Home Blog Page 1029

સુરતીઓની શુભ ઘડી આવી : આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર

0
  • Surat Diamond Bourse : ૨૧ નવેમ્બરથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે સુરતનો ડાયમંડ બુર્સ. દિવાળી પછી ૨૧ નવેમ્બરથી કરવામાં આવશે શુભ શરૂઆત. પ્રધાનમંત્રી મોદી રહી શકે છે હાજર.

વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે. તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૩ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ ૧૯૦ મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી પછી ૨૧ નવેમ્બરના શુભ દિવસથી અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ સુરત ડાયમંડ બુર્સનો શુભારંભ થશે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે વધુ ૧૬૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર આરંભ થશે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે.

સુરત શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં ૨૧ નવેમ્બર ૨૦૨૩ થી સુરત અને મુંબઈની વધુ ૧૬૦ ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી છે. એ સાથે કુલ ૩૫૦ કંપનીઓએ ૨૧ નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે.

આ વિશે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે વધુ ૧૬૦ કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતિ મોકલી છે. ૩૫૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતિ પત્રો મોકલવા જણાવ્યું છે એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું.

અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ૨૧ નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.

આ પણ વાંચો :-

દ્વારકામાં બે ગામને જોડતા સાંકડા રસ્તાની વચ્ચે વીજ પોલ, અકસ્માત થશે તો જવાબદાર કોણ ?

0
  • દ્વારકામાં સાકડા રસ્તાની વચ્ચે વીજ પોલ જોઈને ભલભલાને આશ્ચર્ય થઈ રહ્યું છે, સ્થાનિકોને અકસ્માત થવાની અને જીવનું જોખમ ઉભું થવાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કઈ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો લોકોને થઈ રહ્યા છે.

દેવભૂમિ દ્વારકાના કોલવા ગામમાં વિચિત્ર ઘટના સામે આવી છે. આ પ્રકારની ગંભીર ઘટના માટે જવાબદાર કોણ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોલવાથી કંડોરણા તરફના રસ્તા પર આ વીજ પોલ રસ્તાની વચ્ચે ઉભો કરાયો હોવાની તસવીરો સામે આવી રહી છે. આ દરમિયાન તેમણે સ્થાનિકો સાથે વાત પણ કરી હતી. જેમાં સ્થાનિકો દ્વારા અકસ્માત સહિતની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી કે વીજ પોલ પહેલાથી જ અહીં લગાવેલો હતો. પરંતુ આ પછી જ્યારે રસ્તો બનાવવામાં આવ્યો તો તે વચ્ચે આવી ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી કર્યા વગર જ રસ્તો બનાવી દેવાની કામગીરી કરવામાં આવી છે. આવામાં રાત્રીના સમયે અકસ્માત થવાનો તથા અકસ્માતે વીજ પોલ પડવાથી કરંટ લાગવાનો ડર લોકોને સતાવી રહ્યો છે.

સાંકડા રસ્તાની વચ્ચે જે રીતે જોખમી વીજ પોલ ઉભો છે તેના કારણે ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. કરંટ લાગવાનો તથા અકસ્માત થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. પીજીવીસીએલ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે આમ થયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.

સ્થાનિકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ વીજ પોલ પહેલાથી જ હતો અને તે પછી અહીં રસ્તો બન્યો છે પરંતુ આવામાં વીજ પોલ વચ્ચે આવતો હોવા છતાં તે અંગે શું કરવું તેનો કોઈ નિર્ણય લીધા વગર જ રસ્તો બનાવી દેવામાં આવ્યો હોવાની વાત કહેવાઈ રહી છે.

વીજ પોલના કારણે કોઈ અકસ્માત સર્જાય કે જાનહાની થાય તે પહેલા આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરુરી પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો :-

રાહુલ તો ખેલાડી છે, તું બધી જગ્યાએ…: સુનિલ શેટ્ટીએ દીકરી આથિયાને કેમ આપી આવી સલાહ ?

