Home Blog Page 1026

કાળજું કંપી જાય તેવા દ્રશ્યો : ભાવનગરમાં વીજળી પડ્યાનો વીડિયો થયો વાયરલ

0
  • ભાવનગર શહેરમાં આજ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. આ મેઘાવી માહોલ વચ્ચે અવકાશી વીજળી પડ્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

આજે બપોરથી જ ભાવનગરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયગાળા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને લઈને શહેરના સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્ય સર્જાયા હતા. આવી સ્થિતિ વચ્ચે ભાવનગર શહેરમાં અવકાશી વીજળી જમીન પર ત્રાટક્યાનો ડરામણો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર શહેરના ગઢેચી વડલા RTO રોડ પાસે વીજળી પડ્યાનો બનાવ વીડિયો મોબાઈલમાં કેદ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આંકડાની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં ૮૨ મીમી ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ૧૦૪ તથા સિહોરમાં ૪૪ અને ઘોઘામાં ૫૪ મીમી તથા ઉમરાળામાં ૨૪ મીમી પાલીતાણામાં ત્રણ ગારીયાધારમાં બે અને તળાજામાં ૦૭ મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો :-

 

દયા માટે કરગરી રહી હતી મહિલાઓ, હેવાનોએ……..

0
  • મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યા બાદ રાજ્યના પહાડી વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ચાર મેના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય પક્ષના કેટલાક વ્યક્તિ એક સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યા છે.

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યા બાદ રાજ્યના પહાડી વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ચાર મેના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય પક્ષના કેટલાક વ્યક્તિ એક સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી.

ઈન્ડિજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના ગુરુવારના પ્રસ્તાવિત માર્ચના એક દિવસ પહેલા આ વીડિયો સામે આવ્યો. આઈટીએલએફના એક પ્રવક્તાના જણાવ્યાં મુજબ ધૃણિત ઘટના ચાર મેના રોજ કાંગપોકપી જિલ્લામાં ઘટી અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષો અસહાય મહિલાઓની સાથે સતત છેડછાડ કરી રહ્યા છે અને તે મહિલાઓ રડી રહી છે અને તેમની પાસે કરગરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રવક્તાએ ધૃણિત કૃત્યની ટીકા કરતા એક નિવેદનમાં માંગણી કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અપરાધને ગંભીરતાથી લે અને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. કુકી જે આદિવાસીઓ ગુરુવારે ચુરચાંદપુરમાં પ્રસ્તાવિત વિરોધ માર્ચ દરમિયાન આ મુદ્દાને ઉઠાવવાની યોજના ઘડી રહ્યા છે.

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગણીના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચના આયોજન બાદ ઘર્ષણ શરૂ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના જીવ ગયા છે. અનેક લોકો ઘાયલ થયા છે.

મણિપુરની વસ્તીમાં મેઈતી સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે. આ સમુદાય મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. આદિવાસી નગા અને કુકી 40 ટકા છે. તેઓ મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

આ પણ વાંચો :-

કાચાપોચા ન જોતાં આ તસ્વીરો ! અમદાવાદના ઈતિહાસનો સૌથી ભયાનક અકસ્માત ! તસ્વીરો જોઈ હચમચી જશો

0
  • અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે મોડી રાતે એક વાગ્યાની આજુબાજુ ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત ૦૯ લોકોના મોત થયા છે. જ્યારે ૩ થી વધુ લોકો ઘાયલ થયા છે.

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે મોડી રાતે એક વાગ્યાની આજુબાજુ ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત ૯ લોકોના મોત થયા છે. જ્યારે ૩ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અમદાવાદના ઈતિહાસમાં આવો અકસ્માત કદાચ પહેલા જોયો નહીં હોય. એક અકસ્માતને જોવા લોકો ભેગા થયા અને બેકાબૂ સ્પીડે દોડી રહેલી કારે ૯ લોકોને કચડી નાખ્યા. જેમાંથી ૬ લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. મૃતકોમાંથી મોટા ભાગના ૨૧ થી ૨૩ વર્ષની વયના છે. અને બોટાદ- સુરેન્દ્રનગરના છે.

