- સીમા હૈદરનું નામ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ એટલી જ ચર્ચાઈ રહી છે. સીમા સંલગ્ન નવા નવા દાવા પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે.
સીમા હૈદરનું નામ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ એટલી જ ચર્ચાઈ રહી છે. સીમા સંલગ્ન નવા નવા દાવા પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. કોઈ સીમાને જાસૂસ તો કોઈ તેના મુસ્લિમ હોવા પર શક વ્યક્ત કરી રહ્યા છે. હવે આ સીમા હૈદર માટ એક એવો દાવો થઈ રહ્યો છે કે તે અસલમાં સીમા નથી પરંતુ પાકિસ્તાન આર્મીની મેજર સામિયા રહેમાન છે અને ખાસ હેતુથી ભારત આવી છે.
વેરિફાઈટ એકાઉન્ટથી થઈ ટ્વીટ :
વેરિફાઈટ ટ્વિટર એકાઉન્ટ ભગવા ક્રાંતિએ સીમા હૈદર વિશે એક ટ્વીટ કરી છે (આર્કાઈવ ટ્વીટ). આ ટ્વીટમાં દાવો કરાયો છે કે સીમા હૈદરનું અસલ નામ સામિયા રહેમાન છે અને તે પાકિસ્તાની સેના સાથે સંબંધ ધરાવે છે. ભારત તે ખાસ હેતુથી આવી છે. ભગવા ક્રાંતિ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ ટ્વીટ 13 જુલાઈના રોજ રાતે 9.18 વાગે કરાયું હતું.
हमें सीमा हैदर के बारे ऐसी खुफिया जानकारियां मिली हैं जिनको सुनकर देश की सुरक्षा एजेंसियों के पसीने निकलने लगेंगे।
सीमा हैदर जिसका असली नाम सामीया रहमान है पर सनसनीखेज खुलासा 👇
1) सीमा हैदर पाकिस्तान आर्मी की सदस्य है
2) वह पाकिस्तानी आर्मी से prompt होकर खुफिया एजेंसी ISI… pic.twitter.com/RRXYdkZ3Ye— भगवा क्रांति (@bhagwakrantee) July 13, 2023
આ દાવામાં કેટલું સત્ય ?
મીડિયા અહેવાલ જોઈએ તો બીબીસી હિંદીના એક રિપોર્ટમાં સીમાનું કરાચી સ્થિત ઘર દેખાડવામાં આવ્યું છે. જેમાં તે થોડા સમય પહેલા સુધી રહેતી હતી. આ રિપોર્ટમાં તે મકાન માલિકનું નિવેદન પણ છે. જેના ઘરમાં સીમા હૈદર ભાડે રહેતી હતી. આ ઉપરાંત અનેક એવા મીડિયા અહેવાલ છે જેમાં સીમા હૈદરના પતિ અને તેના પરિવાર તથા અગાઉના લગ્ન વિશે માહિતી સામે આવી છે.
કોણ છે મેજર સામિયા રહેમાન :
સામિયા રહેમાન પાકિસ્તાની આર્મીમાં મેજરના પદે કાર્યરત છે. સામિયાએ 2022માં આઈએસપીઆર દ્વારા નિર્મિત ટીવી સિરીયલ સિંફ એ અહાનમાં મેજર સામિયાની ભૂમિકા ભજવી હતી. મેજર સામિયા રહેમાન સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં પણ પોતાની સેવા આપી ચૂકી છે. વહી ગલ્ફ ન્યૂઝના 2020ના રિપોર્ટ મુજબ મેજર સામિયાનો બે વર્ષનો એક પુત્ર પણ છે.
આ પણ વાંચો :-