ફ્રીમાં લઈ જાવ 2 કિલો ટામેટાં, આ દુકાનદારે શરૂ કરી ધમાકેદાર ઓફર, ખરીદી માટે પહોંચ્યા લોકો

Share this story
  • દેશમાં ટામેટાંની કિંમત આસમાને પહોંચી છે. આ સમયે શાકભાજીના ભાવ 150-200 રૂપિયા કિલો છે. આ વચ્ચે મધ્ય પ્રદેશના એક દુકાનદારે ફ્રી ટામેટાંની ઓફર કાઢી છે. તે દરેક સ્માર્ટફોનની ખરીદી પર બે કિલો ટામેટાં ફ્રી આપી રહ્યો છે.

આ દિવસોમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તો તે ટામેટાં છે. ટીવી, અખબાર, રેડિયો, બધી જગ્યાએ છવાયેલા છે. કારણ છે તેના આસમાને પહોંચેલા ભાવ. દેશમાં ટામેટાં આ સમયે 150થી 200 રૂપિયા કિલો (Tomato Prices Today) સુધી વેચાઈ રહ્યાં છે.

મોંઘવારીની સ્થિતિ એવી છે કે મેકડોનલ્ડસે બર્ગરમાંથી ટામેટાં હટાવી દીધા છે. એક સામાન્ય વ્યક્તિ માટે ટામેટાં ખરીદવા હવે પનીર ખરીદવા જેટલા મોંઘા છે. આ વચ્ચે એક દુકાનદાર લોકોને ફ્રીમાં ટામેટાં (Free Tomato Offer) આપી રહ્યો છે. તે માટે ઓફર શરૂ કરી છે. હવે ફ્રીમાં ટામેટાં કોણ ન લે. તે પણ ત્યારે જ્યારે તેની કિંમત ખુબ વધારે છે. આવો આ ઓફર વિશે જાણીએ…

એમપીના દુકાનદારે લાવી ફ્રી ટામેટાં ઓફર :

ફ્રી ટામેટાંની આ ઓફર મધ્યપ્રદેશના એક દુકાનદારે કાઢી છે. આ દુકાનદારનો મુખ્ય ધંધો સ્માર્ટફોનનો છે. તેણે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ફ્રી ટામેટાંની ઓફર લાવી છે. આ ઓફર અનુસાર તે ગ્રાહકોને ફ્રીમાં ટામેટાં મળશે જે સ્માર્ટફોન ખરીદશે. તેની આ સ્કીમ ખુબ સફળ રહી છે. દુકાનદાર અનુસાર તે આશરે 1 ક્વિન્ટલ ટામેટાં લોકોને ફ્રીમાં આપી ચુક્યો છે.

2 કિલો ટામેટાં ફ્રી :

દુકાનદાર અભિષેક અગ્રવાલે જણાવ્યુ કે ફ્રી ટામેટાંની ઓફરથી લોકોની આતૂરતા વધી ગઈ છે. તેણે કહ્યું- આ સમયે ટામેટાં ખુબ મોંઘા મળી રહ્યાં છે. સ્પર્ધાના આ સમય એક એવી ઓફર લાવવાથી ગ્રાહકો આકર્ષિત થયા છે. અમે એક સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 2 કિલો ટામેટાં ફ્રી આપી રહ્યાં છીએ.

આ ઓફરથી અમને ફાયદો થયો છે. આ ઓફર બાદ ઘણા લોકો ખરીદી માટે આવ્યા છે. અમને ફ્રી ટામેટાં આપીને ખુશી થઈ રહી છે. આ ફ્રી ટામેટાંનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. લોકો તેના પર મીમ્સ પણ બનાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-