  • સુનીલ શેટ્ટીએ પોતાની દીકરી આથિયાને સલાહ આપી છે. અને કહ્યું છે કે KL રાહુલ એક ખેલાડી છે અને તું દરેક જગ્યા પર તેની સાથે ટ્રાવેલ ન કરી શકે.

સુનીલ શેટ્ટીએ જણાવ્યું છે કે તેમની દીકરી આથિયા ખૂબ જ લકી છે. કારણ કે તેને KL રાહુલ જેવો જીવનસાથી મળ્યો છે. સુનીલ અનુસાર તે આથિયાને હંમેશા સલાહ આપતા હતા કે તે રાહુલના સારા અને ખરાબ દરેક સમયમાં તેની સાથે ઉભી રહે.

એક એક્ટરની જેમ ખેલાડીના જીવનમાં પણ ઉતાર ચડાવ આવે છે. માટે તેમને જરૂર છે કે તે પોતાના પાર્ટનર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે. થોડા દિવસ પહેલા રાહુલના ખરાબ ફોર્મ પર પણ સુનીલનું રિએક્શન આપ્યું હતું. સુનીલે કહ્યું હતું કે રાહુલ એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તે મોઢાથી નહીં પરંતુ પોતાના બેટથી જવાબ આપે છે.

દરેક જગ્યા પર રાહુલ સાથે નહીં જઈ શકે :

સુનીલને હાલમાં જ પુછવામાં આવ્યું હતું કે તે દીકરી આથિયાને શું સલાહ આપવા માંગે છે. જવાબમાં સુનીલે જણાવ્યું- મેં આથિયાને હંમેશા ફેલિયરને સહન કરવાની વાત શીખવાડી છે. બીજી વાત એ છે કે પોતાના પાર્ટનર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો.

ત્રીજી વાત એ છે કે રાહુલ એક એથલીટ છે. તેને હંમેશા એક જગ્યાથી બીજી જગ્યા જવું પડશે. તું તેની સાથે દરેક જગ્યા પર ન જઈ શકે. તેની સાથે હંમેશા ઉભી રહો. કારણ કે પ્લેયર્સની લાઈફમાં પણ ઉતાર-ચડાવ આવે છે.

સુનીલે આગળ કહ્યું- જ્યારે કોઈ પ્લેયર રન મારે છે તો તે પછી અલગ દુનિયામાં હોય છે. હું પોતાના સમયમાં સુનીલ ગાવસ્કરને પોતાનો હીરો માનતો હતો. આજે પણ તે અમારા હીરો છે.

આ પણ વાંચો :-

લડકી કા ચક્કર હૈ બાબૂ ભૈયા : પ્રેમિકાની યાદમાં યુવક અશોકસ્તંભ પર ચડી ગયો

0
  • લગભગ ચાર-પાંચ કલાક સુધી તે ઉપર જ બેઠો રહ્યો. આ દરમ્યાન વરસાદ પણ થયો. તેમ છતાં પણ યુવક નીચે ન ઉતર્યા. અશોક સ્તંભની નીચે લોકોની ભીડ લાગી ગઈ. લોકો તેને સમજાવા લાગ્યા, છતાં પણ તે નીચે ઉતર્યો નહીં.

ફિલ્મ શોલેનું ચર્ચિત દ્રશ્ય તો આપને યાદ હશે. જેમાં વીરુ નશાની હાલતમાં પાણીની ટાંકી પર ચડી જાય છે અને જોરજોરથી બૂમો પાડવા લાગે છે. કુદ જાઉંગા, ફાંદ જાઉંગા, લેકિન શાદી બસંતી સે કરુંગા.

બસંતી સાથેનો સંબંધ તૂટી જવાના ગમમાં વીરુ પાણીની ટાંકી પર ચડી જાય છે. કંઈક આવો જ નજારો રાજધાની પટનામાં જોવા મળ્યો હતો. જીપીઓ ગોલંબરથી મીઠાપુર જતા ફ્લાઈઓવર પર બનેલા અશોક સ્તંભ પર એક યુવક ચડી ગયો. જે લાખ સમજાવવા છતાં પણ નીચે ઉતરવાનું નામ નથી લેતો.

