- સ્માર્ટ સિટી સુરતના નામે ગર્વ કરતાં તંત્રની વરસાદ જ પોલ ખોલી નાખે છે. થોડા દિવસથી વરસતા વરસાદમાં રસ્તા જાણે માટીના હોય તેમ પોચા પડી ગયા છે.
વરાછાના જગદીશ નગરમાં એક ટ્રક ફસાઈ ગયો હતો. રસ્તામાં ટ્રકના ટાયર ફસાઈ જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. ટ્રાફિક જામ સર્જોય હતો. જેથી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેઈર્નને બોલાવવાની ફરજ પડી હતી.
વરાછા વિસ્તારમાં આવેલા જગદીશ નગરના રસ્તા જાણે કાચી માટીના બન્યા હોય તેવું સામે આવ્યું છે. રસ્તા પરથી પસાર થતી એક ટ્રકના આગળના બન્ને ટાયર જમીનમાં ઘસી ગયાં હતાં. જેથી ડ્રાઈવરે ભારે મહેનત કરવા છતાં ટ્રક બહાર નીકળી નહોતી. ઉલટાની ટ્રક વધુ ને વધુ જમીનમાં ઘસતી જતી હતી. જેથી આસપાસ ટ્રાફિક જામ સર્જાવા લાગ્યો હતો.
લગભગ એકાદ કલાક કરતાં વધુ સમય સુધી ટ્રક ફસાયેલો રહ્યો હતો. બાદમાં ક્રેઈનને બોલાવવામાં આવી હતી. ક્રેઈન દ્વારા ટ્રકને ઉપરથી બાંધીને બહાર કાઢવામાં આવ્યો હતો. વરસાદના કારણે રોડની કામગીરીમાં ગોબાચારી થઈ હોવાથી આ પ્રકારના બેદરકારીના ખાડામાં ટ્રક સહિતના વાહનો છાસવારે ફસાતા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.
આ પણ વાંચો :-