દિલ્હી- હિમાચલ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

Share this story
  • દેશના મોટાભાગના રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં વરસાદ આફત બની ગયું છે.

દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધતા પુર જેવી સ્થિતિ ઉભી થઈ છે. પહાડો પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને નદીમાં પુરથી કેટલાક લોકોનો જીવ ગયો છે. હજારો મકાન અને અનેક રસ્તા તૂટી ગયા છે. આ વચ્ચે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યુ છે. ૧૬ અને ૧૭ જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, દેશના કેટલાક ભાગમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, શનિવારે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા, ઓરિસ્સા, છત્તીસગઢ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ સિવાય કોંકણ-ગોવા, પોડિચેરી, કર્ણાટક અને કેરળના કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે.

અહી છુટો છવાયો વરસાદ પડશે :

હવામાન વિભાગ અનુસાર ગુજરાત, દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, અંદમાન-નિકોબાર ટાપુ, ચંદીગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાયલસીમા, તમિલનાડુ, પોડિચેરી, કર્ણાટકમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ રાજસ્થાનમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-