Now there is no fear of scooter theft
- લોન્ચ કરવામાં આવતા આ મોડલને લઈને એવું માનવામાં આવે છે કે કંપની નવા એક્ટિવાને H-smart ટેક્નોલોજી સાથે માર્કેટમાં રજૂ કરશે.
હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) તેનું મોડલ લોન્ચ કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેનું નવું પ્રોડક્ટ નવા એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે. આ સાથે જ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટિવાનું નવું અપડેટેડ મોડલ હોઈ શકે છે.
નોંધનીય છે કે એક્ટિવા એ કંપનીના પોર્ટફોલિયોનું સૌથી વધુ વહેંચાતું મોડલ છે. કંપનીએ વર્ષ 2020ની શરૂઆતમાં તેનું અપડેટ મોડલ આપ્યું હતું અને એ પછીથી આ સ્કૂટરના મોડલમાં કોઈ અપડેટ આવી નથી. જો કે આવતી કાલે લોન્ચ કરવામાં આવતા આ મોડલને લઈને એવું માનવામાં આવે છે કે કંપની નવા એક્ટિવાને H-smart ટેક્નોલોજી સાથે માર્કેટમાં રજૂ કરશે.
સ્કૂટરને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે :
જણાવી દઈએ કે હોન્ડા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ મોડલનું જે ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં એવા સંકેત પણ મળ્યા હતા કે કંપની તેની નવી પ્રોડક્ટમાં H-Smart ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. સાથે જ એમ માનવામાં આવે છે કે કંપની તેનું નામ Activa H-Smart રાખી શકે છે. જો કે હજુ સુધી કંપની દ્વારા આ સ્કૂટર વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી અને આ સ્કૂટરને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે.
સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હોન્ડા આ સ્કૂટરમાં તેની H-Smart ટેક્નોલોજીના ભાગ રૂપે નવી એન્ટી-થેફ્ટ સિસ્ટમ સહિત ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કરી શકે છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે જે એકવાર બજારમાં આવી ગયા પછી આ સ્કૂટર TVS જ્યુપિટરને ટક્કર અહેવાલનું માનીએ તો આ સ્કૂટરનું વજન પણ વર્તમાન મોડલની સરખામણીમાં થોડું ઓછું હોઈ શકે છે.
નહીં રહે સ્કૂટરની ચોરીનો ભય :
એક્ટિવાના આ નવા મોડલમાં એન્ટી-થેફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જણાવી દઈએ કે આ એક ખૂબ જ ઉપયોગી સુવિધા છે. સામાન્ય રીતે જ્યારે સ્કૂટર લોક સ્થિતિમાં હોય એટલે કે ક્યાંક પાર્ક કરેલું હોય એ સ્થિતિમાં વાઇબ્રેશન, વ્હીલ રોટેશન, પાવર ઓન અથવા એન્જિન સ્ટાર્ટ થાય ત્યારે આ સિસ્ટમ તાત્કાલિક એલાર્મ વાગે છે અને મોટરને લોક કરી દે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ માત્ર સાવધાન જ નથી થતો પણ વાહનની ચોરી કરનાર ચોર તેને લઈને ભાગી પણ નથી શકતો.
સાથે જ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની આ સ્કૂટરના એન્જિન મિકેનિઝમમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે અને બની શકે કે નવું એન્જિન વધુ પાવરફુલ હશે. જણાવી દઈએ કે સ્કૂટર 110cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ યુનિટનો ઉપયોગ કરશે જે 7.80 Bhp પાવર જનરેટ કરશે અને એ સામે વર્તમાન મોડલ 7.68 Bhp પાવર જનરેટ છે.
કંપની પહેલાથી જ તેના વાહનોમાં હોન્ડા ઈગ્નીશન સિક્યુરિટી સિસ્ટમ (HISS) નો ઉપયોગ કરી રહી છે અને હવે નવા H-Smart સુધી સ્કૂટરની રેન્જને વધુ પ્રીમિયમ બનાવશે. એક્ટિવા કંપની દ્વારા રજૂ કરવામાં આવનાર પહેલા મોડલ હશે. જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં Honda Activa 6Gની કિંમત રૂ. 73,176 થી રૂ. 76,677 સુધીની છે. જેમાં વધારો આવી શકે છે.
આ પણ વાંચો :-