Home Blog Page 1031

આ તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિમાં થશે વધારો, હજુ આગામી ૪ દિવસ

0
  • Gujarat Monsoon Update News : રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો. આગામી ૪ દિવસ સામાન્ય વરસાદ રહેશે.

ગુજરાત ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આગાહી મુજબ રાજ્યમાં ૪ દિવસ વરસાદ રહેશે. આ સાથે બે દિવસ છુટો છવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે હવે ૧૭ જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે.

હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ હવે આગામી ૪ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરી વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ તો ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ સાથે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.

બંગાળની ખાડીમાં બનશે ડીપ ડિપ્રેશન : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગતરોજ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૧૮ અને ૧૯ જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.

આ પણ વાંચો :-

ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં અહીંની ટ્રીપ પ્લાન ન કરતાં

0
  • ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પણ વિશેષ સાવધાની રાખવી પડે છે.

ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પણ વિશેષ સાવધાની રાખવી પડે છે તેવામાં જો ચોમાસા દરમિયાન આવતી રજાઓમાં તમે ફરવા જવાનું પ્લાન કરતા હોય તો ખાસ તકેદારી રાખવી જોઈએ.

ચોમાસા દરમિયાન એવી જગ્યાઓએ ફરવા જવાનું ટાળવું જોઈએ જ્યાં સામાન્ય રીતે ભારેથી અતિભારે વરસાદ વધારે પ્રમાણમાં થાય છે. જો તમે આવી જગ્યા ઉપર ફરવા જશો તો વરસાદના કારણે ફસાઈ શકો છો. આવી જ બે જગ્યાઓ છે જ્યાં ચોમાસા દરમિયાન ફરવા જવાનું ટાળવું જોઈએ. આ જગ્યાઓ છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ફરવા લાયક સ્થળોમાં સૌથી વધારે પ્રચલિત છે. જો તમે વર્ષ દરમિયાન યોગ્ય સિઝનમાં આ જગ્યાઓએ ફરવા જશો તો પ્રકૃતિનો આનંદ સારી રીતે માણી શકો છો. પરંતુ ચોમાસા દરમિયાન અહીં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળે છે. આ બે જગ્યા પર ભારે વરસાદ અને લેન્સ સ્લાઈડ નું જોખમ હંમેશા રહે છે તેથી ચોમાસા દરમિયાન આ જગ્યા પર ફરવા જવાનું પ્લાનિંગ ન કરવું જોઈએ.

ઉત્તરાખંડમાં ચોમાસું 

ઉત્તરાખંડની ફરવા લાયક જગ્યાઓની વાત કરીએ તો નૈનીતાલ, મસૂરી, ચંબા જેવી જગ્યાઓ સૌથી વધુ લોકપ્રિય છે. પરંતુ ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં ફરવા જવાનું ટાળવું જોઈએ. કારણ કે ઉત્તરાખંડમાં સામાન્ય રીતે ભારે વરસાદ સૌથી વધુ જોવા મળે છે. અહીં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. અહીં સૌથી વધારે પર્વતીય વિસ્તાર અને નદીઓ છે. ભારે વરસાદના કારણે અહીં નદીઓમાં પૂર આવે છે અને સાથે જ લેન્ડ સ્લાડ નું જોખમ પણ રહે છે.

હિમાચલ પ્રદેશનો ખતરનાક વરસાદ :

ભૌગોલિક સ્થિતિ અનુસાર હિમાચલ પ્રદેશની કેટલીક જગ્યાઓ પણ એવી છે ચર્ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળે છે. આ જગ્યાઓ એવી છે જે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી, શિમલા જેવી જગ્યામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય છે. અહીં જૂઠી લઈને ઓગસ્ટ અને ઘણીવાર સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ જોવા મળે છે. આવી સ્થિતિમાં આ જગ્યાઓ પર પણ ફરવા જવાનું ચોમાસા દરમિયાન પ્લાન ન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

Chandrayaan 3 : ઈતિહાસ રચવાના આરે ઈસરો, શુક્રવારે બપોરે ૨.૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ને લોન્ચ કરાશે

  • Chandrayaan 3 Launch મિશન ચંદ્રયાન ૩ના લોન્ચિંગ માટે બાહુબલી રોકેટ લોન્ચ વીઈકલ માર્ક-૩ (એલવીએમ-3) તૈયાર છે. એલવીએમ 3 ભારતનું સૌથી ભારે રોકેટ છે. જેનો સક્સેસ રેટ ૧૦૦ ટકા છે. આ પહેલા ૬ અભિયાનોને અંજામ આપી ચૂક્યું છે.

