HomeAstrologyભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે બેસવું છે જરૂરી, જાણો આમ કરવાથી...

ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે બેસવું છે જરૂરી, જાણો આમ કરવાથી થતાં ફાયદા વિશે

Date:

Related stories

GETCOની ભરતીને લઈને મોટો વિરોધ, 200થી વધુ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને...

મોદીને મળ્યાને બદલાઈ આખી કહાની! 81 વર્ષીય મિત્રને જમીન પાછી આપવાનો નિર્ણય

8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય...

સુરતના સારોલીની સાલાસર માર્કેટમાં આગનો કહેર!

સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા...

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત...

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...
spot_img
  • તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે.

તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે પરંતુ આમ કરવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મમાં આમ કરવાનું પણ ખાસ કારણ જણાવાયું છે.

મંદિરમાં દર્શન કરીને બહાર આવીને થોડીવાર બેસવું જરૂરી છે. આ પરંપરા ખાસ કારણથી નીભાવવાની હોય છે. જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા જવાનું થાય તો દર્શન કર્યા પછી બહાર આવી પગથિયે બેસી અને આ શ્લોકનો પાઠ કરવો જોઈએ.

મંદિરના પગથિયે બેસી બોલવો આ શ્લોક :

અનાયાસેન મરણમ્, બિના દેન્યેન જીવનમ્
દેહાન્ત તવ સાનિધ્યમ્, દેહિ મે પરમેશ્વરમ્

શ્લોકનો અર્થ થાય છે કે મૃત્યુ કોઈપણ મુશ્કેલી વિના થાય, અંતિમ સમયમાં પથારી પકડવી ન પડે. ભગવાન કોઈ પણ જાતની તકલીફ વિના અમને તમારી પાસે બોલાવો, ચાલતાં ચાલતાં અમારો જીવ શરીર છોડે.

બિના દેન્યેન જીવનમ્ એટલે કે ક્યારેય કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અમને ક્યારેય લાચાર ન બનાવો. આપણું જીવન આપણી રીતે જીવીએ. જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે જીવને ભગવાનનું શરણ મળે. મૃત્યુ સમયે ભગવાનના દર્શન થાય. ભગવાનના દર્શન કરી મંદિરના પગથિયે બેસી આ પ્રાર્થના કરવી જોઈએ. આ શ્લોકનો પાઠ કરો ત્યારે મનમાં કોઈ અન્ય પ્રકારના વિચારો ન આવવા જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયનતેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img