Home Blog Page 1034

SBI ના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, આજથી તમારા ખિસ્સા પર મુકાશે કાતર

0
  • દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે તેની સીધી અસર સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના ગ્રાહકોના ખિસ્સા પર પડશે. 15 જુલાઈ 2023 થી એસબીઆઈના જે ગ્રાહકોએ લોન લીધી છે તેમની ઈએમઆઈ વધી જશે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે બેંક MCLR ના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. MCLR ના વ્યાજ દરમાં 0.05 ટકા નો વધારો કરવામાં આવ્યો છે. બેંકના આ નિર્ણયથી લોનના વ્યાજના દરમાં પણ વધારો થઈ ગયો છે. બેંકના જણાવ્યા અનુસાર નવા વ્યાજ દર 15 જુલાઈ 2023 થી લાગુ થઈ જશે.

શું હોય છે MCLR? 

માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLR એક મિનિમમ વ્યાજ છે. જેના ઉપર બેંક ગ્રાહકોને લોન ઓફર કરે છે. રિઝર્વ બેંક દ્વારા એમસીએલઆર ને વર્ષ 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ રેટ બેંકો તરફથી નિર્ધારિત કરવામાં આવે છે. બેંક દર મહિને પોતાના ઓવર નાઈટ, એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેના એમસીએલઆર રેટ ઘોષિત કરે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ બેંક એમસીએલઆરમાં વધારો કરે છે તો તેનાથી સંબંધિત લોન જેમકે હોમ લોન, વ્હીકલ લોનના વ્યાજ દરમાં પણ વધારો થઈ જાય છે.

આ પણ વાંચો :-

આગામી ૦૭ દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબાકાર

0
  • વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે આગામી ૦૭ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ રહેશે.

રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરા, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. ૧૮ જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે.

અમદાવાદમાં છુટોછવાયો અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી ૬૦ ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત રિજયનમાં હાલ સુધી ૪૧ ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ પડયો છે.

૧૮ જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૭ જુલાઈ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. ૧૮ જુલાઈ પછી ગુજરાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને ૧૮ જુલાઇ પછી સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ૧૮ જુલાઈ પછી આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરી છે. ૧૭ અને ૧૮ તારીખે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સિઝનનો કુલ ૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૮૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો.

આ પણ વાંચો :-

 

Seema Haider : સીમા હૈદર શું પાકિસ્તાન આર્મીમાં મેજર છે ? કોણે કર્યો આવો દાવો

  • સીમા હૈદરનું નામ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ એટલી જ ચર્ચાઈ રહી છે. સીમા સંલગ્ન નવા નવા દાવા પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે.

સીમા હૈદરનું નામ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ એટલી જ ચર્ચાઈ રહી છે. સીમા સંલગ્ન નવા નવા દાવા પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. કોઈ સીમાને જાસૂસ તો કોઈ તેના મુસ્લિમ હોવા પર શક વ્યક્ત કરી રહ્યા છે. હવે આ સીમા હૈદર માટ એક એવો દાવો થઈ રહ્યો છે કે તે અસલમાં સીમા નથી પરંતુ પાકિસ્તાન આર્મીની મેજર સામિયા રહેમાન છે અને ખાસ હેતુથી ભારત આવી છે.

વેરિફાઈટ એકાઉન્ટથી થઈ ટ્વીટ :

વેરિફાઈટ ટ્વિટર એકાઉન્ટ ભગવા ક્રાંતિએ સીમા હૈદર વિશે એક ટ્વીટ કરી છે (આર્કાઈવ ટ્વીટ). આ ટ્વીટમાં દાવો કરાયો છે કે સીમા હૈદરનું અસલ નામ સામિયા રહેમાન છે અને તે પાકિસ્તાની સેના સાથે સંબંધ ધરાવે છે. ભારત તે ખાસ હેતુથી આવી છે. ભગવા ક્રાંતિ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ ટ્વીટ 13 જુલાઈના રોજ રાતે 9.18 વાગે કરાયું હતું.