ભારતના ચંદ્રયાન 3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીના કલાકોમાં ઈસરો ફરી ઈતિહાસ સર્જવા જઈ રહ્યું છે. ૬૧૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ચંદ્રયાન ૩ પર આખી દુનિયાની નજર છે. ત્યારે ઈસરોનું મિશન કેમ ભારત માટે ખાસ છે, જોઈએ આ અહેવાલમાં…

ઈસરો ફરી એકવાર ચંદ્રની સફર કરવા તૈયાર છે. ૧૪ જુલાઈ ૨૦૨૩નો દિવસ ભારતના અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શુક્રવારે બપોરે ૨ વાગ્યેને ૩૫ મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો ચંદ્રયાન-૩ લોન્ચ કરશે. આ સાથે જ અંતરિક્ષમાં ફરી એકવાર તિરંગો લહેરાશે.

ઈસરોના વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. ચંદ્રયાનનો સંબધ વિજ્ઞાન સાથે છે પણ તેને તૈયાર કરનારા વૈજ્ઞાનિકો પોતાની અંગત આસ્થા અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા ઈશ્વરના શરણે ગયા હતા.

લોન્ચિંગ પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકો તિરુપતિના વેંકટચલાપથી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. વૈજ્ઞાનિકોની ટીમમાં ત્રણ મહિલા અને બે પુરુષ સામેલ હતા. જ્યારે ઈસરોના વડા એસ. સોમનાથ તિરુપતિના ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અર્ચના કરી. મંદિરમાં દર્શન બાદ તેમણે ચંદ્રયાન 3ની સફલતા માટે આશા વ્યક્ત કરી હતી.

૨૦૧૯માં ઈસરોએ ચંદ્રયાન ૨ લોન્ચ કર્યું હતું પણ કેટલીક ખામીઓને કારણે ચંદ્ર પર લેન્ડિંગ પહેલા જ લેન્ડર ક્રેશ થઈ ગયું અને મિશન સફળ ન થઈ શક્યું. જો કે ઈસરોએ હાર ન માની અને ચાર વર્ષમાં ડિઝાઈનથી લઈને એસેમ્બલિંગમાં ફેરફાર કરીને ચંદ્રયાન ૩ તૈયાર કર્યું છે. આ મિશનથી ઈસરોને તો ઘણી આશાઓ છે જ, પણ દુનિયાની નજર પણ ભારતના આ મિશન પર ટકેલી છે.

અમેરિકા ચંદ્રયાન-૩ મિશનના આધારે પોતાના આર્ટેમિસ મિશનની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ મિશન દ્વારા અમેરિકા ફરી એકવાર ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને મોકલવા માગે છે. ભારત-અમેરિકાએ તાજેતરમાં જ આર્ટેમિસ એકોર્ડ પર પણ હસ્તાક્ષર પણ કર્યા હતા.

ચંદ્રયાન-૩ મિશનને લોન્ચ વ્હીકલ LMV3 રોકેટ દ્વારા ચંદ્રની કક્ષા સુધી મોકલવામાં આવશે. ઈસરોના વર્કશોપમાં પહેલા તો ચંદ્રયાનના જુદા જુદા ભાગોને લઈ જઈને એસેમ્બલ કરવામાં આવ્યા. ત્યારબાદ યાન સાથેના રોકેટને લોન્ચપેડ સુધી આવી રીતે લાવવામાં આવ્યું. રેલવે ટ્રેક પર ચાલતી ગાડીમાં ૬૪૦ ટન વજનના બાહુબલી રોકેટને લોન્ચપેડ સુધી લઈ જવાયું. આ રોકેટ ૩૯૦૦ કિલોગ્રામ વજનના ચંદ્રયાન ૩ને ચંદ્રની સફરે લઈ જશે. રોકેટ ચંદ્રયાનને પૃથ્વીથી દૂર ૩૬ હજાર ૫૦૦ કિલોમીટરના અંતરે તરતું મૂકશે. ચંદ્રયાન ૩ ચંદ્રની ધરતી અને ખડકોના બંધારણ તેમજ વાતાવરણનો અભ્યાસ કરશે.

