Sunday, Jul 20, 2025

BMW થી તિહાડ જેલ બોલાવતો સુકેશ, સ્પેશ્યલ રૂમમાં આપતો દોઢ લાખ… ત્રણ હિરોઈનના ચોંકાવનારા ખુલાસા

2 Min Read

Sukesh calls Tihar Jail from BMW

  • સુકેશ ચંદ્રશેખર પરના છેતરપીંડીના કેસમાં બોલિવૂડની બે અભિનેત્રીઓના પણ નામ સામે આવ્યા છે. જેમાં તિહાર જેલમાં સુકેશ બોલાવતો હોવા સહિતના અનેક ચોંકાવનારા દાવા થયા છે.

મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં (Mahathug Sukesh Chandrasekhar case) બોલિવૂડની બે અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહીનું (Nora Fatehi) નામ જોડાયું છે. ત્યારે આ બંને સિવાય અન્ય એક અભિનેત્રી પણ વારંવાર તિહાર જેલમાં જતી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 200 કરોડની છેતરપિંડીની સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલી હતી.

ચાર્જશીટમાં દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે એપ્રિલ-મે 2018ના મહિનામાં ત્રણ અભિનેત્રીઓ સુકેશને મળવા તિહાર જેલમાં જતી હતી. ત્રણેય અભિનેત્રીઓની પૂછપરછ દરમિયાન તમામ રહસ્યો ખોલ્યા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે તિહાર જેલના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી.

1 કલાકની મુલાકાતના 1.5 લાખ રૂપિયા ! 

દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર જેલમાં અભિનેત્રીઓ 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધી લઈને સુકેશ ચંદ્રશેખરને 45 મિનિટથી 1 કલાક સુધી મુલાકાત કરતી હતી. જેલમાં સુકેશના શાનનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે કોઈ હિરોઈન આવતી ત્યારે તેને એક સ્પેશિયલ રૂમમાં મોકલવામાં આવતી હતી. જ્યાં ટીવી, એસી, ફ્રીજ સહિતની સુવિધાઓ આપવામાં આવતી હતી.

સ્પેશિયલ રૂમમાં સુકેશ સાથે એકલી મિટીંગ કરતી હતી. તેમજ દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આ વાત અભિનેત્રીઓએ પોતે કહી છે. વધુમાં જણાવ્યું હતું કે અભિનેત્રીઓને BMW કારમાં તિહાર જેલમાં  લાવવામાં આવતા હતા અને તેમને ગેટ નંબર 3 પાસેથી પ્રવેશ આપવામાં આવતો હતો.

આ પણ વાંચો :-

Share This Article