- લગભગ ચાર-પાંચ કલાક સુધી તે ઉપર જ બેઠો રહ્યો. આ દરમ્યાન વરસાદ પણ થયો. તેમ છતાં પણ યુવક નીચે ન ઉતર્યા. અશોક સ્તંભની નીચે લોકોની ભીડ લાગી ગઈ. લોકો તેને સમજાવા લાગ્યા, છતાં પણ તે નીચે ઉતર્યો નહીં.
ફિલ્મ શોલેનું ચર્ચિત દ્રશ્ય તો આપને યાદ હશે. જેમાં વીરુ નશાની હાલતમાં પાણીની ટાંકી પર ચડી જાય છે અને જોરજોરથી બૂમો પાડવા લાગે છે. કુદ જાઉંગા, ફાંદ જાઉંગા, લેકિન શાદી બસંતી સે કરુંગા.
બસંતી સાથેનો સંબંધ તૂટી જવાના ગમમાં વીરુ પાણીની ટાંકી પર ચડી જાય છે. કંઈક આવો જ નજારો રાજધાની પટનામાં જોવા મળ્યો હતો. જીપીઓ ગોલંબરથી મીઠાપુર જતા ફ્લાઈઓવર પર બનેલા અશોક સ્તંભ પર એક યુવક ચડી ગયો. જે લાખ સમજાવવા છતાં પણ નીચે ઉતરવાનું નામ નથી લેતો.
જોર જોરથી એક જ ગીત ગાઈ રહ્યો હતો-દિલ દિયા હૈ જાનભી દેંગે.. લગભગ ચાર-પાંચ કલાક સુધી તે ઉપર જ બેઠો રહ્યો. આ દરમ્યાન વરસાદ પણ થયો. તેમ છતાં પણ યુવક નીચે ન ઉતર્યા. અશોક સ્તંભની નીચે લોકોની ભીડ લાગી ગઈ. લોકો તેને સમજાવા લાગ્યા છતાં પણ તે નીચે ઉતર્યો નહીં.
યુવકને અશોક સ્તંભ પર બનેલા સિંહના માથા પર બેઠેલો જોઈ ફ્લાઈઓવર પરથી પસાર થતાં લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા. જોત જોતામાં ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. કેટલાય લોકો યુવકને નીચે ઉતરવા માટે સમજાવી રહ્યા હતા. પણ તે ઉતરવાનું નામ નહોતો લેતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લગભગ ચાર કલાકથી ઉપર બેસી રહ્યો. વરસાદમાં પણ નીચે ઉતર્યો નહીં. લોકોએ કહ્યું કે, લડકી કા ચક્કર હૈં.. કેમ કે વારંવાર એક જ ગીત ગાઈ રહ્યો હતો. દિલ દિયા હૈ, જાન પણ દેંગે…મર જાઉંગા લેકિન નીચે નહીં ઉતરુંગા. તસ્વીરોમાં ભગવાને પ્રાર્થના કરતા દેખાય છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ભાગ છે અશોક સ્તંભ :
પટનાને સુંદર બનાવવા માટે એક ચોક પર અલગ અલગ કલાકૃતિઓ લગાવેલી છે. આ જ ક્રમમાં આ ફ્લાઈઓવર પર અશોક સ્તંભ બનાવ્યો છે. આ સ્તંભ પર એક યુવક ચડીને બેઠો છે. તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ નીચે ઉતર્યો નહીં. કહ્યું કે ઈન્ટરવ્યૂ લેવું હોય ઉપર આવી જાઓ. જો કે ભીડ હટી અને સમય જતાં તે પણ નીચે આવી ગયો.
આ પણ વાંચો :-