- શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ ક્રાંતિ લાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ ચાલી રહ્યું છે.
શાહરૂખ (Shah Rukh) પઠાણથી 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસઆરકેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે અને બીજી તરફ તેનો બહિષ્કાર પણ યથાવત છે.
આટલી મોંઘી વેચાઈ રહી છે પઠાણની ટિકિટો :
શાહરૂખના ચાહકોના ક્રેઝનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેના ફેન્સ પઠાણને જોવા માટે ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. 20 જાન્યુઆરીએ પઠાણનું એડવાન્સ બુકિંગ (Advance booking) શરૂ થયું ત્યારથી જ ફિલ્મની ટિકિટના દર આસમાને પહોંચી ગયા છે. પરંતુ શાહરૂખના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે સૌથી મોંઘી ટિકિટો ખરીદી રહ્યા છે.
આ બોલીવુડ ફિલ્મોને આપાતકાલીન સ્થિતી દરમ્યાન કરવામાં આવી હતી બેન :
પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની પઠાણમાં એક મુસ્લીમ વ્યક્તિ દેશ ભક્તિ કરતો જોવા મળશે. પઠાણમાં શાહરૂખ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ બાદ પઠાણ રેકોર્ડ તોડે છે કે પછી બોયકોટ યથાવત રહેશે?
આ પણ વાંચો :-