મિશનની સફળતા માટે ઈસરોએ ૨૦૧૯માં થયેલી ખામીઓને દૂર કરી છે, કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે ચંદ્રયાન ૩ના પાયા એટલે કે લેગ્સને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. નવા સેન્સરનો ઉપયોગ કરાયો છે. યાનને સોલર પેનલથી સજ્જ કરાયું છે. આ ઉપરાંત ચંદ્રયાનના લેન્ડિંગ એરિયામાં ચાર ગણો વધારો મિશનમાં કરાયેલું સૌથી મોટું પરિવર્તન છે.

આ ઉપરાંત ચંદ્રયાન ૨થી ઉલટું ચંદ્રયાન ૩માં ઓર્બિટરનો સમાવેશ નથી કરાયો. લેન્ડરને પણ વધારાના ટ્રેકિંગ, ટેલીમેટ્રી અને કમાન્ડ એન્ટીનાથી સજ્જ કરાયા છે.  ચંદ્રયાન ૨એ મોકલેલી લેન્ડિંગ એરિયાની તસવીરોને જોતાં આ ફેરફાર કરાયા છે.

પ્રક્ષેપણના લગભગ ૪૦ દિવસ બાદ ચંદ્રયાન ૨૩ કે ૨૪ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. જેને સોફ્ટ લેન્ડિંગ કહેવાય છે. ચંદ્રયાન-૩ મિશનના લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડરમાંથી રોવર છૂટું પડશે. રોવર પોતાના કેમેરા અને સેન્સર વડે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. આ સમગ્ર કામગીરીને આ એનિમેશનના માધ્યમથી સમજી શકાય છે.

અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પોતાના સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર ઉતારી ચૂક્યા છે. હવે ભારત આ લીગમાં ચોથો દેશ બનશે. જે દરેક ભારતીય માટે ગર્વ લેવાની બાબત છે.

આ પણ વાંચો :-

રેલવેએ Train Ticketના નિયમોમાં કર્યો અણધાર્યો ફેરફાર, કરોડો મુસાફરોને મોજ પડી ગઈ

0
  • રેલવેના નિયમો પ્રમાણે તમે તમારી ટિકિટ માત્ર તમારા પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરાવી શકો છો. તેનો અર્થ છે કે તમારા ખાસ મિત્ર તમારી ટિકિટ પર યાત્રા કરી શકે નહીં.

જો તમે પણ તમારી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે તો તમારા માટે ખાસખબર છે. દરેક દિવસે ટ્રેનમાં લાખો યાત્રીઓ મુસાફરી કરે છે. જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા હોવ કે પછી પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો રેલવેની તરફથી તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેએ ટ્રેનની ટિકિટ બુકિંદને લઈને નવા નિયમ બહાર પાડયાં છે. જેનો ફાયદો યાત્રીઓને મળવાનો છે.

આજે અમે તમને રેલવેના એક નિયમ વિશે જણાવીશું, જેમાં તમે તમારી ટિકિટને ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે યાત્રી તેમની ટિકિટ પરિવારના સદસ્ય જેવા કે, માતા, પિતા, ભાઈ, બહેન, પુત્રી, પત્નીને ટ્રાન્સફર કરી શકો છો.

તમારી ટિકિટને કરી શકો છો ટ્રાન્સફર- રેલવેના નિયમો પ્રમાણે, તમે તમારી ટિકિટ માત્ર તમારા પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરાવી શકો છો. તેનો અર્થ છે કે તમારા ખાસ મિત્ર તમારી ટિકિટ પર યાત્રા કરી શકે નહીં.

