HomePoliticsE20 ઇંધણ મુદ્દે અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મોદી સરકાર સામે...

E20 ઇંધણ મુદ્દે અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મોદી સરકાર સામે ત્રણ મોટી માંગણીઓ મૂકી

Date:

Related stories

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...
spot_img

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં E20 ઇંધણને લઈને કેન્દ્ર સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે ટાઉન હોલ દરમિયાન લોકોએ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી હતી.

કેજરીવાલે કહ્યું કે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પસંદગીનો અધિકાર મળવો જોઈએ. E20 ઇંધણ લેવા ઇચ્છતા લોકોને E20 અને શુદ્ધ પેટ્રોલ વાપરવા ઇચ્છતા લોકોને શુદ્ધ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવું જોઈએ. તેમણે વધુમાં માંગ કરી કે E20ની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી હોવી જોઈએ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવાથી દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹84થી નીચે લાવવામાં આવે.

ઇથેનોલ અંગે કેજરીવાલે દાવો કર્યો કે તે પેટ્રોલ કરતાં મોંઘું છે, ઓછી માઇલેજ આપે છે, ખેડૂતોને ખાસ લાભ પહોંચાડતું નથી અને વિદેશી ચલણની બચત પણ કરાવતું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ઇથેનોલ પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું હોવાના અહેવાલો છે.

કેજરીવાલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો ઇથેનોલ લાભદાયી નથી તો તેને શા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકોની ઇચ્છા વિરુદ્ધ E20ને આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા અમેરિકા ના દબાણ હેઠળ થઈ રહી હોવાનું તેમના અભ્યાસમાં સામે આવ્યું છે.

Subscribe

Latest stories

spot_img