- વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે આગામી ૦૭ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ રહેશે.
રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરા, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. ૧૮ જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે.
અમદાવાદમાં છુટોછવાયો અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી ૬૦ ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત રિજયનમાં હાલ સુધી ૪૧ ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ પડયો છે.
૧૮ જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૭ જુલાઈ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. ૧૮ જુલાઈ પછી ગુજરાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને ૧૮ જુલાઇ પછી સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ૧૮ જુલાઈ પછી આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરી છે. ૧૭ અને ૧૮ તારીખે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સિઝનનો કુલ ૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૮૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો.
આ પણ વાંચો :-
- Seema Haider : સીમા હૈદર શું પાકિસ્તાન આર્મીમાં મેજર છે ? કોણે કર્યો આવો દાવો
- ટામેટાં વેચીને આ ખેડૂતને મળ્યા એક બે નહીં પૂરા 38 લાખ રૂપિયા : મોંઘવારી વચ્ચે અન્નદાતાને લઈને આવ્યા ગુડ ન્યૂઝ