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના એક હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું.આ સાથે જ બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોના મોત થયા. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પ્રજ્ઞેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કારમાં એક યુવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કાર રાજપથ ક્લબ તરફથી આવી રહી હતી અને તેની સ્પીડ ૧૬૦ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો ૩૦ ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા. મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા.

આ પણ વાંચો :-

 

 

સુરતમાં ડ્રાઈવરે એમ્બ્યુલન્સનું પાર્કિંગ કરતી વખતે પાછળ ઉભેલી મહિલાને કચડી

0
  • સુરતમાં અકસ્માતોના બનાવોમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એમ્બ્યુલન્સને પાર્ક કરતા સમયે મહિલાને કચડી નાખી હતી.

આ ઘટનામાં મહિલાને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સરથાણા વિસ્તારમાં આવેલા જ્યોતિ બિઝનેશ સેન્ટર પાસે મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સ આવી હતી. ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલન્સને રિવર્સ લઈને પાર્ક કરવામાં આવી રહી હતી. દરમિયાન પાછળ એક મહિલા વાત કરી રહી હતી. જેના પર ડ્રાઈવરે ધ્યાન પણ આપ્યું ન હતું અને રિવર્સમાં આવવા દીધી હતી. રીવર્સમાં લેતાં સમયે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધી હતી.

જેથી મહિલા જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલા એમ્બ્યુલન્સના પાછળના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. જાણ થતાં જ એમ્બ્યુલન્સના ડ્રાઈવર એમ્બ્યુલન્સ ઊભી રાખી દીધી હતી. મહિલાના ખભાના ભાગે ઇજા પહોંચી હતી.

પાલિકાની એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારીથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ આખી ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. મહિલાને હાલ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી છે. જ્યારે હોસ્પિટલ દ્વારા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ખૌફનાક નજારો ! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું

0

ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું

  • જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડતા લાલપુરમાં છેલ્લા ૨ કલાકમાં ૨ ઈંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં છે. જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જામજોધપુરમાં છેલ્લા ૨ કલાકમાં ૫ ઈંચ અને દિવસ ભરનો કુલ ૭ ઈંચ વરસાદ વરસ્યો છે.

જામનગરના સિદસરમાં પૂર આવતાં રાજાશાહી વખતનો પુલ તૂટ્યો છે. એટલું જ નહીં સીદસર ખાતે મા ઉમિયા માતાના મંદિરમાં પાણી ઘૂસ્યું છે. લાલપુરમાં અનેક જગ્યાએ વાહનો તણાયાં હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.

No description available.

જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડતા લાલપુરમાં છેલ્લા ૨ કલાકમાં ૨ ઈંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

જામજોધપુરના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું છે. બીજી તરફ લાલપુરની ઢાંઢર નદીના પાણી લાલપુર ગામમાં ઘુસ્યા છે. એસટી ડેપો પાસે આવેલ રાધેશ્યામ મંદિરમાં પાણી ફરી વળ્યું છે અને એસટી ડેપો પણ પાણીમાં ગરકાવ થયો છે.

આ પણ વાંચો :-

વધુ ટાઈમ ઓનલાઈન રહેતા હો તો થઈ જજો સાવધાન, પાણી નીકળે તો આંખને આવી રીતે સાચવો

  • શું મોબાઈલ કે ટીવી જોતાં સમયે આંખોમાંથી પાણી નીકળે છે? તાત્કાલિક આ ઉપાય કરીને આંખોને સુરક્ષા આપો.

આંખ શરીરનું સૌથી નાજુક અંગ છે પણ આજકાલ લોકો મોટાભાગનો સમય મોબાઈલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન સામે વિતાવે છે. જેનાથી આંખને ઘણું નુકસાન થાય છે. આંખમાં બળતરા, અને પાણી નીકળવાની સમસ્યા પણ થતી હોય છે.

આવી સમસ્યાઓથી બચવા અને આંખનું તેજ વધારવા દરેક વ્યક્તિએ તેના ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જે ખાવાથી તમારી આંખોનું તેજ જળવાઈ રહેશે.

ગાજર  :

ગાજરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર મોટી માત્રામાં હોય છે. ગાજર આંખ માટે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. ગાજરનો સૂપ, સલાડ કે શાકની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. જે લોકો ચશ્માં પહેરવા માંગતા નથી તેમને દિવસમાં એક વાર ગાજરનો જ્યૂસ પીવો જોઈએ.

બદામનું દૂધ  :

બદામમાં ઘણાં જરૂરી તત્ત્વ હોય છે. જેના માટે તમે બદામને પલાળીને કે દૂધમાં ભેળવીને લઈ શકો છો. આંખોનું તેજ વધે તે માટે અઠવાડિયામાં ૩-૪ વાર દૂધમાં બદામ ઉકાળીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તમે એક કપ બદામમાં ત્રણ કપ પાણી ઉમેરીને તેને મિક્ચરમાં ગ્રાઈન્ડ કરીને બદામનું દૂધ જાતે પણ બનાવી શકો છો. તે પણ ઘણું ફાયદાકારક છે.

લીલાં શાકભાજી  :

આંખનું તેજ જળવાઈ રહે તે માટે ડાયટમાં લીલાં શાકભાજીનો ચોક્કસ સમાવેશ કરો. પાલકની ભાજી આંખ માટે ખૂબ સારી છે. પાલકની ભાજીનો સૂપ કે જ્યૂસ લઈ શકાય. લીલાં શાકભાજીમાં એન્ટી ઓક્સિડેંટસ, આયર્ન, વિટામિન જેવાં જરૂરી તત્ત્વ હોય છે જે આંખ માટે ઘણાં જરૂરી છે.

આ પણ વાંચો :-

૨૦ જુલાઈ / નોકરીમાં બઢતીની તકો, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, આ રાશિના જાતકોને ગુરુવાર મળશે ગુડ ન્યૂઝ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ‌િ‍્ત થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખૃહાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ટ્રેનો પર પડી અસર, જાણો કેટલી ટ્રેનો થઈ રદ્દ

0
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે વરસાદને લઈ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.

ભારે વરસાદને પગલે રાજ્યમાં વાહનવ્યવહાર અને રેલવે તંત્ર પર પણ ભારે અસર પડી છે. પશ્ચિમ રેલવે પર ભારે અસર પડી છે. જેને કારણે ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મીટરગેજ વિભાગમાં ઘણી જગ્યાએ ટ્રેકની નીચેથી માટીનું ધોવાણ અને પાટા ઉપરથી પાણી વહેવા અને વેરાવળ યાર્ડમાં પાણી ભરાવાના કારણે રેલવે બોર્ડની કેટલીક ટ્રેનો તા.૧૯.૦૭.૨૦૨૩ના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. અને કેટલીક ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો :

ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09296 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09508 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)

રાજ્યમાં વરસાદને લઈ આટલા રસ્તાઓ બંધ  ;

રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ ૬૫ રસ્તાઓ બંધ થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૫૨ રસ્તાઓ બંધ આ સાથે ચાર સ્ટેટ હાઈવે પણ બંધ થયા છે. રાજ્યના ચાર સ્ટેટ હાઈવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઈવે બંધ થયા છે.

રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ થયા છે. આ સાથે ૬ NDRFની ટીમ મોકલવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં NDRFની ટીમ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે બેસવું છે જરૂરી, જાણો આમ કરવાથી થતાં ફાયદા વિશે

  • તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે.

તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે પરંતુ આમ કરવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મમાં આમ કરવાનું પણ ખાસ કારણ જણાવાયું છે.

મંદિરમાં દર્શન કરીને બહાર આવીને થોડીવાર બેસવું જરૂરી છે. આ પરંપરા ખાસ કારણથી નીભાવવાની હોય છે. જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા જવાનું થાય તો દર્શન કર્યા પછી બહાર આવી પગથિયે બેસી અને આ શ્લોકનો પાઠ કરવો જોઈએ.

મંદિરના પગથિયે બેસી બોલવો આ શ્લોક :

અનાયાસેન મરણમ્, બિના દેન્યેન જીવનમ્
દેહાન્ત તવ સાનિધ્યમ્, દેહિ મે પરમેશ્વરમ્

આ શ્લોકનો અર્થ થાય છે કે મૃત્યુ કોઈપણ મુશ્કેલી વિના થાય, અંતિમ સમયમાં પથારી પકડવી ન પડે. ભગવાન કોઈ પણ જાતની તકલીફ વિના અમને તમારી પાસે બોલાવો, ચાલતાં ચાલતાં અમારો જીવ શરીર છોડે.