કેવી રીતે કરાવવું ટ્રાન્સફર?- ટિકિટને ટ્રાન્સફર કરાવવા માટે તમારે સૌથી પહેલા તે ટિકિટનું પ્રિન્ટ આઉટ લેવાનું છે, તેને લઈને તમારા નજીકના રેલવે સ્ટેશન પર જવાનું છે. ટિકિટ જેના નામે ટ્રાન્સફર કરાવવાની હોય, તેમનું આઈડી પ્રૂફ જેમ કે, આધાર કાર્ડ પણ સાથે લઈને જાઓ. તેના અંતર્ગત ટિકિટ ટ્રાન્સફર માટે તમારે એપ્લિકેશન આપવું પડશે.

૨૪ કલાક પહેલા કરાવવું પડે છે ટ્રાન્સફર- રેલવેના નિયમો અનુસાર, ટિકિટ કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરાવવા માટે ૨૪ કલાક પહેલા અરજી કરવાની હોય છે. જો તમારે લગ્નમાં જવાનું હોય તો ૪૮ કલાક પહેલા અરજી કરવી પડશે.

માત્ર એકવાર જ મળે છે મોકો- જાણકારી અનુસાર તમે તમારી ટિકિટ માત્ર એકવાર જ ટ્રાન્સફર કરાવી શકો છો. વારંવાર બદલીને કોઈના નામે ટ્રાન્સફર કરાવી નહીં શકો.

આ પણ વાંચો :-

ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં થાય છે આ જીવલેણ રોગો આજથી જ બંધ કરી દેજો

  • તરસ લાગે ત્યારે દરેક વ્યક્તિ પાણી પીવે છે. પરંતુ શું તમે પાણી પીવાની સાચી રીત જાણો છો ? મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ ઉભા રહીને પાણી પીવું પસંદ કરે છે. જે ખોટું છે.

પાણી છે તો કાલ છે. પાણી વગર વ્યક્તિનું જીવન ખતમ થઈ શકે છે. પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સમયસર પાણી પીવાથી તે આપણા શરીરમાં હાજર તમામ પ્રકારના રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે ખોટી રીતે પાણી પીવામાં આવે તો તે સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.

જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીની કમી હોય તો તેના શરીરમાં અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પ્રવેશ કરે છે. ચાલો જાણીએ કે ઉભા રહીને પાણી પીવાથી શરીરને કેવી રીતે નુકસાન થઈ શકે છે.

સાંધાના દુખાવાની સમસ્યા :

સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં પુરુષ કે સ્ત્રીના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ શરૂ થઈ શકે છે. આ સાથે ઉભા રહીને પાણી પીવાથી સાંધાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે તમારે ઉઠવા-બેસવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

પાચન ક્રિયા ખરાબ થવાની સમસ્યા :

ઉભા રહીને પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર પણ અસર પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે પાણી ઝડપથી પેટમાં પ્રવેશી જાય છે અને નીચેના ભાગમાં ઈજા થવાને કારણે પાચનક્રિયા બગડી જાય છે, જેના કારણે પાચન પ્રક્રિયા પર ખતરો રહે છે.

આ પણ વાંચો :-

૧૪ જુલાઈ / દેવું થયું હોય તો મુક્તિ મળશે, પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, આ રાશિના જાતકો શુક્રવાર ગુડ રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ-બહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃષિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હોવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિપત્‍નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવ રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

ખનીજ માફિયા બેફામ : થાનમાં એક કિલોમીટર સુધી સુરંગો ખોદી કાઢી રહ્યા છે કાળું સોનું

0
  • સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની ખનન પ્રવૃતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. આરોપીઓએ તમામ હદ વટાવી થાન મુળી વિસ્તારમાં સુરંગો બનાવીને ખનન કરતા હોવાનું ઉઘાડું પડતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.

ખનીજ ચોરી મામલે સુરેન્દ્રનગર પંથક સૌથી વધુ બદનામીનો માર ભોગવી રહ્યો છે. તંત્રના ડર વગર ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે. જને અટકાવવા તંત્રનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર પંથકમાં ખનીજ માફિયાઓની ખનન પ્રવૃતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે.