આ દાવામાં કેટલું સત્ય ? 

મીડિયા અહેવાલ જોઈએ તો બીબીસી હિંદીના એક રિપોર્ટમાં સીમાનું કરાચી સ્થિત ઘર દેખાડવામાં આવ્યું છે. જેમાં તે થોડા સમય પહેલા સુધી રહેતી હતી. આ રિપોર્ટમાં તે મકાન માલિકનું નિવેદન પણ છે. જેના ઘરમાં સીમા હૈદર ભાડે રહેતી હતી. આ ઉપરાંત અનેક એવા મીડિયા અહેવાલ છે જેમાં સીમા હૈદરના પતિ અને તેના પરિવાર તથા અગાઉના લગ્ન વિશે માહિતી સામે આવી છે.

કોણ છે મેજર સામિયા રહેમાન :

સામિયા રહેમાન પાકિસ્તાની આર્મીમાં મેજરના પદે  કાર્યરત છે. સામિયાએ 2022માં આઈએસપીઆર દ્વારા નિર્મિત ટીવી સિરીયલ સિંફ એ અહાનમાં મેજર સામિયાની ભૂમિકા ભજવી હતી. મેજર સામિયા રહેમાન સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં પણ પોતાની સેવા આપી ચૂકી છે. વહી ગલ્ફ ન્યૂઝના 2020ના રિપોર્ટ મુજબ મેજર સામિયાનો બે વર્ષનો એક પુત્ર પણ છે.

આ પણ વાંચો :-

ટામેટાં વેચીને આ ખેડૂતને મળ્યા એક બે નહીં પૂરા 38 લાખ રૂપિયા : મોંઘવારી વચ્ચે અન્નદાતાને લઈને આવ્યા ગુડ ન્યૂઝ

0
  • ઘણા ખેડૂતોને ટામેટાંની વધતી કિંમતોથી કોઈ ફાયદો નથી મળી રહ્યો, જ્યારે કર્ણાટકના ખેડૂતો ટામેટાં વેચીને કરોડપતિ બની રહ્યા છે. સરકારી આંકડાઓની વાત કરીએ તો જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો.

દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. ખાસ કરીને ટામેટાની વાત કરીએ તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. સરકારી આંકડાઓની વાત કરીએ તો જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટા પણ છે. સામાન્ય લોકોના રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. ખેડૂતોને તેનો લાભ મળતો ન હોવાના અહેવાલો સર્વત્ર છે.

પરંતુ આજે અમે તમને આવા જ કેટલાક ખેડૂતો વિશે જણાવી રહ્યા છીએ. જેઓ ટામેટાં વેચીને કરોડપતિ બની ગયા છે. આ ખેડૂત પરિવારોએ 1000, 2000 નથી કમાયા પરંતુ ટામેટાં વેચીને 38 લાખ રૂપિયા કમાયા. હવે તમે વિચારતા હશો કે આ બધું કેવી રીતે થયું. આવો તમને જણાવીએ આ ખેડૂતોની સંપૂર્ણ સ્ટોરી.

સરકારી આંકડા અનુસાર છેલ્લા એક મહિનામાં ટામેટાના ભાવમાં 326 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક અહેવાલ મુજબ કર્ણાટકના એક ખેડૂત પરિવારે ટામેટાં વેચીને 38 લાખ રૂપિયાની કમાણી કરી છે. વાસ્તવમાં આ ખેડૂત પરિવારે ટામેટાંના 2000 બોક્સ વેચ્યા હતા. જેમાંથી તેને પૂરા 38 લાખ રૂપિયા મળ્યા હતા.

