‘જન્મ આપનારી મા એ મને તરછોડી દીધો’ Indian Idol 13 ના વિજેતા Rishi Singh એ સંભળાવી પોતાની કહાની

Share this story

 Indian Idol 13 Winner Rishi Singh

  • Indian Idol 13 : ‘ઈન્ડિયન આઈડલ 13’ના વિજેતા બનેલા ઋષિ સિંહે પોતાની કહાની સંભળાવતા કહ્યું હતું કે તેને જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો. ત્યારબાદ માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.’

Indian Idol 13 : સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા અયોધ્યાના (Ayodhya) રહેવાસી ઋષિ સિંહના સિંગિંગના ફેન તો ક્રિકેટર વિરાટ કોહલી પણછે. જણાવી દઈએ કે હાલ ‘ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા ઋષિ સિંહે (Rishi Singh) અગાઉ ઈન્ડિયન આઈડલ સીઝન 11 માટે પણ ઓડિશન આપ્યું હતું પણ તે સમયે નસીબે તેનો સાથ આપ્યો ન હતો. આજે તે સિઝન 13ના વિનર બની ગયા છે.

જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો :

અયોધ્યામાં જન્મેલ ઋષિ સિંહે ‘ઈન્ડિયન આઈડલ 13’ના મંચ પર પોતાની કહાની સંભળાવી હતીએ સાંભળીને ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.એ સમયે સ્ટેજ પર બધા વચ્ચે ઋષિ સિંહે પોતાના માતા-પિતાને ભગવાન કહ્યા હતા. જણાવી દઈએ કે ‘ઈન્ડિયન આઈડલ 13’ના મંચ પર પર્ફોર્મન્સ આપ્યા બાદ ઋષિ સિંહે તેની કહાની સંભળાવતા નેશનલ ટીવી પર જણાવ્યું હતું કે ‘તેના માતા-પિતાએ તેને દત્તક લીધો છે અને આ માટે તેના માતાપિતાને લોકો પાસે ઘણી ખરાબ વાતો પણ સાંભળવા મળી હતી.

ઋષિ સિંહે કહ્યું કે જો તે આજે આ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે તો તે તેના માતા-પિતાને કારણે છે જે તેના માટે ભગવાન છે. તેને જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો ત્યારબાદ તેને તેના માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.’

આજ સુધી કરેલી તમામ ભૂલો માટે મને માફ કરજો :

ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા ઋષિ સિંહે આ વિશે આગળ કહ્યું હતું કે શોમાં આવ્યા પછી તેને ખબર પડી કે તે તેના માતા-પિતાનો સગો પુત્ર નથી. ઋષિએ કહ્યું કે જો મારા આ માતા-પિતાએ મારો ઉછેર ન કર્યો હોત તો તે ક્યાંક સડી રહ્યો હોત. સાથે જ એ સમયે ઋષિએ પોતાના માતા-પિતા પાસે માફી માંગતા કહ્યું કે આજ સુધી કરેલી તમામ ભૂલો માટે મને માફ કરજો.

આ વાત લોકો સમક્ષ શેર કરતી વખતે ઋષિ સતત રડતો હતો અને અંતે તેને તેની સામે બેઠેલા માતા-પિતાના ચરણોમાં શીશ નમન કર્યું હતું. ની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો :-