Viral video: Romancing on a moving bike became difficult
- ભિલાઈમાં કપલનો ચાલતી બાઈક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.
ભિલાઈમાં (Bhilai) કપલનો ચાલતી બાઈક પર રોમાન્સનો વીડિયો વાયરલ (Romance video viral) થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.
વાસ્તવમાં આખો મામલો ભિલાઈનો છે જ્યાં એક છોકરો ભિલાઈના જયંતિ સ્ટેડિયમના પાછળના રોડ પર નંબર વગરની હાઈસ્પીડ બ્લેક કલરની બાઈકમાં નીકળ્યો હતો. તેની પાછળ કેટલાક સ્કૂટર અને બાઈક ચાલકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરો અને છોકરી બાઈક પર ફિલ્મી સ્ટાઈલમાં રોમાન્સ કરી રહ્યાં છે. છોકરાના જેકેટથી છોકરીનો ચહેરો છુપાયેલો હતો.
ચાલતી બાઈક પર કપલે રોમાન્સ કર્યો :
આ કપલ ટાઉનશીપના રસ્તાઓ પર રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. બંને કપલ જયંતિ સ્ટેડિયમથી સ્મૃતિ નગર સુધી આ રીતે એકબીજાને ગળે વળગીને નીકળ્યા હતા. આ લોકોએ અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્યારે આ વીડિયોથી પોલીસની ફજેતી થઈ રહી હતી. કારણ કે થોડા દિવસો પહેલા જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેની ચિંતા કર્યા વગર આ પ્રેમી યુગલ આફત દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવી હરકતો બાઈક પર કરી રહ્યું હતું. તેમ છતાં આ પ્રેમી કપલને રોકવા વાળું કોઈ રસ્તા પર દેખાયુ ન હતું.