ટામેટાં વેચીને આ ખેડૂતને મળ્યા એક બે નહીં પૂરા 38 લાખ રૂપિયા : મોંઘવારી વચ્ચે અન્નદાતાને લઈને આવ્યા ગુડ ન્યૂઝ

Share this story
  • ઘણા ખેડૂતોને ટામેટાંની વધતી કિંમતોથી કોઈ ફાયદો નથી મળી રહ્યો, જ્યારે કર્ણાટકના ખેડૂતો ટામેટાં વેચીને કરોડપતિ બની રહ્યા છે. સરકારી આંકડાઓની વાત કરીએ તો જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો.

દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. ખાસ કરીને ટામેટાની વાત કરીએ તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. સરકારી આંકડાઓની વાત કરીએ તો જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટા પણ છે. સામાન્ય લોકોના રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. ખેડૂતોને તેનો લાભ મળતો ન હોવાના અહેવાલો સર્વત્ર છે.

પરંતુ આજે અમે તમને આવા જ કેટલાક ખેડૂતો વિશે જણાવી રહ્યા છીએ. જેઓ ટામેટાં વેચીને કરોડપતિ બની ગયા છે. આ ખેડૂત પરિવારોએ 1000, 2000 નથી કમાયા પરંતુ ટામેટાં વેચીને 38 લાખ રૂપિયા કમાયા. હવે તમે વિચારતા હશો કે આ બધું કેવી રીતે થયું. આવો તમને જણાવીએ આ ખેડૂતોની સંપૂર્ણ સ્ટોરી.

સરકારી આંકડા અનુસાર છેલ્લા એક મહિનામાં ટામેટાના ભાવમાં 326 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક અહેવાલ મુજબ કર્ણાટકના એક ખેડૂત પરિવારે ટામેટાં વેચીને 38 લાખ રૂપિયાની કમાણી કરી છે. વાસ્તવમાં આ ખેડૂત પરિવારે ટામેટાંના 2000 બોક્સ વેચ્યા હતા. જેમાંથી તેને પૂરા 38 લાખ રૂપિયા મળ્યા હતા.

ટામેટાંનું એક બોક્સ રૂ.2200માં વેચ્યું :

કર્ણાટકના આ ખેડૂત સિવાય અન્ય એક ખેડૂત પણ છે જેનું નામ વેંકટરામન છે. ચિંતામણી તાલુકાના આ ખેડૂતે ટામેટાંનું એક બોક્સ રૂ.2200માં વેચ્યું હતું. જ્યારે તે કોલાર મંડીમાં ટામેટાં વેચવા ગયો ત્યારે તેની પાસે કુલ 54 બોક્સ હતા. એક બોક્સમાં 15 કિલો ટામેટાં હોય છે. આ રીતે 54માંથી 26 બોક્સ રૂ.2200 પ્રતિ બોક્સના ભાવે વેચાયા હતા. જ્યારે બાકીના બોક્સ માટે તેને રૂ.1800નો ભાવ મળ્યો હતો. આવા 54 બોક્સ વેચીને તેને 17 લાખથી વધુની રકમ મળી.

કોલારના આ બજારમાંથી ખેડૂતો બની રહ્યા છે કરોડપતિ :

આ બંને કર્ણાટકના કોલાર માર્કેટમાં ટામેટાં વેચીને કરોડપતિ બની રહ્યા છે. કોલાર મંડીમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં 15 કિલોના બોક્સની કિંમત રૂ.1900 થી રૂ.2200 થઈ ગઈ છે. જેના કારણે ખેડૂતોને બમ્પર કમાણી થઈ રહી છે.

આ પણ વાંચો :-