ટાઉન હોલ ખાતે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેમાં AAPના તમામ આદિવાસી નેતાઓ અને આદિવાસી સમાજના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં દેશવ્યાપી લડતની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

આદિવાસી સમાજ UCCના વિરોધમાં :

આ બાબતે ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે આદિવાસી સમાજ સાથે છીએ અને જે UCC લગાવામાં આવી રહ્યો છે, તે મુદ્દો ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં લાવી રહી છે. મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા આ ભાજપ સરકારે આ UCCને અમલીકરણ કરવાનું નક્કી કર્યું હતું.

પરંતુ આ મુદ્દે હવે ભાજપ સરકાર ઘેરાઈ ગઈ છે કારણ કે આવનાર દિવસોમાં લોકસભામાં 47 બેઠકો આદિવાસી રિઝર્વ છે. 62 બેઠકો પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે. માટે જો ભાજપ સરકાર UCC કોડ લાગુ કરશે અને જેમાં આદિવાસી સમાજનો સમાવેશ કરશે તો આ 62 સીટ પર ભાજપને વેઠવું પડશે.

પાર્ટી છોડવાની પણ તૈયારી બતાવી :

જોકે આ બાબતે એક મોટું નિવેદન પણ આપને ધારાસભ્યએ આપ્યું કે, હાલ અમે અમારા આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને ઉભા રહીશું પરંતુ જો અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડ્રાફ્ટ તૈયાર થતા પછી UCCને સમર્થન કરશે તો અમારા આદિવાસી સમાજ માટે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દઈશ. અમે અમારા સમાજ માટે સાથે ઉભા રહીશું. તો નાંદોદથી વિધાનસભાની ચૂંટણી લડનારા અને સારા પ્રમાણમાં વોટ મેળવનારા AAPના નેતા ડો. પ્રફુલ વસાવાએ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો :-