ટામેટાની સુરક્ષામાં બાઉન્સર રાખ્યાં તો શાકભાજી વેચનારાને જ ઉઠાવી ગઈ પોલીસ

Share this story
  • વારાણસીમાં ટામેટાની સુરક્ષા માટે રાખેલા બાઉન્સરની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાને જ ઉઠાવીને લઈ ગઈ હતી.

જો કે બાઉન્સર સપા કાર્યકર્તાએ રાખ્યા હતા. સપા કાર્યકર્તાએ ટામેટા પાસે બે બાઉન્સરને ઉભા કરીને મોંઘવારીને લઇને અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ સપા કાર્યકર્તાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી પરંતુ સપા કાર્યકર્તા ત્યાંથી ભાગી ગયો હતો. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાને પોલીસ સ્ટેશને લઇને આવી હતી. આ જાણકારી સપા પ્રમુખ અખિલેશ યાદવને મળતા યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કરતા એક પછી એક ટ્વીટ કર્યા હતા.

વારાણસીમાં સપા કાર્યકર્તા અજય ફૌજીએ વધતી મોંઘવારીના વિરોધમાં બે બાઉન્સરોને એક શાકભાજીની દુકાન પર ટામેટાની સુરક્ષા માટે ઉભા રાખ્યા હતા. અજય ફૌજીએ જણાવ્યું કે ટામેટા 120 થી લઈને 160 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યાં છે તેની લૂંટ પણ થઈ શકે છે. સપા કાર્યકર્તાએ જણાવ્યું કે ટામેટા ખરીદવા માટે આવનારા લોકોના ઝઘડા અને લૂંટફાટથી બચવા માટે બાઉન્સરોને ઉભા કરવામાં આવ્યા છે. શાકભાજીની દુકાન પર ઉભેલા બાઉન્સરની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે બાદ પોલીસ અજય ફૌજીને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

અજય ફૌજી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ પર વાત કરતા કરતા ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધતી રહી હતી પણ મળ્યા નહતા. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાની દુકાન પર પહોચી હતી અને શાકભાજીના વેપારી જયનારાયણને પકડીને લઈ ગઈ હતી. આ ઘટનાને લઈને અખિલેશ યાદવે ટ્વીટ કરીને યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કર્યા છે. અખિલેશ યાદવે લખ્યું વારાણસીમાં મોંઘવારી જેવા જનહિતના વિષય પર સરકારનું ધ્યાન આકર્ષનારા શાકભાજીના વેપારીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવો કેટલો યોગ્ય છે. આ સમાચાર ફેલાતા રાજ્યમાં સમગ્ર શાકભાજીના વેપારી ગુસ્સામાં છે, તે શાકભાજીના વેપારીને તુરંત છોડવામાં આવે.

અખિલેશનો કટાક્ષ, ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે :

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટામેટાના ભાવ વધતા મોંઘવારીને લઈને સરકાર પર કટાક્ષ કર્યો હતો. અખિલેશ યાદવે એક વીડિયો શએર કર્યો છે જેમાં એક ટામેટા વેચનાર પોતાના ટામેટાને લૂંટવાથી બચાવવા માટે બે બાઉન્સર રાખેલો જોવા મળે છે. જેની પર અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપે.

આ પણ વાંચો :-