- સુરતમાં એક પછી એક ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. લિંબાયત વિસ્તારમાં લસ્સી ગેંગ બાદ ચાંદી ગેંગ સક્રિય થઈ હોય તેવું સામે આવ્યું છે.
ચાંદી ગેંગના માથાભારે ઈસમો દ્વારા એક યુવકને જાહેરમાં લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. લિંબાયતમાં મારામારીની ઘટના સામે આવી છે. અહિં લસ્સી ગેંગ બાદ વધુ એક ગેંગ સક્રિય થઈ છે. ચાંદી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે.
બિલાલ ચાંદીએ ખુરશીદ સૈયદ પર હુમલો કર્યો છે. લાકડીના ફટકા વડે માર મારી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત ખુરશીદ સૈયદને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી વાયરલ થઈ રહી છે.
પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ હંમેશા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ચાંદી ગેંગ સામે પણ પોલીસ પગલાં ફરશે અને જાહેરમાં તલવાર લઈને ખૌફ પેદા કરનારનું જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ જ રીતે ચાંદી ગેંગને પણ અંકુશમાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-