ટામેટાંનું એક બોક્સ રૂ.2200માં વેચ્યું :

કર્ણાટકના આ ખેડૂત સિવાય અન્ય એક ખેડૂત પણ છે જેનું નામ વેંકટરામન છે. ચિંતામણી તાલુકાના આ ખેડૂતે ટામેટાંનું એક બોક્સ રૂ.2200માં વેચ્યું હતું. જ્યારે તે કોલાર મંડીમાં ટામેટાં વેચવા ગયો ત્યારે તેની પાસે કુલ 54 બોક્સ હતા. એક બોક્સમાં 15 કિલો ટામેટાં હોય છે. આ રીતે 54માંથી 26 બોક્સ રૂ.2200 પ્રતિ બોક્સના ભાવે વેચાયા હતા. જ્યારે બાકીના બોક્સ માટે તેને રૂ.1800નો ભાવ મળ્યો હતો. આવા 54 બોક્સ વેચીને તેને 17 લાખથી વધુની રકમ મળી.

કોલારના આ બજારમાંથી ખેડૂતો બની રહ્યા છે કરોડપતિ :

આ બંને કર્ણાટકના કોલાર માર્કેટમાં ટામેટાં વેચીને કરોડપતિ બની રહ્યા છે. કોલાર મંડીમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં 15 કિલોના બોક્સની કિંમત રૂ.1900 થી રૂ.2200 થઈ ગઈ છે. જેના કારણે ખેડૂતોને બમ્પર કમાણી થઈ રહી છે.

આ પણ વાંચો :-

૧૫ જુલાઈ / ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખજો, આ રાશિના જાતકોનો શનિવાર ઉપાધિ વાળો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજનાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારું રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ
દિવસ દરમિયાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ
નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ-ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથ મન દુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય, બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી, ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભફળ મળતું જણાય. વિદ્યાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક-સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
ગઈકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઈન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

વરસાદ બાદ રસ્તાએ હાલાકી સર્જી, રોડની કામગીરીમાં દાખવાયેલી બેદરકારીમાં ટ્રક ફસાયો

0
  • સ્માર્ટ સિટી સુરતના નામે ગર્વ કરતાં તંત્રની વરસાદ જ પોલ ખોલી નાખે છે. થોડા દિવસથી વરસતા વરસાદમાં રસ્તા જાણે માટીના હોય તેમ પોચા પડી ગયા છે.

વરાછાના જગદીશ નગરમાં એક ટ્રક ફસાઈ ગયો હતો. રસ્તામાં ટ્રકના ટાયર ફસાઈ જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. ટ્રાફિક જામ સર્જોય હતો. જેથી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેઈર્નને બોલાવવાની ફરજ પડી હતી.

વરાછા વિસ્તારમાં આવેલા જગદીશ નગરના રસ્તા જાણે કાચી માટીના બન્યા હોય તેવું સામે આવ્યું છે. રસ્તા પરથી પસાર થતી એક ટ્રકના આગળના બન્ને ટાયર જમીનમાં ઘસી ગયાં હતાં. જેથી ડ્રાઈવરે ભારે મહેનત કરવા છતાં ટ્રક બહાર નીકળી નહોતી. ઉલટાની ટ્રક વધુ ને વધુ જમીનમાં ઘસતી જતી હતી. જેથી આસપાસ ટ્રાફિક જામ સર્જાવા લાગ્યો હતો.

લગભગ એકાદ કલાક કરતાં વધુ સમય સુધી ટ્રક ફસાયેલો રહ્યો હતો. બાદમાં ક્રેઈનને બોલાવવામાં આવી હતી. ક્રેઈન દ્વારા ટ્રકને ઉપરથી બાંધીને બહાર કાઢવામાં આવ્યો હતો. વરસાદના કારણે રોડની કામગીરીમાં ગોબાચારી થઈ હોવાથી આ પ્રકારના બેદરકારીના ખાડામાં ટ્રક સહિતના વાહનો છાસવારે ફસાતા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.

આ પણ વાંચો :-

આ સુપરસ્ટારના બોડીગાર્ડનો છે સૌથી વધુ પગાર, આવક સાંભળીને તમે પણ ચોંકી જશો !

  • Highest Paid Celeb Bodyguard : સલમાન ખાન કે રજનીકાંતના બોડીગાર્ડનો પગાર સૌથી વધુ નથી. રિપોર્ટસ અનુસાર શાહરૂખ ખાન તેના બોડીગાર્ડને વાર્ષિક કરોડો રૂપિયા ચૂકવે છે.

બોલિવૂડના તમામ સેલેબ્સ તેમની સિક્યોરિટી પર ઘણો ખર્ચ કરે છે. બોડીગાર્ડને તગડો પગાર આપનારા સેલેબ્સની યાદીમાં સલમાન ખાન, અક્ષય કુમારથી લઈને રજનીકાંત અને કમલ હસન સહિત અનેક સેલેબ્સના નામ સામેલ છે. આ સુપરસ્ટારના બોડીગાર્ડનો છે સૌથી વધુ પગાર, આવક સાંભળીને તમે પણ ચોંકી જશો!

પરંતુ શું તમે જાણો છો કે કયો સુપરસ્ટાર પોતાના બોડીગાર્ડને સૌથી વધુ પગાર આપે છે? આ સેલેબ બીજું કોઈ નહીં પણ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન છે. અહેવાલ અનુસાર શાહરૂખ ખાનના બોડીગાર્ડની વાર્ષિક આવક 2.7 કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાનના બોડીગાર્ડનો કરોડોમાં છે પગાર !

શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ સૌથી વધુ પગાર મેળવનાર સેલિબ્રિટી બોડીગાર્ડ છે. અહેવાલ અનુસાર, શાહરૂખ ખાનના બોડીગાર્ડસ દર મહિને લગભગ ૧૭ લાખ રૂપિયા ચાર્જ કરે છે. જે વાર્ષિક ૨.૭ કરોડ રૂપિયા થાય છે. સુપરસ્ટારના બોડીગાર્ડને પ્રાઈવેટ કંપનીના સીઈઓ જેટલો પગાર મળે છે.

No description available.

સલમાનનો બોડીગાર્ડ શેરા પણ કોઈથી ઓછો નથી !

અહેવાલ અનુસાર શાહરૂખ ખાન પછી સલમાન ખાન જ છે જે પોતાની સુરક્ષા પર ઘણો ખર્ચ કરે છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા લગભગ ૨૯ વર્ષથી અભિનેતા સાથે છે. કહેવાય છે કે શેરાને દર મહિને લગભગ ૧૫ લાખ રૂપિયા પગાર મળે છે. જે વાર્ષિક ૨ કરોડ છે.

No description available.

અહેવાલ અનુસાર સલમાન બાદ આમિર ખાન પણ તેના બોડીગાર્ડ યુવરાજને લગભગ ૨ કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે. દીપિકા પાદુકોણનો બોડીગાર્ડ જલાલ પણ ઘણીવાર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીના બોડીગાર્ડની સેલરી ૧.૨ કરોડ વાર્ષિક છે.

અનુષ્કા-અક્ષય  :

અહેવાલનું માનીએ તો અનુષ્કા શર્માનો બોડીગાર્ડ પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ પણ તગડો પગાર લે છે. બોડીગાર્ડ સોનુ અનુષ્કા તેમજ તેની પુત્રી વામિકાના સિક્યોરિટી હેડ છે. અનુષ્કાના બોડીગાર્ડસ વાર્ષિક ૧.૨ કરોડ પગાર લે છે. તો બીજી તરફ અક્ષય કુમારના ફેમિલી બોડીગાર્ડ શ્રેયસ થેલે અભિનેતા તેમજ તેની પત્ની ટવિંકલ ખન્ના અને પુત્ર આરવની સંભાળ રાખે છે. વાર્ષિક ૧.૨ કરોડનો પગાર લે છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં આંખ આવવાના દર્દીમાં થયો વધારો, જાણો લક્ષણો અને કેવી રીતે કરશો બચાવ

0
  • ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે.

ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે. કન્જેક્ટિવાઈટિસ ચેપ બાળકોથી વડીલો સુધી ઝડપથી ફેલાયો છે. અમદાવાદ અને સુરતમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે. સામાન્ય દિવસ માં માત્ર બે થી ત્રણ કેસ પરંતુ અત્યારે ૪૦ થી ૫૦ કેસ આવી રહ્યા છે.

