- દ્વારકામાં સાકડા રસ્તાની વચ્ચે વીજ પોલ જોઈને ભલભલાને આશ્ચર્ય થઈ રહ્યું છે, સ્થાનિકોને અકસ્માત થવાની અને જીવનું જોખમ ઉભું થવાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કઈ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો લોકોને થઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકાના કોલવા ગામમાં વિચિત્ર ઘટના સામે આવી છે. આ પ્રકારની ગંભીર ઘટના માટે જવાબદાર કોણ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોલવાથી કંડોરણા તરફના રસ્તા પર આ વીજ પોલ રસ્તાની વચ્ચે ઉભો કરાયો હોવાની તસવીરો સામે આવી રહી છે. આ દરમિયાન તેમણે સ્થાનિકો સાથે વાત પણ કરી હતી. જેમાં સ્થાનિકો દ્વારા અકસ્માત સહિતની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી કે વીજ પોલ પહેલાથી જ અહીં લગાવેલો હતો. પરંતુ આ પછી જ્યારે રસ્તો બનાવવામાં આવ્યો તો તે વચ્ચે આવી ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી કર્યા વગર જ રસ્તો બનાવી દેવાની કામગીરી કરવામાં આવી છે. આવામાં રાત્રીના સમયે અકસ્માત થવાનો તથા અકસ્માતે વીજ પોલ પડવાથી કરંટ લાગવાનો ડર લોકોને સતાવી રહ્યો છે.
સાંકડા રસ્તાની વચ્ચે જે રીતે જોખમી વીજ પોલ ઉભો છે તેના કારણે ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. કરંટ લાગવાનો તથા અકસ્માત થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. પીજીવીસીએલ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે આમ થયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.
સ્થાનિકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ વીજ પોલ પહેલાથી જ હતો અને તે પછી અહીં રસ્તો બન્યો છે પરંતુ આવામાં વીજ પોલ વચ્ચે આવતો હોવા છતાં તે અંગે શું કરવું તેનો કોઈ નિર્ણય લીધા વગર જ રસ્તો બનાવી દેવામાં આવ્યો હોવાની વાત કહેવાઈ રહી છે.
આ વીજ પોલના કારણે કોઈ અકસ્માત સર્જાય કે જાનહાની થાય તે પહેલા આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરુરી પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો :-