Thursday, Apr 17, 2025

SBI ના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, આજથી તમારા ખિસ્સા પર મુકાશે કાતર

2 Min Read
  • દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે તેની સીધી અસર સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના ગ્રાહકોના ખિસ્સા પર પડશે. 15 જુલાઈ 2023 થી એસબીઆઈના જે ગ્રાહકોએ લોન લીધી છે તેમની ઈએમઆઈ વધી જશે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે બેંક MCLR ના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. MCLR ના વ્યાજ દરમાં 0.05 ટકા નો વધારો કરવામાં આવ્યો છે. બેંકના આ નિર્ણયથી લોનના વ્યાજના દરમાં પણ વધારો થઈ ગયો છે. બેંકના જણાવ્યા અનુસાર નવા વ્યાજ દર 15 જુલાઈ 2023 થી લાગુ થઈ જશે.

શું હોય છે MCLR? 

માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLR એક મિનિમમ વ્યાજ છે. જેના ઉપર બેંક ગ્રાહકોને લોન ઓફર કરે છે. રિઝર્વ બેંક દ્વારા એમસીએલઆર ને વર્ષ 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ રેટ બેંકો તરફથી નિર્ધારિત કરવામાં આવે છે. બેંક દર મહિને પોતાના ઓવર નાઈટ, એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેના એમસીએલઆર રેટ ઘોષિત કરે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ બેંક એમસીએલઆરમાં વધારો કરે છે તો તેનાથી સંબંધિત લોન જેમકે હોમ લોન, વ્હીકલ લોનના વ્યાજ દરમાં પણ વધારો થઈ જાય છે.

આ પણ વાંચો :-

Share This Article