જોર જોરથી એક જ ગીત ગાઈ રહ્યો હતો-દિલ દિયા હૈ જાનભી દેંગે.. લગભગ ચાર-પાંચ કલાક સુધી તે ઉપર જ બેઠો રહ્યો. આ દરમ્યાન વરસાદ પણ થયો. તેમ છતાં પણ યુવક નીચે ન ઉતર્યા. અશોક સ્તંભની નીચે લોકોની ભીડ લાગી ગઈ. લોકો તેને સમજાવા લાગ્યા છતાં પણ તે નીચે ઉતર્યો નહીં.

યુવકને અશોક સ્તંભ પર બનેલા સિંહના માથા પર બેઠેલો જોઈ ફ્લાઈઓવર પરથી પસાર થતાં લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા. જોત જોતામાં ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. કેટલાય લોકો યુવકને નીચે ઉતરવા માટે સમજાવી રહ્યા હતા. પણ તે ઉતરવાનું નામ નહોતો લેતો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લગભગ ચાર કલાકથી ઉપર બેસી રહ્યો. વરસાદમાં પણ નીચે ઉતર્યો નહીં. લોકોએ કહ્યું કે, લડકી કા ચક્કર હૈં.. કેમ કે વારંવાર એક જ ગીત ગાઈ રહ્યો હતો. દિલ દિયા હૈ, જાન પણ દેંગે…મર જાઉંગા લેકિન નીચે નહીં ઉતરુંગા. તસ્વીરોમાં ભગવાને પ્રાર્થના કરતા દેખાય છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ભાગ છે અશોક સ્તંભ :

પટનાને સુંદર બનાવવા માટે એક ચોક પર અલગ અલગ કલાકૃતિઓ લગાવેલી છે. આ જ ક્રમમાં આ ફ્લાઈઓવર પર અશોક સ્તંભ બનાવ્યો છે. આ સ્તંભ પર એક યુવક ચડીને બેઠો છે. તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ નીચે ઉતર્યો નહીં. કહ્યું કે ઈન્ટરવ્યૂ લેવું હોય ઉપર આવી જાઓ. જો કે ભીડ હટી અને સમય જતાં તે પણ નીચે આવી ગયો.

આ પણ વાંચો :-

હવે આ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારને નો-એન્ટ્રી, મંદિર બહાર લાગ્યા બોર્ડ

0
  • દ્વારકા મંદિર બાદ હવે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટેમ્પલ કમીટી દ્વારા પણ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે.

ડાકોર મંદિર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય પહેલા પણ લેવાયો હતો પણ હવે મંદિરમા પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી વૈષ્ણવોને મંદિરમા ટૂંકા વસ્ત્રો પહેરી ન આવવા અપીલ કરવામા આવી છે.

ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પણ હવે દ્વારકા મંદિરના પગલે આગળ વધ્યુ છે. હવે ડાકોરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શન નહીં કરી શકે. આ મહત્વપૂર્ણ નિર્ણય ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા લેવાયો છે. જેમા ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા એક નોટીસ બહાર પાડવામા આવી છે અને મંદિરમા દરેક જગ્યાએ આ નોટીસ લગાવવામા આવી છે.

જેમા લખવામાં આવ્યું છે કે, “ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.”આ પ્રકાર લખાણ વાળી નોટિસ મંદિરમાં ઠેર ઠેર લગાવવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાતના મોટાભાગના યાત્રાધામોમાં હવે મંદિરમાં દર્શન કરતી વખતે ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ડાકોર મંદિરમાં પણ હાલ અપીલ કરવામાં આવતા હોવાના પેમ્પલેટ મંદિર પરિસરમાં ઠેર ઠેર ચોંટાડવામાં આવ્યા છે. જોકે અગાઉ પણ આવો એક નિર્ણય ડાકોર મંદિરમાં લેવામાં આવ્યો હતો.

પરંતુ હવે મંદિર પ્રશાસન આ નિર્ણય અંગે મક્કમ થયું છે. અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને રોકવામાં આવશે. તથા જો તે પુરુષ દર્શનાર્થી છે તો તેમની વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી પીતાંબર સ્વરૂપે કરવામાં આવી છે. જ્યારે મહિલાઓને જો દર્શન કરવા હશે તો તકલીફ પડશે તેવી વાત પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

દિલ્હી- હિમાચલ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

0
  • દેશના મોટાભાગના રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં વરસાદ આફત બની ગયું છે.

દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધતા પુર જેવી સ્થિતિ ઉભી થઈ છે. પહાડો પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને નદીમાં પુરથી કેટલાક લોકોનો જીવ ગયો છે. હજારો મકાન અને અનેક રસ્તા તૂટી ગયા છે. આ વચ્ચે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યુ છે. ૧૬ અને ૧૭ જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, દેશના કેટલાક ભાગમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, શનિવારે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા, ઓરિસ્સા, છત્તીસગઢ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ સિવાય કોંકણ-ગોવા, પોડિચેરી, કર્ણાટક અને કેરળના કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે.

અહી છુટો છવાયો વરસાદ પડશે :

હવામાન વિભાગ અનુસાર ગુજરાત, દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, અંદમાન-નિકોબાર ટાપુ, ચંદીગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાયલસીમા, તમિલનાડુ, પોડિચેરી, કર્ણાટકમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ રાજસ્થાનમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

તલવાર સાથે ઘરમાં ઘુસી લૂંટ ચલાવનારનું પોલીસે ભર બપોરે સરઘસ કાઢ્યું

0
  • સુરતમાં માથાભારે તત્વો માથુ ઊંચુ કરે તે સાથે જ પોલીસ દ્વારા કાયદાનો ડર ઉભો કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

થોડા સમયથી માથાભારે ઈસમોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ સરઘસ કાઢી રહી છે. ત્યારે પાંડેસરામાં ઘરમાં ઘુસીને લૂંટ ચલાવનારા આરોપીને ઝડપી લઈને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

શહેર પોલીસ દ્વારા આરોપીઓનું વધુ એક સઘરસ કાઢવામાં આવ્યું હતું. ગુનેગારોનું સરઘસ કાઢી અલગ જ સજા સુરત પોલીસ આપી રહીછે. પાંડેસરામાં ટપોરીઓએ તલવાર સાથે ઘરમાં ઘુસી યુવકને લૂંટયો હતો. અવધેશ સહાની, રણજીત કાલીયાનું પાંડેસરા પોલીસ દ્વારા સરઘસ કઢાયું હતું. આ ગુનેગારોની સામે લૂંટ, મારામારી અને ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે.

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જાણે એમ કહેતી પોલીસ દ્વારા આરોપીઓના હાથ જોડાવીને સરઘસ કાઢવામાં આવી રહ્યાં છે. પોલીસ દ્વારા સરઘસ કાઢીને અન્ય માથાભારે ઈસમોને પણ સમજી જવાનો અને કાયદાની મર્યાદામાં રહેવાનો સંદેશ સરઘસ દ્વારા આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સર જાડેજાનો શાનદાર ‘સ્વેગ’, પહેલા હેરસ્ટાઈલ ઠીક કરી પછી બોલિંગ કરી, વિડીયો થયો વાયરલ

0
  • વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન સર જાડેજા ૩૦મી ઓવર બોલિંગ કરવા આવ્યા ત્યારે ગોગલ્સ ઉતાર્યા અને તેમાં જોઈને પોતાના વાળને સેટ કરીન બોલિંગની શરૂઆત કરી. હાલ વિડીયો થયો વાયરલ.

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ એક ઈનિંગ અને ૧૪૧ રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં ૧૫૦ રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતે પાંચ વિકેટે ૪૨૧ રન બનાવ્યા. પ્રથમ દાવના આધારે ભારતને ૨૭૧ રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટસમેનોએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. બીજા દાવમાં વિન્ડીઝની ટીમ માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ હતી. હવે સીરિઝની બીજી મેચ ૨૦ જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.

આ જીત સાથે ભારતીય ટીમ શ્રેણીમાં ૧-૦થી આગળ થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચમાં શાનદાર ૧૭૧ રન બનાવનાર યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે અશ્વિને મેચમાં ૧૨ વિકેટ લઈને અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે.