વાઈરલ ઈન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.

સામાન્ય ભાષામાં કહેવાય છે આંખ આવવી :

કંજંક્ટિવાઈટિસને સાવ સામાન્ય ભાષામાં ‘આંખ આવવી’ કહેવાય છે. આંખમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવવાથી આંખ સોજીને લાલ થઈ જાય છે. કંજંક્ટિવાઈટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે. ખંજવાળ અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખનું ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કંજંક્ટિવાઈટિસ થાય છે. આ રોગમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

કેવા હોય છે લક્ષણો :

  • ચેપને કારણે આંખમાં લાલાશ કે સોજો આવવા ઉપરાંત અન્ય લક્ષણો પણ છે-
  • લાલાશ અને સોજો સાથે આંખોમાં દુખાવો.
  • પોપચાંને સ્પર્શ કરવાથી પીડા અનુભવવી.
  • આંખમાંથી આવતો પીળો કે લીલો રંગનો કે રંગહીન પદાર્થ.
  • પોપચાની આસપાસના પોપડાઓ જામી જમવા.
  • આંખોમાંથી કચરો નીકળો નીકળે છે.
  • દ્રષ્ટિની અસ્પષ્ટતા.
  • આંખોમાંથી સતત પાણી આવવું.
  • પ્રકાશમાં આવતાં આંખોમાં દુખાવો થવો.
  • પાંપણોની પાછળ અથવા પાંપણના વાળમાં ગઠ્ઠો જામી જવો.

કેવી રીતે બચશો આ રોગથી :

  • આંખના ચેપથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
  • તમારા હાથને વારંવાર સારી રીતે ધોવાનું રાખો.
  • તમારા ટુવાલ, રૂમાલ અને આંખના ટીપાં કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે.
  • આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળવાળા વાતાવરણથી દૂર રાખો.
  • તમારી આંખોને તમારા હાથથી ઘસો નહીં અને ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
  • આંખોને કોઈપણ બળતરા કરે તેવા પદાર્થ જેમ કે ધુમાડો અથવા રસાયણોની તીવ્ર ગંધ વગેરેના સંપર્કમાં ન આવવા દો.
  • બહાર જતી વખતે ડાર્ક ચશ્મા પહેરો.
  • કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.
  • આંખો પર શેક કરો, શેકથી લોહીનું ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે.
  • એન્ટિબાયોટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાંખો.

લક્ષણો દસ દિવસ સુધી રહે છે :

આ ચેપ બેક્ટેરિયાથી થાય છે અને ઝડપથી ફેલાય છે. એક આંખથી બીજી આંખમાં અને એક દર્દીથી બીજા દર્દી સુધી હાથ, આંગળી, રૂમાલ, ટુવાલ, કાજળ આંજવાની સળી વગેરે દ્વારા ફેલાય છે. ત્રણ ચાર દિવસમાં તે એકદમ વધી જાય છે. આ લક્ષણ દસ દિવસ સુધી રહે છે.

આ પણ વાંચો :-

યુવતીને બાઈક પર ખતરનાક સ્ટંટ કરવો પડ્યો ભારે, સર્જાયો ભયંકર અકસ્માત

0
  • સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બાઇક સ્ટંટનો છે. તમે બાઈક સ્ટંટના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં જે બન્યું છે તે જોઈને તમારા તમે એકાદ ધબકાર ચૂકી જશો.

સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બાઈક સ્ટંટનો છે. તમે બાઈક સ્ટંટના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં જે બન્યું છે તે જોઈને તમારા તમે એકાદ ધબકાર ચૂકી જશો.

આજકાલ લોકોને વીડિયો બનાવવાની એટલી લત લાગી ગઈ છે કે તેમને પોતાના જીવનની જરા પણ પરવા નથી. કેટલાક ટ્રેનના પાટા નીચે સૂઈને વીડિયો બનાવી રહ્યા છે તો કેટલાક ચાલતી ટ્રેનમાં ઊભા રહીને સ્ટંટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે લોકો શું નથી કરતા?

