- ગોંડલ શહેરમાં આખલા યુદ્ધમાં અનેક લોકોની જિંદગી હોમાય ચુકી છે. રોજિંદા અનેક સોસાયટીમાં આખલા યુદ્ધ જોવા મળી રહે છે. ત્યારે આજે વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ વિભાગ એમાં બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું.
ગોંડલમાં આજે ફરી એકવાર આખલા યુદ્ધ જોવા મળ્યું છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગોંડલમાં બનેલી ઘટનામાં આખલા દુકાનમાં ઘૂસ્યા હતા. જેના કારણે દુકાનદારને મોટું નુકસાન થયું છે.
ગોંડલ શહેરમાં આખલા યુદ્ધમાં અનેક લોકોની જિંદગી હોમાય ચુકી છે. રોજિંદા અનેક સોસાયટીમાં આખલા યુદ્ધ જોવા મળી રહે છે. ત્યારે આજે વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ વિભાગ A માં બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. જેમાં એક આખલો સોહમ ઈલેક્ટ્રોનિકની દુકાનમાં ઘૂસ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. દુકાનદારને નુકશાન પણ થયું હતું.
ગોંડલ શહેરમાં રોજિંદા અનેક સોસાયટીમાંથી આખલા યુદ્ધની ફરિયાદો ઉઠવા પામી છે. ગોંડલ શહેરમાં આખલા યુદ્ધ સર્જાયું હતું. જેમાં બન્ને આખલાઓએ રસ્તો બ્લોક કર્યો હતો. કોર્ટમાં આવતા લોકોના શ્વાસ અઘ્ધર થયા હતા. શહેરમાંથી આખલાઓના ત્રાસથી ક્યારે છુટકારો મળશે તે જોવાનું રહ્યું છે.
આ પણ વાંચો :-