વધુ ટાઈમ ઓનલાઈન રહેતા હો તો થઈ જજો સાવધાન, પાણી નીકળે તો આંખને આવી રીતે સાચવો

Share this story
  • શું મોબાઈલ કે ટીવી જોતાં સમયે આંખોમાંથી પાણી નીકળે છે? તાત્કાલિક આ ઉપાય કરીને આંખોને સુરક્ષા આપો.

આંખ શરીરનું સૌથી નાજુક અંગ છે પણ આજકાલ લોકો મોટાભાગનો સમય મોબાઈલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન સામે વિતાવે છે. જેનાથી આંખને ઘણું નુકસાન થાય છે. આંખમાં બળતરા, અને પાણી નીકળવાની સમસ્યા પણ થતી હોય છે.

આવી સમસ્યાઓથી બચવા અને આંખનું તેજ વધારવા દરેક વ્યક્તિએ તેના ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જે ખાવાથી તમારી આંખોનું તેજ જળવાઈ રહેશે.

ગાજર  :

ગાજરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર મોટી માત્રામાં હોય છે. ગાજર આંખ માટે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. ગાજરનો સૂપ, સલાડ કે શાકની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. જે લોકો ચશ્માં પહેરવા માંગતા નથી તેમને દિવસમાં એક વાર ગાજરનો જ્યૂસ પીવો જોઈએ.

બદામનું દૂધ  :

બદામમાં ઘણાં જરૂરી તત્ત્વ હોય છે. જેના માટે તમે બદામને પલાળીને કે દૂધમાં ભેળવીને લઈ શકો છો. આંખોનું તેજ વધે તે માટે અઠવાડિયામાં ૩-૪ વાર દૂધમાં બદામ ઉકાળીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તમે એક કપ બદામમાં ત્રણ કપ પાણી ઉમેરીને તેને મિક્ચરમાં ગ્રાઈન્ડ કરીને બદામનું દૂધ જાતે પણ બનાવી શકો છો. તે પણ ઘણું ફાયદાકારક છે.

લીલાં શાકભાજી  :

આંખનું તેજ જળવાઈ રહે તે માટે ડાયટમાં લીલાં શાકભાજીનો ચોક્કસ સમાવેશ કરો. પાલકની ભાજી આંખ માટે ખૂબ સારી છે. પાલકની ભાજીનો સૂપ કે જ્યૂસ લઈ શકાય. લીલાં શાકભાજીમાં એન્ટી ઓક્સિડેંટસ, આયર્ન, વિટામિન જેવાં જરૂરી તત્ત્વ હોય છે જે આંખ માટે ઘણાં જરૂરી છે.

આ પણ વાંચો :-