બંને ખેલાડીઓએ શાનદાર રમત બતાવીને ત્રીજા દિવસે ભારતને જીત અપાવી હતી. આ સિવાય ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાની એક સ્ટાઈલે લોકોનું મન જીતુ લીધું હતું. હાલ જાડેજાનો એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાત એમ છે કે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન સર જાડેજા ૩૦મી ઓવર બોલિંગ કરવા આવ્યા હતા. ત્યારે તેમણે પોતાની ક્ષમતા બતાવી હતી અને પોતાની જાતને સ્ટાઈલિશ રીતે રજૂ કરી હતી. બન્યું એવું કે જાડેજા બોલિંગ કરવા આવ્યો કે તરત જ ખેલાડીએ પહેલા પોતાના ગોગલ્સ ઉતાર્યા અને પોતાને ગોગલ્સમાં જોઈને પોતાના વાળને માવજત કરવા લાગ્યા.

જ્યારે અમ્પાયરો રાહ જોઈ રહ્યા હતા કે બોલર ક્યારે બોલિંગ શરૂ કરશે. તેના વાળને માવજત કર્યા પછી અને ગોગલ્સમાં પોતાને જોયા પછી જાડેજા અમ્પાયર પાસે ગયો અને પછી તેણે બોલિંગ કરવા માટે તૈયાર હોવાનું કહ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાડેજાનો ‘સ્વેગ’ જોઈને ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં જાડેજાએ ૨ વિકેટ ઝડપી હતી.જણાવી દો કે જાડેજાએ પ્રથમ ઈનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી. મેચમાં જયસ્વાલે ૧૭૧ રન, રોહિતે ૧૦૩ અને વિરાટ કોહલીએ ૭૬ રન બનાવ્યા હતા. હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ૨૦ જુલાઈએ રમાશે.

આ પણ વાંચો :-

SBI ના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, આજથી તમારા ખિસ્સા પર મુકાશે કાતર

0
  • દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે તેની સીધી અસર સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના ગ્રાહકોના ખિસ્સા પર પડશે. 15 જુલાઈ 2023 થી એસબીઆઈના જે ગ્રાહકોએ લોન લીધી છે તેમની ઈએમઆઈ વધી જશે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે બેંક MCLR ના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. MCLR ના વ્યાજ દરમાં 0.05 ટકા નો વધારો કરવામાં આવ્યો છે. બેંકના આ નિર્ણયથી લોનના વ્યાજના દરમાં પણ વધારો થઈ ગયો છે. બેંકના જણાવ્યા અનુસાર નવા વ્યાજ દર 15 જુલાઈ 2023 થી લાગુ થઈ જશે.

શું હોય છે MCLR? 

માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLR એક મિનિમમ વ્યાજ છે. જેના ઉપર બેંક ગ્રાહકોને લોન ઓફર કરે છે. રિઝર્વ બેંક દ્વારા એમસીએલઆર ને વર્ષ 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ રેટ બેંકો તરફથી નિર્ધારિત કરવામાં આવે છે. બેંક દર મહિને પોતાના ઓવર નાઈટ, એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેના એમસીએલઆર રેટ ઘોષિત કરે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ બેંક એમસીએલઆરમાં વધારો કરે છે તો તેનાથી સંબંધિત લોન જેમકે હોમ લોન, વ્હીકલ લોનના વ્યાજ દરમાં પણ વધારો થઈ જાય છે.

આ પણ વાંચો :-

આગામી ૦૭ દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબાકાર

0
  • વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે આગામી ૦૭ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ રહેશે.

રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરા, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. ૧૮ જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે.

અમદાવાદમાં છુટોછવાયો અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી ૬૦ ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત રિજયનમાં હાલ સુધી ૪૧ ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ પડયો છે.

૧૮ જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૭ જુલાઈ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. ૧૮ જુલાઈ પછી ગુજરાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને ૧૮ જુલાઇ પછી સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ૧૮ જુલાઈ પછી આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરી છે. ૧૭ અને ૧૮ તારીખે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સિઝનનો કુલ ૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૮૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો.

આ પણ વાંચો :-