- Highest Paid Celeb Bodyguard : સલમાન ખાન કે રજનીકાંતના બોડીગાર્ડનો પગાર સૌથી વધુ નથી. રિપોર્ટસ અનુસાર શાહરૂખ ખાન તેના બોડીગાર્ડને વાર્ષિક કરોડો રૂપિયા ચૂકવે છે.
બોલિવૂડના તમામ સેલેબ્સ તેમની સિક્યોરિટી પર ઘણો ખર્ચ કરે છે. બોડીગાર્ડને તગડો પગાર આપનારા સેલેબ્સની યાદીમાં સલમાન ખાન, અક્ષય કુમારથી લઈને રજનીકાંત અને કમલ હસન સહિત અનેક સેલેબ્સના નામ સામેલ છે.
પરંતુ શું તમે જાણો છો કે કયો સુપરસ્ટાર પોતાના બોડીગાર્ડને સૌથી વધુ પગાર આપે છે? આ સેલેબ બીજું કોઈ નહીં પણ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન છે. અહેવાલ અનુસાર શાહરૂખ ખાનના બોડીગાર્ડની વાર્ષિક આવક 2.7 કરોડ રૂપિયા છે.
શાહરૂખ ખાનના બોડીગાર્ડનો કરોડોમાં છે પગાર !
શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ સૌથી વધુ પગાર મેળવનાર સેલિબ્રિટી બોડીગાર્ડ છે. અહેવાલ અનુસાર, શાહરૂખ ખાનના બોડીગાર્ડસ દર મહિને લગભગ ૧૭ લાખ રૂપિયા ચાર્જ કરે છે. જે વાર્ષિક ૨.૭ કરોડ રૂપિયા થાય છે. સુપરસ્ટારના બોડીગાર્ડને પ્રાઈવેટ કંપનીના સીઈઓ જેટલો પગાર મળે છે.
સલમાનનો બોડીગાર્ડ શેરા પણ કોઈથી ઓછો નથી !
અહેવાલ અનુસાર શાહરૂખ ખાન પછી સલમાન ખાન જ છે જે પોતાની સુરક્ષા પર ઘણો ખર્ચ કરે છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા લગભગ ૨૯ વર્ષથી અભિનેતા સાથે છે. કહેવાય છે કે શેરાને દર મહિને લગભગ ૧૫ લાખ રૂપિયા પગાર મળે છે. જે વાર્ષિક ૨ કરોડ છે.
અહેવાલ અનુસાર સલમાન બાદ આમિર ખાન પણ તેના બોડીગાર્ડ યુવરાજને લગભગ ૨ કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે. દીપિકા પાદુકોણનો બોડીગાર્ડ જલાલ પણ ઘણીવાર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીના બોડીગાર્ડની સેલરી ૧.૨ કરોડ વાર્ષિક છે.
અનુષ્કા-અક્ષય :
અહેવાલનું માનીએ તો અનુષ્કા શર્માનો બોડીગાર્ડ પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ પણ તગડો પગાર લે છે. બોડીગાર્ડ સોનુ અનુષ્કા તેમજ તેની પુત્રી વામિકાના સિક્યોરિટી હેડ છે. અનુષ્કાના બોડીગાર્ડસ વાર્ષિક ૧.૨ કરોડ પગાર લે છે. તો બીજી તરફ અક્ષય કુમારના ફેમિલી બોડીગાર્ડ શ્રેયસ થેલે અભિનેતા તેમજ તેની પત્ની ટવિંકલ ખન્ના અને પુત્ર આરવની સંભાળ રાખે છે. વાર્ષિક ૧.૨ કરોડનો પગાર લે છે.
આ પણ વાંચો :-
- સુરતમાં આંખ આવવાના દર્દીમાં થયો વધારો, જાણો લક્ષણો અને કેવી રીતે કરશો બચાવ
- યુવતીને બાઈક પર ખતરનાક સ્ટંટ કરવો પડ્યો ભારે, સર્જાયો ભયંકર અકસ્માત