સૌથી મોટા જોખમ સાથે શૂટ કરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તમે પણ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે. હવે આ દિવસોમાં ફરી એકવાર આવી જ એક ચોંકાવનારી ક્લિપ સામે આવી છે. જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બાઇક સ્ટંટનો છે. તમે બાઈક સ્ટંટના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં જે બન્યું છે તે જોઈને તમારું માથું હટી જશે. વાસ્તવમાં વીડિયોમાં એક યુવક પાછળની સીટ પર બેઠેલો બાઈક ચલાવતો જોવા મળે છે. જ્યારે યુવતી તેની સામેની સીટ પર બેઠી છે.

યુવતી આરામથી બેઠી છે અને આગળના કેમેરાથી વીડિયો બનાવી રહી છે. જ્યારે યુવક બાઈક ચલાવી રહ્યો છે. અહીં નવાઈની વાત એ છે કે યુવકે બાઈકનું આગળનું વ્હીલ ઉંચુ કરી દીધું છે. આ ખતરનાક સ્ટંટની બંને મજા લઈરહ્યાં છે પરંતુ બંનેના હાલ બેહાલ થતાં જોવા મળે છે.સ્ટંટના કારણે બંનેની બાઇક સાથે ટક્કર થઈ ગઈ.

યુવતી સાવ બિનદાસ્ત આ એડવેન્ચરની મોજ માણી રહી છે જો કે તેને ખબર નહોતી કે ભવિષ્યમાં તેની સાથે કેટલો ખતરનાક અકસ્માત થવાનો છે. બંને વ્યસ્ત રોડ પર સ્ટંટ કરી રહ્યા હતા. ત્યારે સામેથી બે બાઈક આવી જેમાંથી એક સાથે તેમની જોરદાર ટક્કર થઈ જાય છે. બંને બાઈક એકબીજા સાથે અથડાયા બાદ યુવતી પીઠ અને માથામાં જોરદાર ઈજા થાય છે. તેની સાથે યુવક પણ ખરાબ રીતે જમીન પર પટકાય છે. આ ઘટના બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ યુવતીને જગાડવાનો પ્રયાસ કર્યો જો કે તે બેભાન થઈ પડી હતી.

આ ખતરનાક સ્ટંટ અકસ્માતને જોયા બાદ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ હજુ પણ લોકો આવા ખતરનાક સ્ટંટ કરવાનું છોડતા નથી.

આ પણ વાંચો :-

 

ઘટનાના બીજા દિવસે પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સહિત SRPની ટુકડીઓના હોસ્પિટલમાં ધામા

0
  • સમઢીયાળા ગામે બે સગા ભાઈઓની હત્યાના બનાવનો આજે બીજો દિવસ છે ત્યારે પરિવારજનોએ આજે પણ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

પોલીસે દલિત સમાજની માંગ સ્વીકારતા 40 કલાક બાદ પરિવારે બંને મૃતદેહનો સ્વીકાર કર્યો છે.. રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ મોટાભાગના તમામ જિલ્લાના પોલીસવડા અને એસ.આર.પીની ટુકડીઓના ગાંધી હોસ્પિટલમાં ધામા છે. ઘટનાની તપાસ માટે તાત્કાલિક એસઆઈટીની રચના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમીન મુદ્દે બે સગા ભાઈઓની હત્યા કરાઈ હોવાનો બનાવ ગઈકાલે સામે આવ્યો હતો. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બન્ને ભાઈઓના મૃતદેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામમાં જમીન ખેડવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ૦૭ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. જે પૈકી બે સગા ભાઈઓના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા. પરિવારજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

બીજી તરફ રાજકીય નેતાઓ સમઢીયાળા ગામમાં જઈને પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ હોસ્પિટલમાં જઈ પીડિત પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના આપી હતી. તેમજ સાથે કલેક્ટર, IG અને SPને મળીને દાખલારૂપ કાર્યવાહી કરી દલિત પરિવારને ન્યાય અપાવવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો :-