- સુરતમાં માથાભારે તત્વો માથુ ઊંચુ કરે તે સાથે જ પોલીસ દ્વારા કાયદાનો ડર ઉભો કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
થોડા સમયથી માથાભારે ઈસમોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ સરઘસ કાઢી રહી છે. ત્યારે પાંડેસરામાં ઘરમાં ઘુસીને લૂંટ ચલાવનારા આરોપીને ઝડપી લઈને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
શહેર પોલીસ દ્વારા આરોપીઓનું વધુ એક સઘરસ કાઢવામાં આવ્યું હતું. ગુનેગારોનું સરઘસ કાઢી અલગ જ સજા સુરત પોલીસ આપી રહીછે. પાંડેસરામાં ટપોરીઓએ તલવાર સાથે ઘરમાં ઘુસી યુવકને લૂંટયો હતો. અવધેશ સહાની, રણજીત કાલીયાનું પાંડેસરા પોલીસ દ્વારા સરઘસ કઢાયું હતું. આ ગુનેગારોની સામે લૂંટ, મારામારી અને ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે.
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જાણે એમ કહેતી પોલીસ દ્વારા આરોપીઓના હાથ જોડાવીને સરઘસ કાઢવામાં આવી રહ્યાં છે. પોલીસ દ્વારા સરઘસ કાઢીને અન્ય માથાભારે ઈસમોને પણ સમજી જવાનો અને કાયદાની મર્યાદામાં રહેવાનો સંદેશ સરઘસ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-