Nora was eager to date me, brainwashed Jacqueline
- સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી પર નવો પત્ર લખીને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને તે સિરિયસ રિલેશનશિપમાં હતા. જેને જોઈને નોરાને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી.
210 કરોડના મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) દિલ્હીની તિહાર જેલમાં (Tihar Jail) બંધ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) પત્ર લઈને અનેક દાવા કર્યા છે. જણાવી દઈએ કે તેનો દાવો છે કે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) જેકલીન સાથેના તેના સંબંધોને લઈને ઈર્ષ્યા કરતી હતી અને આ માટે નોરા વારંવાર તેને ફોન કરીને તેનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરતી હતી. સુકેશે પોતાના વકીલો અનંત મલિક અને એકે સિંઘ દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ (Press Statement) બહાર પાડ્યું છે.
નોરા મને ડેટ કરવા માંગતી હતી :
210 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી પર નવો પત્ર લખીને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને તે સિરિયસ રિલેશનશિપમાં હતા. જેને જોઈને નોરાને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી. સુકેશે પત્રમાં લખ્યું છે – નોરા નહતી ઈચ્છતી કે હું અને જેકલીન સાથે રહીએ. નોરા મને ડેટ કરવા માંગતી હતી. જેના કારણે તે ઈચ્છતી હતી કે મારું અને જેકલીનનું બ્રેકઅપ થઈ જાય એ માટે જેક્લીન વિરુદ્ધ ઉશ્કેરવા માટે દિવસમાં ઘણી વખત ફોન કરતી હતી.
‘નોરા દિવસમાં 10 વખત કોલ કરતી હતી’
સુકેશે કહ્યું કે નોરા ઈચ્છતી હતી કે હું જેક્લીનને છોડી દઉં અને તેની સાથે ડેટિંગ કરવાનું શરૂ કરી દઉં. નોરા મને દિવસમાં ઓછામાં ઓછી 10 વખત કોલ કરવાનાં પ્રયાસો કરતી હતી અને જો હું તેના કોલનો જવાબ ન આપું તો તે મારા પર ફોન કરતાં રહેવા માટે દબાણ બનાવતી હતી.
સુકેશનું આ નિવેદન નોરા ફતેહીના દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આપવામાં આવેલા નિવેદન બાદ આવ્યું છે. તે સમયે નોરાએ સુકેશ ચંદ્રશેખર પર આરોપ લગાવ્યો હતો કે તે તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે અને તેના બદલામાં મોટું ઘર આપવા તૈયાર છે. તેના પાછલા નિવેદનમાં કહ્યું હતું- મને કહેવામાં આવ્યું હતું કે સુકેશ પાછળ ઘણી અભિનેત્રીઓ છે પણ તે મને પસંદ કરે છે. શરૂઆતમાં મને ખબર નહોતી કે સુકેશ કોણ છે. બાદમાં જાણવા મળ્યું કે તે એલએસ કોર્પોરેશન નામની કંપનીમાં કામ કરે છે. મારો તેમની સાથે કોઈ અંગત સંપર્ક નહોતો કે મેં ક્યારેય તેમની સાથે કોઈ વાતચીત કરી નથી.
હું તેમને પહેલીવાર EDની ઓફિસમાં મળી હતી. નોરાએ એમ પણ કહ્યું કે સુકેશે તેને મોંઘી ભેટ અને મોટા ઘરનું વાયદો કોઈ બીજા દ્વારા કર્યો હતો. તેની એક જ શરત હતી કે મારે તેની ગર્લફ્રેન્ડ બનવું જોઈએ. જોકે EDના પહેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે નોરાએ સુકેશ પાસેથી મોંઘી ભેટ, વાહનો અને બ્રાન્ડેડ બેગ લીધી હતી.
આ પણ વાંચો :-