Sunday, Jul 20, 2025

‘ગધેડીના દૂધનો સાબુ બનાવે છે મહિલાઓના શરીરને સુંદર…” મેનકા ગાંધીનું ચોંકાવનારું નિવેદન

3 Min Read

“Donkey milk soap makes women 

  • Maneka Gandhi Video News : સાંસદ મેનકા ગાંધી એક વખત ફરી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે એક નિવેદમાં કહ્યું છે, “ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે.”

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધીનો (MP Maneka Gandhi) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મંચ પર તે કહી રહ્યા છે કે ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે. તે કહે છે કે એક ખૂબ જ ફેમસ રાણી હતી ‘ક્લિયોપૈટ્રા’ (Cleopatra), તે ગધેડીના દૂધથી નહાતી હતી.

રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી કહે છે. “દિલ્હીમાં ગધેડીના દૂધનો સાબુ 500 રૂપિયામાં વેચાય છે. આપણે ગધેડીના દૂધ અને બકરીના દૂધનો સાબુ બનાવીએ તો?” તેમણે આગળ કહ્યું, “કેટલા દિવસ થઈ ગયા તમને લોકોને ગધેડા જોયે? તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. ધોબીએ પણ ગધેડાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. લદ્દાખમાં એક સમુદાય છે જેમણે જોયું કે ગધેડાની સંખ્યા ઘટી રહી છે. માટે તેમણે ગધેડીનું દૂધ દોવાનું શરૂ કર્યું અને તેનો ઉપયોગ સાબુ બનાવવામાં કર્યો. ગધેડીના દૂધનો સાબુ મહિલાના શરીરને સદા સુંદર બનાવી રાખે છે.”

બકરી પાલન-ગાય પાલનના વિરૂદ્ધ  :

મેનકા ગાંધીએ કહ્યું, “હું નથી ઈચ્છતી કે તમે જાનવરો દ્વારા કોઈ પણ પૈસા કમાઓ. આજ સુધી કોઈ પણ બકરી કે ગાય પાળવાથી અમીર નથી થયું.” ત્યાર બાદ તેમણે કહ્યું, “આપણી પાસે એટલા ડોક્ટર નથી. સુલ્તાનપુરના 25 લાખ લોકોમાં મુશ્કેલથી ત્રણ ડોક્ટર હોય છે. ક્યારેક ક્યારેક એ પણ નહીં. જો કોઈ ગાય કે ભેંસ કે બકરી બિમાર થઈ જાય છે તો તેમના પર લાખો ખર્ચ કરવામાં આવે છે.

મહિલાઓને કૃષિ પશુઓની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે કેટલું કરી શકે છે?” એટલામાં બકરી પાલન કે ગાય પાલનના વિરૂદ્ધ છું. તમને કમાણી માટે એક દશક લાગી જશે. કારણ કે જાનવર એક રાત્રે મરી જશે અને બધુ ખતમ થઈ જશે.”

આ પણ વાંચો :-

Share This Article