અંબાલાલ પટેલની નવી ભયાનક આગાહી : આ તારીખથી શરૂ થશે ઉનાળો, આવશે વાવાઝોડું, સમુદ્રમાં થશે હલચલ

Share this story

Ambalal Patel’s New Terrifying Prediction

  • અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે. 25થી 27 જાન્યુઆરી દરમિયાના કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 10થી નીચે રહેશે.

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં પવનની દિશા બદલાતા કાતિલ ઠંડીનો (Gujarat Winter Forecast) અહેસાસ ગુજરાતીઓને થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે અને હાડ થીજવતી ઠંડીનો (bone-chilling cold) અહેસાસ થશે.

આ સિવાય ઠંડા પવન પણ ફૂંકાશે. બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) પણ કડકડતી ઠંડી અને માવઠાની આગાહી કરી છે. પવનની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોને થશે. રાજ્યમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ :

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે. 25થી 27 જાન્યુઆરી દરમિયાના કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 10થી નીચે રહેશે. આ સાથે તેઓએ માવઠાની આગાહી કરતા જણાવ્યું કે ઠંડીની સાથે માવઠુ પણ પડશે. બે દિવસ માવઠુ થઈ શકે છે. 23થી 29 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં વરસાદની આગાહી :

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે. જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જેના કારણે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.

રાજ્યમાં હજુ ઠંડી ભુક્કા કાઢશે !

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. તો 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.

આ પણ વાંચો :-