ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : આ મહિલા બન્યાં પ્રથમ મહિલા ટ્રસ્ટી

Share this story

Mangal entry of Khodaldham temple in seventh year

  • ખોડલધામ મંદિરનો આજે સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ભવ્ય મહોત્સવ. નરેશ પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર.

રાજકોટના (Rajkot) કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ (Khodaldham) આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે.

ખોડલધામમાં આજે ધ્વજારોહણ કરવામાં આવશે. અનાર પટેલ સહિત નવા 40 થી વધુ ટ્રસ્ટીઓનો આજે ખોડલધામમાં સમાવેશ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટનાં પ્રથમ મહિલા ટ્રસ્ટી તરીકે અનારબેન પટેલ જોડાયા છે. તો 40થી વધુ ટ્રસ્ટીઓને ખોડલધામનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા.

વહેલી સવારથી જ ખોડલધામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ પહોંચ્યા હતા. તેઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ માં ખોડલને ધજા ચડાવી અને નરેશ પટેલે મુખ્યમંત્રીને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો. આ ભવ્ય મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઈ ઝાલાવડીયા પણ જોડાશે. આ ઉપરાંત આજે સંસ્થા દ્વારા નવા પ્રકલ્પો લેવામાં આવશે. જેમાં રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.

આજે ખોડલધામમા યજ્ઞ, લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકસંસ્કૃતિનું રસપાન કરાવવામાં આવશે. તો આજે ખોડલધામ ખાતે એક ભવ્ય સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. મા ખોડલના મંદિર ખોડલધામમાં આજે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો ઉમટશે. જેના કારણે ચાર હજારથી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

આ પણ વાંચો :-