બિના દેન્યેન જીવનમ્ એટલે કે ક્યારેય કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અમને ક્યારેય લાચાર ન બનાવો. આપણું જીવન આપણી રીતે જીવીએ. જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે જીવને ભગવાનનું શરણ મળે. મૃત્યુ સમયે ભગવાનના દર્શન થાય. ભગવાનના દર્શન કરી મંદિરના પગથિયે બેસી આ પ્રાર્થના કરવી જોઈએ. આ શ્લોકનો પાઠ કરો ત્યારે મનમાં કોઈ અન્ય પ્રકારના વિચારો ન આવવા જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયનતેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Political Drama Web Series : આ ૫ વેબસીરીઝ શિખવે છે રાજનીતિના દાવપેચ, જોવાની મજા આવશે

  • કહેવાય છે કે રાજકારણ સારા લોકોને યુક્તિઓ શીખવે છે કારણ કે આ કર્મની ભૂમિ છે તેમ ધર્મની પણ ભૂમિ છે. રાજકીય ખળભળાટથી ભરેલી ઘણી વેબ સિરીઝે OTTને હચમચાવી નાખ્યું છે. જે જોયા પછી તમે માત્ર આનંદ જ નહીં પરંતુ તમને એક પાઠ પણ આપશે.

રાણી વિશે ઘણી વાતો થઈ :

જો તમારે ૯૦ના દાયકાની રાજનીતિ જોવી હોય તો SonyLIVની મહારાણી જુઓ. બિહારની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શ્રેણીમાં હુમા કુરેશીએ રાની નામની એક મહિલાનું પાત્ર ભજવ્યું છે જે અભણ છે. પરંતુ જ્યારે તે રાજકારણમાં આવે છે. ત્યારે તે કેવા સંઘર્ષનો સામનો કરે છે તે જોવું જબરદસ્ત છે.

સૈફ અલી ખાનને તાંડવ ખૂબ જ પસંદ હતો :

સૈફ અલી ખાન અને સુનીલ ગ્રોવર સ્ટાર તાંડવ વેબ સિરીઝ મુખ્યત્વે વિદ્યાર્થી રાજકારણ પર આધારિત છે. તેની સાથે મુખ્ય રાજકારણમાં ઉત્તરાધિકારને લઈને પણ સંઘર્ષ છે.

કૌટુંબિક રાજકારણના વળાંકોથી ભરેલી શ્રેણી :

પારિવારિક રાજકારણના વારસદાર અને ચાલી રહેલા ષડયંત્ર પર બનેલી આ વેબ સિરીઝ અદ્ભુત છે. જેની અત્યાર સુધી બે સિઝન આવી ચૂકી છે અને બંને જબરદસ્ત હિટ રહી છે. આ શ્રેણી સાચા અને ખોટા વચ્ચેનો તફાવત અને તે પછી લીધેલા નિર્ણયોના ગુણદોષ શીખવે છે. અતુલ કુલકર્ણી, સચિન પિલગાંવકર અને પ્રિયા બાપટ જેવા કલાકારોથી સજેલી આ શ્રેણી જોવાની તમારા માટે મજા આવશે.

મિર્ઝાપુરની બંને સિઝન લોકોને પસંદ પડી હતી :

મિર્ઝાપુરને ક્રાઈમ પોલિટિકલ ડ્રામા કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં હોય. પૂર્વાંચલની શક્તિ જે અલગ રીતે કાર્ય કરે છે અને તેનો અર્થ અલગ છે. જ્યારે લોકોએ તેને સ્ક્રીન પર જોયું તો તેઓ તેના દિવાના બની ગયા. ખાસ કરીને યુવા મિર્ઝાપુર વેબ સિરીઝ સાથે તે એટલી જોડાયેલી હતી કે આજે પણ તેની ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

સસ્પેન્સ અને રહસ્યથી ભરેલી શ્રેણી :

કલ્પના કરો કે જો કોઈ યુવા નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો હોય અને તે જ દિવસે તેની હત્યા થઈ જાય ! શ્રેણી ડાર્ક ૭ વ્હાઈટ રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત શ્રેણી છે જે સસ્પેન્સ અને રહસ્યથી ભરેલી છે. તમે તેને Alt બાલાજી પર જોઈ શકો છો.

આ પણ વાંચો :-