આરોપીઓએ તમામ હદ વટાવી થાન મુળી વિસ્તારમાં સુરંગો બનાવીને ખનન કરતા હોવાનું ઉઘાડું પડતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. બીજી બાજુ ખનીજ ચોરીના આ દુષણને ભૂસ્તર વિભાગ જ પોષણ આપતું હોવાના પણ ચોંકાવનારા આરોપી વિસ્તારવાસીઓ લગાવી રહ્યા છે.

ખનીજ ચોરી કરવા માટે કૂવામાં વાહનો ઉતારીને શ્રમિકો દ્વારા બનાવાય છે સુરંગ  :

સુરેન્દ્રનગર પંથક ખનીજ ચોરીનો પર્યાય બની ગયો હોય તેમ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છતાં એને અટકવામાં સબંધિત તંત્રને આંખ આડા કાન કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે તપાસમાં સામે આવ્યું કે એક કિલોમીટર સુધીની સુરંગોનું ખોદકામ થઈ રહ્યું છે.

થાનના વગડીયા વિસ્તારમાં ખનીજ ચોરી ચાલી રહી હતી. હાદ તો ત્યારે થઈ જાય કે ખનીજ ચોરી કરવા માટે કૂવામાં વાહનો ઉતારીને શ્રમિકો દ્વારા સુરંગ બનાવાય રહી હતી. વધુમાં રેલવે ટ્રેક નીચે પણ અનેક સુરંગ બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ભૂસ્તર વિભાગ અને પોલીસ તંત્ર પર મિલીભગતનો આક્ષેપ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો મામલે ભૂસ્તર વિભાગના અધિકારી નીરવ બારોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે નીરવ બારોટે નવી વહુની માફક ઘુંઘટો તાણી લીધો હતો. અને ‘ન બોલવામાં નવ ગુણ’ની માફક જવાબ દેવાનું બદલે ફોન કટ કર્યો હતો. પોલીસ અને તંત્ર ધારે તો પાતાળમાંથી પણ આરોપીઓને શોધી કાઢે છે. પરંતુ હાલ આ પ્રકરણમાં પોલીસ અને ખનીજ ખાતાની ઈચ્છાશક્તિ અને નૈતિકતાનો અભાવ હોય તેવું ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો :-

માત્ર આટલાં લાખમાં મળશે ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર? એલોન મસ્ક ભારતમાં તૈયાર કરશે પ્લાન્ટ !

0
  • TESLAની ઈલેક્ટ્રિક કારની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. વર્ષોની ઉદાસીનતા પછી, એલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં વાર્ષિક 5 લાખ ઈલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાથે કાર ફેક્ટરી સ્થાપવા માટેના રોકાણ પ્રસ્તાવ પર ભારત સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે.

તાજેતરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસની મુલાકાતે હતા. ત્યારે એલોન મસ્ક તેમને મળ્યા હતા અને પુષ્ટિ કરી હતી કે તેઓ ભારતમાં તેમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે અને રોકાણ કરશે.

હવે ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. આ રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટેસ્લા ભારતમાં માત્ર પોતાનો પ્લાન્ટ શરૂ કરશે જ નહીં પરંતુ ચીનની તર્જ પર ભારત-પેસિફિક ક્ષેત્રમાં ભારતને નિકાસ હબ તરીકે વિકસાવવાની પણ યોજના ધરાવે છે. જો કે આ મામલે કંપની કે એલોન મસ્ક દ્વારા હજુ સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ભારતમાં જે પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ ૦૫ લાખ ઈલેક્ટ્રિક વાહનોની હશે. આટલું જ નહીં કંપનીની ઈલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમત ૨૦ લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ટેસ્લા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથે વાતચીત કરી રહી છે અને સરકાર પણ “સારા સોદા” માટે આશાવાદી છે.

ટેસ્લા તેના ઓટો પાર્ટસ અને ઈલેક્ટ્રોનિક્સ સિરીઝને ભારતમાં લાવવાની અને આ પ્રક્રિયામાં ટેક્સમાં છૂટ મેળવવાની શક્યતાઓ શોધી રહી છે. વાસ્તવમાં કંપની ભારતમાં પોતાની ઓટો કમ્પોનન્ટ સીરીઝ શરૂ કરવા માંગે છે. જ્યારે ભારત સરકારે ટેસ્લાને દેશમાં હાલના ઓટો કમ્પોનન્ટ સપ્લાયનું મૂલ્યાંકન કરવા કહ્યું છે.

