યુટ્યુબરને ત્યાં આઈટીના દરોડા ! જાણો YouTube થી કેટલી કમાણી થાય છે ?

Share this story
  • ઉત્તરપ્રદેશમાં એક YouTuber પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેની પાસેથી ૨૪ લાખ રૂપિયા રોકડા જપ્ત થયા છે.

યુટ્યુબર તસ્લીમ ખાન પર આરોપ છે કે તેમણે ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે. તસ્લીમ બે વર્ષથી પોતાના ભાઇની સાથે મળીને એક યુટ્યુબ ચેનલ Trading Hub ૩.૦ ચલાવે છે. આ પ્લેટફોર્મ પર તે શેર માર્કેટ સાથે જોડાયેલા વીડિયોઝ નાખે છે. સવાલ આવે છે કે YouTube થી કેટલી કમાણી થતી હશે.

જે ઈનકમ ટેક્સનો દરોડો પડ્યો છે. તસ્લીમના ભાઈ ફિરોઝે જણાવ્યું કે તેમના YouTube ચેનલ સાથે સારી કમાણી થાય છે. અત્યાર સુધી તેણે YouTube થકી ૧.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ૪૦ લાખ રૂપિયાનો ઈનકમ ટેક્સ પણ ભર્યો છે.

YouTube ક્રિએટર્સ તેમના કંટેટ પર આવતી ADSનો રેવન્યુ શેર કરે છે. આ રેવન્યૂ શેર અલગ અલગ ક્રિએટર્સ માટે અલગ અલગ હોઈ શકે છે. YouTube થી મળનારા પૈસા કંટેટ કેટેગરી, રીઝન અને અનેક બીજા પાસાઓ પર નિર્ભર કરે છે. અહેવાલ અનુસાર કંટેટ ક્રિએટર્સ એડ રેવન્યુના 55 ટકા સુધીનો હિસ્સો કમાઈ શકે છે.

જો કે તેના માટે યુઝર્સને YouTube Partner Programનો હિસ્સો હોવો જોઈએ. આ પ્રોગ્રામને ક્વોલિફાઈ કરવા માટે યુઝર્સની ચેનલ પર ૫૦૦ સબ્સ્ક્રાઈબર્સ અને ૩૦૦૦ કલાકનો વોચ ઓવર ટાઈમ હોવો જોએ. YouTube Shorts દ્વારા પણ ક્રિએટર્સની કમાઈ થઈ રહી છે. જો કે તેના રેવન્યું અંગે હજી કોઈ સ્પષ્ટ પોલીસી સામે નથી આવી.

આ પણ વાંચો :-