આ પણ વાંચો :-

 

સુરેન્દ્રનગરના સમઢિયાળામાં લોહિયાળ જંગ ખેલાયો, જાણો શું છે મામલો

0
  • સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બે જૂથ વચ્ચે લોહિયાણ જંગ ખેલાયો હતો. અથડામણના કારણે બે લોકોને મૃત્યુ નિપજ્યાં છે.અહી જમીન ખેડવા બાબતે બે જુથ બોલાચાલી બાદ હથિયારો સાથે મારામારી થઈ હતી. આ ઘટનામાં ૦૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ૦૨ સગા ભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારના મોત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે તેમજ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાના પગલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સમાજના આગેવાનો, પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં તંગદિલી છવાઈ જતાં સમગ્ર ગામમાં પોલીસે સઘન સુરક્ષા ગોઠવી દીધી છે. ઘટનામાં પરિવારે આરોપીની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પરિજનોએ ઈન્કાર કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું :

સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે થયેલા લોહિયાળ જંગમાં બે સગા ભાઈઓના મોત થયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ધટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું.

પરંતુ રક્ષણ ન મળતા આખરે બંને સગા ભાઈઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઈ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઈની જિંદગી બચી જાત.

આ ઘટનાને લઈને હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા આ સમયે પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચો :-

 

પૂરની સમીક્ષા કરવા ગયેલા ૭૫ વર્ષીય ધારાસભ્યને મહિલાએ તમાચો માર્યો

0
  • યમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા JJP ધારાસભ્ય ઈશ્વર સિંહને એક મહિલાએ થપ્પડ મારી હતી. ધારાસભ્ય ઈશ્વર સિંહ ગઈકાલે કૈથલ જિલ્લાના એક ગામમાં પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે. મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે ‘હવે કેમ આવ્યા છો?’

મહિલાનએ થપ્પડ માર્યા બાદ ધારાસભ્ય સાથે રહેલા સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સાથે જ ગામના લોકોએ પણ મહિલાના આ કૃત્યની નિંદા કરી છે. ઈશ્વર સિંહે કહ્યું, મહિલાએ મારા પર હાથ ઉઠાવ્યો. તે ઉત્પીડનની સમાન હતો. આ અંગે અમે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારનું કૃત્ય યોગ્ય નથી.

ઈશ્વર સિંહ રાજ્યસભાના પૂર્વ સભ્ય છે :

ઈશ્વર સિંહના જણાવ્યા અનુસાર તેઓ ગુહલા ચીકા વિધાનસભા મતવિસ્તારના પૂર પ્રભાવિત ભાટિયા ગામમાં પહોંચ્યા હતા. ઘગ્ગર નદીના પાણીના સ્તરમાં વધારો થતા ગામમાં પાણી ભરાઈ ગયું છે. તેમણે કહ્યું કે ગામડાઓ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. આમાં ધારાસભ્યનો શું વાંક? તેમણે કહ્યું કે ગામલોકો કહે છે કે બાંધ યોગ્ય રીતે બાંધવો જોઈએ. ૭૫ વર્ષીય ઈશ્વર સિંહ રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. તેઓ SC નેશનલ કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ઘગ્ગર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે :

હરિયાણામાં ભાજપ અને જેજેપીની સરકાર છે. ભૂતકાળમાં પડેલા ભારે વરસાદ બાદ ચીકા વિસ્તારમાં આવેલી ઘગ્ગર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બીજી તરફ પંજાબની સરહદ પર ઘગ્ગર નદીનો બંધ તુટી ગયો છે. ગામમાં મહિલાઓએ ઈશ્વરસિંહનો વિરોધ કર્યો હતો. ઈશ્વરસિંહે કહ્યું કે ગામમાં પ્રવર્તતી પરિસ્થિતિ પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ કુદરતી આફત પર કોઈનો કાબુ રહી શકે નહી.

આ પણ વાંચો :-